કોંગ્રેસને નુકશાની પહોચે તેવા નિવેદન હાર્દિક પટેલ છાશવારે મીડિયા સમક્ષ આપે છે, પરંતુ પોતાને શું વાંધો છે તેની ચોખવટ હાઈકમાન્ડ સમક્ષ કરતા નથી: પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જેવો કદાવર હોદો ધરાવતા હોવા છતાં હાર્દિક પટેલનો હાલ કોંગ્રેસમાં કોઈ ભાવ પણ પૂછતું નથી. પક્ષમાં સતત થઈ રહેલી અવગણનાથી કંટાળી હાર્દિક હવે રિતસર છૂટપીટ પર ઉતરી આવ્યા છે જે રિતે મોટા ઘરની વહુ મોટા ખોરડાના વગોવણા ગામમાં થઈને કરે તે રીતે હાર્દિક પણ કોંગ્રેસના આંતરીક કકળાટની વાતો ગામ સમક્ષ કરી રહ્યો છે.
ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એવું નિવેદન આપ્યું હતુ કે, હાર્દિકને શું વાંધો છે તે અમને કહેતો ખબર પડે અને તેનો રસ્તો નિકળે ગામમાં જોર જોરથી બોલવાથી કોઈ રસ્તો નીકળવાનો નથી.
પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે હાર્દિક મીડિયામાં પાર્ટી વિરોધી નિવેદનો આપી રહ્યો છે પરંતુ તે પાર્ટી સાથે તેની ફરિયાદો અંગે ચર્ચા કરવા ઉત્સુક નથી.
મતભેદો દૂર કરવા માટે હાર્દિકને ચર્ચા માટે આમંત્રણ આપવા છતાં તે મંત્રણા ટાળી રહ્યો છે.
પાર્ટીના રાજ્ય નેતૃત્વથી નારાજ, હાર્દિક ગુજરાતમાં તેની કામગીરી વિશે જાહેરમાં તેની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.
હાર્દિકે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું. મને તેમના ટ્વીટ વિશે જાણ થતાં જ મેં તેમને ફોન કર્યો અને કહ્યું, અમને તમારી ફરિયાદો વિશે મીડિયા દ્વારા જાણ થઈ. ચાલો બેસીએ અને તમને જે પણ ફરિયાદ હોય તે વિશે વાત કરીએ’,
મેં તેને ગયા અઠવાડિયે ફોન કર્યો, અને ફરી ગઈ કાલે. છેલ્લી વખતે, તેણે કહ્યું હતું કે તે તેના પિતાની પુણ્યતિથિમાં વ્યસ્ત હતો. પાછળથી, તેણે કહ્યું કે તે સુરતમાં છે, અને તે ફ્રી થતાં જ મને મળશે,” તેણે કહ્યું. સંવાદ એ મતભેદોને ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ છે; આ અમે અને હાઈકમાન્ડ માને છે,
તાજેતરમાં, હાર્દિક, જેણે તેના સમુદાય માટે નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલનની આગેવાની કરી હતી, તેણે તેની કાર્યશૈલી માટે ભાજપની પ્રશંસા સાથે જાહેરમાં ગયા. તેમણે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વની પણ ટીકા કરી હતી.
મંગળવારે તેમણે ટ્વીટ કર્યું, હું અત્યારે કોંગ્રેસમાં છું. હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે જેથી હું પાર્ટીમાં ચાલુ રહી શકું. કેટલાક એવા પણ છે જેઓ ઈચ્છે છે કે હાર્દિક કોંગ્રેસ છોડે. તેઓ મારું મનોબળ તોડવા માંગે છે.
થોડા દિવસો પહેલા, તેમણે મીડિયાને કહ્યું હતું કે, આપણે સ્વીકારવું પડશે કે ભાજપ દ્વારા લેવામાં આવેલા તાજેતરના રાજકીય નિર્ણયો દર્શાવે છે કે તેની પાસે વધુ સારી રાજકીય નિર્ણય લેવાની ક્ષમતા છે. જો કોંગ્રેસ મજબૂત બનવા માંગે છે, તો તેણે તેની નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરવો પડશે.
પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાતમાં હિરો બની ગયેલા હાર્દિક પટેલની લોકપ્રિયતાનો લાભ ખાટવા માટે કોંગ્રેસે તેને કાર્યકારી પ્રદેશ પ્રમુખ જેવો કદાવર હોદો આપી દીધો જોકે લોકસભા 2019 અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હાર્દિક નામનો સિકકો જોઈએ તેટલો ચાલ્યો નહી હવે કોંગ્રેસે તેને મહત્વ આપવાનું બંધ કરીદીધું છે. જેનાથી હાર્દિક હવે અકળાય ઉઠ્યો છે જેની સાથે ત્રાગુ જોડયું તેના જ વગોવણા શરૂ કર્યા છે કોંગ્રેસ પર પ્રહાર કરવાનો એકપણ મોકો હાર્દિક ચૂકતો નથી. હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર હવે રિતસર આમનેસામને આવી ગયા હોય તેવુંલાગી રહ્યું છે.
પોતાના સ્વભાવ મુજબ હાર્દિક કોઈને ગાંઠતો નથી.વિધાનસભાની ચૂંટણી વર્ષમા તેને કોંગ્રેસનું નાક દબાવવાનું શરૂ કર્યું છે.સામા પક્ષે કોંગ્રેસ પણ તેને મનાવવા માટે મેદાનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગામમાં વાત કરવાથી કોઈ પ્રશ્ર્ન દૂર થવાનો નથી. સાથે બેસવાનથી સમસ્યા હલ કરી શકાશે તેવુંજગદીશ ઠાકોર કરી રહ્યા છે.પરંતુ હાર્દિકે હવે કોંગ્રેસની સાથે ન બેસવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.
નરેશભાઈ પટેલની રાજકારણમાં સક્રિય થવાની ઈચ્છા બાદ કોગ્રેસ હાર્દિકના માન-પાન ઓછા કરી નાખ્યા છે. જેનાથી હાર્દિક અકળાય ગયો છે. જો નરેશભાઈ કોંગ્રેસમાં આવે તો પોતાનું રાજકારણ પૂરૂ થઈ જાય તેવું દેખાતા હવે હાર્દિક નવા વિકલ્પની શોધમાં છે. તે ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરે અથવા આપનું ઝાડુ પકડી લે તેવી વાતો પણ ચાલી રહી છે. પરંતુ જે રીતે આમંત્રણ છતા હાર્દિકના પિતાની પૂણ્યતિથિની ઉજવણીમાં સીએમ અને ભાજપ અધ્યક્ષ સામેલ ન થયા તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે હાર્દિકને સ્વિકારવા ભાજપ તૈયાર નથી.
જો લોકો વચ્ચે જઈ નારાજગી વ્યકત કરવામાં આવે તો જ કોંગ્રેસમાં પોતાનું વજન વધશે તેવું જણાતા હાર્દિક હવે છાશવારે કોંગ્રેસની ટીકા ટીપ્પણી કરવાનું શરૂ કરી દીધું છે. વિધાનસભાની ચૂંટણી વર્ષમાં સંગઠનને મજબૂત બનાવવાના બદલે કોંગ્રેસનું ઝુંપડુ તુટી રહ્યું છે. જો હાર્દિકનો ઈશ્યુ જલ્દી હલ નહી થાય તો પક્ષની પરેશાની વધશે.