6 થી14 વર્ષના મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણના દાયરામાં આવતા હોવાથી બાલ મંદિરો મંજુરીની વ્યાખ્યામાં આવતા ન હતા

અબતક, અરૂણ દવે રાજકોટ

શહેરમાં ચાલતાં વિવિધ બાલ મંદિરો શિક્ષણના મંઁજુરી દાયરામાં ન આવતાં હોવાથી મંજુરી આપવા માટે કાર્યવાહી  કરી પણ 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જવાબદારી મુજબ સરકારી કે ખાનગી શાળામાં પાંચ વર્ષ પૂર્ણ થતાં ધો. 1 માં પ્રવેશ અપાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે નર્સરી લોઅર કે જી કે હાયર કે જી જેવા પ્રી સ્કુલના અભ્યાસક્રમો વર્ષોથી ચાલી જ રહ્યા છે. આજના યુગમાં સાડા ત્રણ કે ચાર વર્ષે પ્લે હાઉસમાં બાળકોને વાલી ભણવા બેસાડી દે છે ત્યારે હવે નવી શિક્ષણ નીતિમાં અર્લિ ચાઇલ્ડ એજયુકેશન સિસ્ટમ દાખલ થતાં સંભવત: આવતા જુન-2022 ના નવા શૈક્ષણીક સત્રથી પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ શરુ થઇ જશે.પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમમાં 4 વર્ષે જ શાળા પોતાના જી.આર. માં નામ નોંધણી કાયદેસર પ્રવેશ આપી શકશે. પહેલા પાંચ વર્ષ પૂર્ણ થયે ધો. 1 માટે આવી પ્રવેશ પ્રક્રિયા કરાતી હતી.

સરકારી મંજુરી વાળી શાળાને આપો આપ નિયમ લાગુ પડતા તે 4 વર્ષના બાળકને જનરલ રજીસ્ટરમાં નોંધ કરીને કાયદેસર પ્રવેશ આપી શકશે
1646209634966
મહાનગરપાલિકા દ્વારા ચલાવાતી આંગણવાડીઓ સરકારી દાયરામાં વર્ષોથી ચાલી જ રહી છે. પણ પ્લે હાઉસ કે બાલ મંદિરો માટે મઁજુરીના કોઇ નિયમ હતા નહી. સંચાલકો તો મંજુરી લેવા તૈયાર જ હતા પણ આવી કોઇ જોગવાઇ જ ન હતી.જો નવી શિક્ષણ નીતિ જુન-2022 નવાશૈક્ષણિક સત્રથી લાગુ પડે તો આવા બાલ મંદિર-પ્લે હાઉસનું શું થાય? શું તેનો મૃત્યુ ઘંટ વાગી જશે કે પછી તેને મંજુરીના દાયરામાં આવરી લેવાશે તે હાલનો સૌથી મોટો પ્રશ્ર્ન છે.સરકારના સમગ્ર શિક્ષા અભિયાન મિશનમાં પણ છેલ્લા ઘણા સમયથી પૂર્ણ શાળાની વાતો ચાલે છે જેમાં એક જ શાળામાં ધો. 1 થી 8 નો કે ધો. 9 થી 1ર નો પૂર્ણ અભ્યાસક્રમ બાળકોને મળી જાય જેથી બાળકનો એકવાર પ્રવેશ લીધા બાદ તે શિક્ષણ પુર્ણ કરે ત્યાં સુધી શાળા ફેરવવા ન પડે જે સારી બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.