લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ૨૧મીએ તમામ વિપક્ષી દળોની એક બેઠક નવી દિલ્હીમાં યોજાશે
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં લોકસભાની ચૂંટણી હવે લગભગ અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે હવે અંતિમ ૨ તબક્કાઓ બાકી છે ત્યારે વિપક્ષોમાં ચૂંટણી પછીની રાજકીય ગતિવિધિઓમાં સળવળાટ શરૂ થયો છે અને તમામ પક્ષો આંતરિક સહમતિની દિશામાં વિચારવા લાગ્યા છે જો ભાજપની બેઠકો ઘટે તો વિપક્ષ સત્તામાં આવે તેવા સપનાઓ વિપક્ષી નેતાઓની આંખોમાં ચમકવા લાગ્યા છે.પાંચમા તબક્કાના મતદાન પૂરું થતાંની સાથે જ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે શરૂ થયેલા મંત્રણાઓ ના દોર ને સરકાર રચવાની દિશામાં થયેલી કવાયત તરીકે ગણવામાં આવે છે.
દેશમાં આ વખતે બિન ભાજપી તમામ વિપક્ષી દળો અલગ-અલગ મંચ ઉપર આક્રમકતાથી ચૂંટણી લડ્યા હતા કેટલાક પક્ષો વચ્ચે સીધે સીધું સંકલન ન હતું પરંતુ હવે આ વિચારભેદ અને નીતિની વિભિન્નતા જનતા દૂર કરીને તમામ વિપક્ષ એક થવાની કવાયતમાં લાગી પડયા છે.વિપક્ષોને એકજૂથ કરવાની આ કવાયતમાં સંકલનનો સેતું ઉભો કરવા તમામ પક્ષોને એક જૂથ કરવા આંધ્રના મુખ્યમંત્રી અને ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુ ગઈકાલે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને આ મુદ્દે ચર્ચા કરવા મળ્યા હતા.
ચંદ્રાબાબુ નાયડુ અને રાહુલ ગાંધી વચ્ચે થયેલી મંત્રણા માટે ભાજપને રોકવા માટે ૨૨ અલગ-અલગ પક્ષોની એક બેઠકનું ૨૧મીએ આયોજન કર્યું છે ૧૯મી મે મતદાન પૂરું થશે અને આ મહાજંગનું પરિણામ ૨૩મી આવશે. રાહુલ ગાંધી અને ચંદ્રાબાબુ નાયડુની બેઠકની ફલશ્રુતિ પરિણામદાયી બને તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે આ બેઠક પછી ચંદ્રાબાબુ નાયડુએ કોલકાતામાં કોંગ્રેસ સાથે સંપર્કના પ્રયાસો ચાલુ કર્યા છે.
ચંદ્રાબાબુ નાયડુ આજે ગુરૂવારે સાંજ સુધીમાં મમતા બેનરજીને પણ મળશે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને એનડીએના રકાશ થાય તો તમામ ૨૨ વિપક્ષી દળોએ એક થઈ સરકાર રચવા થનગનવા લાગ્યા છે પરિણામ પૂર્વે ૨૧મી મે એ તમામ વિપક્ષી દળોની એક મહત્વની બેઠક નવી દિલ્હી ખાતે મળશે આ બેઠકમાં ભાજપને સત્તા પર આવતા રોકવા માટે નિર્ણાયક સાબિત થશે ચંદ્રાબાબુ નાયડુએ જોકે વડાપ્રધાનના નામ અંગે કોઈ ફોટો પાડ્યો ન હતો અને જણાવ્યું હતું કે આવી વાતો સમય પહેલાં કરવી ઉચિત નથી તેની સામે ટીઆરએસના કે ચંદ્રશેખર રાવ કેરલના મુખ્યમંત્રી પી.વિજયન વચ્ચે પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
ભાજપની આ વખતે ઓછી બેઠકો મળે તો સત્તા માટે થનગનવા લાગતા વિપક્ષ તમામ સાથી પક્ષો અને એક જૂથ કરવામાં લાગી ગયું છે અને તમામ મોટા નેતા એકબીજાના સમર્થનના દાણા દબાવવામાં લાગી પડ્યા છે. વિપક્ષ સત્તા મેળવવાના સપના જુએ છે તેમાં કંઈ વાંધો નથી પરંતુ ચૂંટણીનો પ્રથમ તબક્કો શરૂ થયો ત્યારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા તમામ ક્ષેત્રો પર દેખાઈ રહ્યો હોવાના અહેવાલો વચ્ચે વિપક્ષ સત્તા મેળવવા માટે આશાવાદી છે ત્યારે કોની આશા ફરે છે તે જોવાનું રહ્યું.