કેશાેદ, જય વિરાણી
કેશાેદના કેવદ્રા ગામે એકલેરા સરપંચ પુત્ર રામભાઇ રણવીરભાઇ સીસાેદિયા અને કેવદ્રા ગામના ભરતભાઇ લાડાણી વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ઇજા પહાેંચતાં બંન્નેને સિવીલ હાેસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને આ અંગે પાેલીસેે બંન્ને વિરૂધ્ધ ફરિયાદ નાેંધી હતી. પોલીસે સરપંચપુત્ર વિરૂધ્ધ 323, 294(b), 506(2), 135 મુજબ ગુન્હાેંં નાેંધ્યાે છે.
પૂછતાછ બાદ ખબરપડી કે પોતાના ગ્રામજનોને ન્યાય મળે તે માટે ભરતભાઇ છેલ્લા બે વર્ષ થી ભ્રષ્ટાખોરી વિરૂદ્ધ લડતા હતા. અને તેમને વારંવાર ઢાંકીના ફોન આવતા હતા. ફોન ઊપડતાં તેમણે અચાનક ગાળો દેવા માંડ્યા. અને ત્યારબાદ એક જ્ગ્યા એ બોલાવી પ્લાસ્ટિક પાઇપ વડે માર માર્યો હતો.
પાેલીસમાંથી મળતી વિગતાે મુજબ મારામારીની ઘટનામાં સાૈપ્રથમ હાેસ્પિટલમાં દાખલ ભરતભાઇ લાડાણીએ ફરીયાદ આપતાંં જણાવ્યું હતું કે “એકલેરા ગ્રામ પંચાયતે સસ્તા અનાજનો પરવાનાે માંગ્યાે હતાે. સરપંચપુત્ર તેનું સંચાલન કરતો હતો, તેને પરવાનાે આપવામાં નથી આવ્યો તેવી કલેક્ટરમાં વાંધા અરજી કરી હતી જેનું મનદુુ:ખ રાખી સરપંચ પુત્રએ સાેંદરડા કેવદ્રા રાેડ પર મને ગાળાે કાઢી પ્લાસ્ટીકના પાઇપ વડે માર માર્યાે હતાે, મારા વિરૂધ્ધની વાંધા અરજી પાછી ખેંચી લે, નહી તાે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી.” તે દરમ્યાન મારા બે મિત્રાેએ મને બચાવી સિવિલ હાેસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા.
જયારે સામે પક્ષે સરપંચપુત્રએ પાેલીસ ફરીયાદમાં એકલેરા ગ્રામ પંચાયતવતી પંડિત દિનદયાલ નામે સસ્તા અનાજનાે પરવાનાે મળતાે અટકાવવા મનદુખ રાખી મને શ્રીદર્શન બાેલાવી ભરત લાડાણી સહિત 3 જણાએ એકસંંપ કરી ગાળાે બાેલી માર માર્યાે હતાે. પાેેેલીસે ભરત લાડાણી, બહાદુરભાઇ કાળાભાઇ, પ્રતાપભાઇ ઉર્ફે માનસુરભાઇ કાળાભાઇ વિરૂધ્ધ 323, 114, 135 મુજબ ગુન્હાે નાેંધી તપાસ હાથ ધરી છે. આ ફરીયાદમાં ફરિયાદીએ સરપંચ પુત્રના દારૂ પીધા હાેવાનાે ઉલ્લેખ કર્યાે હતાે.