તમારે વિદેશ જાવ હોય તો સૌથી પહેલા તમારે પાસપોર્ટની જરૂર પડે છે, પાસપોર્ટ વગર તમે વિદેશમાં એન્ટર નથી થય શકતા. તમે વિદેશ ફરવા ગયા હોવ કે પછી કોઈ પણ કારણોસર ગયા હોવ ત્યારે તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો ટેન્શન લેવાની જરુર નથી. આપણે જાણીશું કે આવી સ્થિતિમાં શું કરવુ જોઈએ?

  • આ કામ કરો સૌથી પહેલા

જ્યારે પણ ખબર પડે કે તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે તો સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરો, જેથી તમારી ઓળખનો દુરુપયોગ ન થઈ શકે. ત્યાર પછી તમારા દેશની એમ્બેસીમાં આ વાતની જાણ કરો, જેથી તમારા પાસપોર્ટને કેન્સલ કરી શકાય. પરંતુ ખાસ યાદ રાખો કે પાસપોર્ટ કેન્સલ કરાવ્યા પછી જો તમને ક્યાંકથી પાસપોર્ટ મળી પણ જશે તો પણ મૂળ પાસપોર્ટ તો કેન્સલ જ માનવામાં આવશે.

  • પાછા ફરવા માટે શું કરશો?

પોતાના દેશમાં પાછા ફરાવાની તમારી ફ્લાઈટમાં કેટલો સમય બાકી છે તેને ધ્યાનમાં રાખીને તમને એક ટેમ્પરરી/પર્મનન્ટ પાસપોર્ટ આપવામાં આવે છે. જો તમારે તાત્કાલિક ફ્લાઈટ લેવાની હોય તો એમ્બેસી તમને ઈમર્જન્સી સર્ટિફિકેટ આપશે.

  • એમ્બેસી કેમ શોધશો?

વિદેશ પ્રવાસ દરમિયાન સાથે ઈમર્જન્સીમાં કામ લાગે તેવા નંબર અને સરનામાની યાદી સાથે રાખો. તેમાં તમારી હોટલ પાસેના પોલીસ સ્ટેશન, પોતાના દેશની એમ્બેસીનું એડ્રેસ, પાસપોર્ટ સેવા કેન્દ્ર વગેરે ખાસ રાખો. દુનિયાભરમાં સ્થિત ભારતીય પાસપોર્ટ મિશન્સ વિષે જાણવા માટે www.passportindia.gov.in પર જાઓ.

  • પાછા ફરીને શું કરવું?

તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં વર્તમાન રહેઠાણના પૂરાવા, જન્મનો પુરાવો, આ સિવાય પાસપોર્ટ ખોવાયો હોવાનું સોગંદનામુ અને પાસપોર્ટ ખોવાયો હોવાની પોલીસ રિપોર્ટની કોપી જમા કરાવો. જો તમારી પાસે ઉપલબ્ધ હોય તો, પાસપોર્ટના પહેલા અને અંતિમ બે પાનાઓની સેલ્ફ-અટેસ્ટેડ ફોટોકોપી પણ સાથે લઈ જાઓ.

  • ધ્યાનમાં રાખવા જેવી બાબતો

બહાર જાઓ ત્યારે પાસપોર્ટની ફોટોકોપી કરાવી લો અને બન્ને અલગ અલગ જગ્યાએ રાખો. આમ તો નવો પાસપોર્ટ બનાવવા માટે જૂનાની ફોટોકોપી આપવી જરુરી નથી, પરંતુ જૂના પાસપોર્ટની માહિતી જેમ કે પાસપોર્ટની ઈશ્યુ ડેટ, એક્સપાયરી ડેટ વગેરે જણાવાવની હોવાથી કૉપી હોય તો વધારે સારુ. આ સિવાય તમારા 2-3 ફોટો, ઓળખનો કોઈ પુરાવો, સાથે રાખો. હંમેશા ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરાવીને પછી જ પ્રવાસ કરો, જેથી આવી દુર્ઘટનાઓને કારણે થતા ખર્ચનું વળતર મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.