સમુદ્રશાસ્ત્રમાં હથેળી પર બનેલ  રેખાઓ અને આકૃતિઓનું અધ્યયન કરવાથી વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય અંગે જાણી શકાય છે. રેખાઓથી જાણી શકાય છે કે કેટલો ધનલાભ થશે સમુદ્રશાસ્ત્ર અનુસાર હથેળી પર આવા પાંચ નિશાન છે જે તમને સંકેત આપે છે કે તમે ખુબજ ધનવાન બનશો.

હસ્તરેખા જ્યોતિષશાસ્ત્રમાં જીવન રેખા અને મસ્તિષ્ક રેખા ખુબજ મહત્વ ધરાવે છે. હથેળી પર જીવન રેખા ગોળાઈમાં હોય અને સાથે ત્રિકોણ નિશાન પણ બનેલુ હોય તો આને શુભ સંકેત માનવામાં આવે છે. આવા લોકોને અચાનક ખુબજ ધનલાભ પ્રાપ્ત થાય છે.

હથેળી પર શનિ પર્વત અને ભાગ્ય રેખા મળે તો તેને ખુબજ શુભ માનવામાં આવે છે. આવામાં જો ભાગ્ય રેખા કાંડાની પાસેથી જે સ્થાન પર મણિબંધ બનેલ હોય ત્યાં સુધી શનિ પર્વત પર જઈને મળે આવી વ્યક્તિ ખુબજ કિસ્મતવાળી હોય છે. જે પણ જગ્યાએ આ વ્યક્તિ જાય તેનું એક અલગ સ્થાન ધરાવે છે.

જો હથેળી જાડી અને પહોળી હોય તો જીવનભર અમીર બની રહે છે. તેને હંમેશા કિસ્મતનો સાથ મળે છે. વ્યક્તિના જીવનમાં એ સ્થિતિમાં સૌથી વધારે ધન અને સુખ પ્રાપ્ત થાય છે જ્યારે હથેળીમાં શનિ પર્વત પર બે રેખાઓ જોડાયેલી હોય છે.

ઉઠેલા પર્વત પર વ્યક્તિને માન સન્માન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તો શનિ પર્વત જો ઉંચાઈ પર હોય તો જીવનનું કોઈ કાર્ય અસફળ જતું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.