નોકરી, ધંધા કે પરણવાના કારણે દેશના ત્રીજા ભાગના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી: જેથી એનઆરઆઈ અને સૈનિકોની જેમ તેઓ પણ ખાસ પ્રકારે મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી મતદાન વ્યવસ્થા કરવાની સમયની માંગ

દેશના તમામ રાજકીય પક્ષો વિદેશોમાં વસતા એનઆરઆઈના મતો મેળવવા માટે વિશેષ પ્રયત્નો કરતા રહે છે.જે માટે દરેક પક્ષો તેમની આંતરરાષ્ટ્રીય શાખાઓ બનાવીને તેમા નેતાઓને સમયાંતરે વિદેશોમાં મોકલતા રહે છે. પરંતુ, પોતાની રોજી રોટી કે અન્ય કારણોસર પોતાના વતનથી દૂર દેશના બીજા પ્રાંતોમાં વસતા મતદારોની સંખ્યા ૨૭ કરોડ જેટલી છે. આ ૨૮ કરોડ મતદારોના નામ તેમના વતનની મતદાર યાદીમાં હોય તેઓ ખાસ મતદાર કરવા કદી પોતાના વતનમાં જતા નથી એક તરફ ભારત આધુનિક અને ડીજીટલ બની રહ્યાનો દાવો થઈ રહ્યો છે. છે ત્યારે ટેકનોલોજીનાં ઉપયોગ કરીને આ ૨૮ કરોડ મતદારોને મતદાન કરાવવા માટે શા માટે તમામ રાજકીય પક્ષો ખાસ કોઈ તસ્દી નથી લેતા જે એક ચિંતાની બાબત છે.

દેશમાં વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૧૮ વર્ષથી ઉપરના મતદાર યાદીમાં નોંધાયેલા ૨૮ કરોડ મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો જે દુનિયાના અનેક લોકશાહી દેશમાં રહેલા મતદારો કરતા પણ વધારે છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ અમેરિકાની જ વાત કરીએ તો વર્ષે ૨૦૧૬માં યોજાયેલી પ્રેસીડેન્ટની ચૂંટણીમાં ૧૮.૩ કરોડ મતદારો નોંધાયેલા હતા. તેમાં પણ સૌથી મોટી વાત એ છે કે વિશ્વના જર્મની બ્રિટન, સ્પેન, દક્ષિણ આફ્રિકા સહિતના ૨૦ લોકશાહી દેશોના મતદારોની સંખ્યા મેળવીને ગણવામાં આવે તો પણ તેમની સંખ્યા ૨૮.૨ કરોડ જેટલી થવા જાય છે. જેથી, આપણા દેશમાં ૨૮ કરોડ મતદારોનું મતદાન ન કરવું એટલે ૨૦ લોકશાહી દેશોના મતદારોના સંયુકત અવાજને નજર અંદાજ કરવા જેવી ગંભીર બાબત ગણી શકાય.

વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે દેશમાં ૮૩.૪ કરોડ મતદારો નોંધાયેલા હતા. જેમાં ૨૮ કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ ન કરતા આ સંખ્યા ત્રીજા ભાગ જેટલી થવા જાય છે. જેમાં સૌથી મોટી વાત એ છે કે ચૂંટણી દરમ્યાન કોઈ પણ પાર્ટીએ આ મતો મેળવવા માટે આ મતદારોના સંપર્ક પણ કર્યો નહતો.

આ ચૂંટણીમાં જીત મેળવનારા ભાજપને ૧૭.૨ કરોડ મતો મળ્યા હતા. જયારે કોંગ્રેસને ૧૦.૭ કરોડ મતો મળ્યા હતા. જેથી મતદાન ન કરનારા મતદારોની સંખ્યા આ બંને મુખ્ય પાર્ટીઓને મતોના સરવાળા જેટલી થાય છે. જે એક લોકશાહી દેશ માટે અતિ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આટલી મોટી માત્રામાં મતદાન ન થવા પાછળ અનેક કારણો છે. પરંતુ તેમાં મહત્વનું એક કારણ છે.

મતદારોનું દેશમાં સ્થળાંતર વર્ષ ૨૦૧૧માં થયેલી નાગરીકોની જનગણનામાં ૪૫.૪ કરોડ લોકોને સ્થાનાંતરીત વર્ગની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એટલે કે આ મતદારોના જયાં જન્મ થયો છે ત્યાં હવે તેઓ વસવાટ નથી કરતાં સરકારી આંકડા મુજબ તેમાંથી ૪.૬ કરોડ લોકો નોકરી માટે પોતાના વતનથી દૂર થઈ ગયા છે. ૨૨.૪ કરોડ મહિલાઓના લગ્ન થવાના કારણે પોતાના વતનથી દૂર થઈ ગયા હતા. જયારે ૪૦ લાખ લોકો પોતાના ધંધા વ્યવસાય માટે દેશમાં અન્યત્ર વસવાટ કરી રહ્યા હતા. જે તમામ લોકો મતદાન કરવા માટે યોગ્ય હતા દેશના ૮૦ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ માટે સ્થાનાંતરીત થયા હતા જેઓ પણ મતદાન માટે યોગ્ય હતા.

આપણા દેશના નેતાઓએ નિયમ બનાવ્યો છે કે વિદેશોમાં વસતા એનઆરઆઈ ભારતીયોને પ્રોકસી મતદાનથી પોતાના મતાધિકારનો ઉપયોગ શરૂ કરી શકે છે જયારે સૈન્યમાં રહેલા સૈનિકો અને મતદાન ફરજ પર મુકાયેલા સરકારી કર્મચરીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો અધિકાર અપાયો છે. તે જ રીતે દેશમાં અન્યત્ર સ્થાંનાતરીત થયેલા તમામ ભારતીય મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ જેઓ મતદાન કરવા ઈચ્છતા હોવા છતા અનેક કારણોસર મતદાન કરવા પોતાના વતનમા જઈ શકતા નથી. ગત ચૂંટણીમાં ૧૩ લાખ મતદારો એનઆરઆઈ હતા જયારે સૈન્યમાં રહેતા ૧૨ લાખ મતદારો હતા આ મતદારોની સંખ્યા સ્થાનાંતરીત મતદારો કરતા ખૂબ ઓછી છે.

આ સ્થાનાંતરીત મતદારો દ્વારા મતદાન ન કરવાના કારણે તેમણે સમાનતા અને સશકિતકરણનાં અધિકારોની આપણે પધ્ધતિ વંચિત કરી રહી છે.સ્થાનાંતરીત મતદારોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જેથી બિગલેહની અસામનતાનો પ્રશ્ન ઉભો થાય છે. ઉપરાંત આ સ્થાનાંતરીત મતદારોની જગ્યાએ અન્ય લોકો ડમી મતદાન પણ કરી આવે છે. જેથી હાલમાં આપણી પાસે તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી છે. અને આપણે ડીજીટલ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ તો સ્થાનાંતરીત મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે એક નવી મતદાન પધ્ધતિ ઉભી થવાની સમયની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.