જે માતા-પિતા તેમની વિદ્યાર્થી અવસ્થા દરમિયાન ગણિતમાં કાચા રહ્યા હોય તેમના બાળકો પણ ભવિષ્યમાં ગણિતમાં કાચા રહે છે. જો તમને ગણિત માટે પ્રેમ ન હોય તો તે માટે તમારા જનીન જવાબદાર છે. માતા-પિતા તરફથી મળેલા ચોક્કસ જનીનના આધારે વ્યક્તિ ગણિતમાં હોશિયાર થશે કે નહીં તે નક્કી થાય છે.
અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે ગણિતમાં નિપૂણતા આવવી તે જનીનગત હોય છે. અમુક ક્ષમતાઓ કુદરતી રીતે બાળકમાં વણાતી હોય છે, જ્યારે અમુક માતા-પિતા તરફથી મળતી હોય છે. ગણિતનું વિશ્લેષણ કરવાની, નંબરો યાદ રાખવાની કે પઝલ શોલ્વ કરવાની ક્ષણતા માતા-પિતા અને સંતાનોમાં લગભગ એક સરખી હોય છે.