મુદત પહેલા એક વર્ષ અને મુદત બાદ એક વર્ષ લાયસન્સ રિન્યુ પ્રક્રિયાને ૧લી સપ્ટેમ્બરી તમામ આરટીઓ કચેરી ખાતે નવો નિયમ લાગુ કરાયો
કેન્દ્ર સરકારે લાગુ કરાયેલા મોટર વ્હીકલના નવા નિયમોને કારણે દેશભરમાં ભારે ઉહાપો મચી જવા પામ્યો છે. ફરજીયાત હેલ્મેટ, પીયુસી, લાયસન્સ સહિતના દંડમાં આકરો વધારો સરકાર દ્વારા કરવામાં આવતા અને તેનું અમલીકરણ તાત્કાલીક ધોરણે કરવામાં આવતા લોકો હેલ્મેટ ખરીદતા અને પોતાના વાહનનું પીયુસી કઢાવવાનું તથા પોતાનું લાયસન્સની મુદત છે કે પૂર્ણ યેલ છે તે અંગે સતર્ક થયા છે. સરકારના નવા નિયમો પાલન કરાવવા બાબતે તમામ પોલીસ અને આરટીઓને કડક અમલવારી માટે હુકમ કરાયા છે. ત્યારે લોકો પણ નિયમને અનુસરવા ભય સાથે તૈયારીઓ શરૂ કરી છે. લોકો પોતાના લાયસન્સની મુદત ચેક કરતા થઈ ગયા છે. જેમાં અમુક લોકોને તો લાયસન્સ એકસ્પાયર થઈ ગયું હોય તે પણ ખબર નહોતી પરંતુ સરકારે આકરા દંડની જોગવાઈઓ સાથે અમલવારી ફરજીયાત કરાતા લોકોને ખબર પડી હતી કે, પોતાનું લાયસન્સ એક્સ્પાયર થઈ ગયું છે અને રિન્યુ કરાવવાની જરૂર ઉભી થઈ છે. જેના કારણે તેઓએ આરટીઓ કચેરી ખાતે ધકકા શરૂ કરી દીધા છે. રાજકોટ શહેર કે ગુજરાત બહાર કે વિદેશમાં રહેતા અમુક લોકોના લાયસન્સ એકસ્પાયર થઈ ગયા હોય અને તેના પર ૩ થી ૫ વર્ષનો સમયગાળો વીતી ગયો હોય તેવું માલુમ પડયું હતું. નવા નિયમ પ્રમાણે ૧લી સપ્ટેમ્બરી લાગુ કરાયેલા મોટર વ્હીકલ એકટના કાયદા મુજબ જે લોકોનું લાયસન્સની મુદત પૂર્ણ થઈ હોય તેવા કેસમાં એક વર્ષ સુધીની છુટછાટ આરટીઓ કચેરી ખાતે અધિકારીઓ દ્વારા આપવામાં આવશે અને મોડુ થયા અંગે કોઈ ચાર્જ વસુલ કર્યા વગર લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયા કરી આપવામાં આવશે. જો અરજદાર પોતાની લાયસન્સની મુદત પૂર્ણ થતી હોય તે પહેલા એક વર્ષના સમયગાળા દરમિયાન વહેલા રિન્યુઅલ કરાવે તો પણ તે માન્ય ગણવામાં આવશે.
પરંતુ લાયસન્સની મુદત પૂર્ણ ઈ ગઈ હોય અને એક વર્ષનો કરતા વધુ સમયગાળો પસાર ઈ ગયો હોય દા.ત. દોઢ વર્ષ, ૨ વર્ષ કે તેથી વધારે સમય પસાર થઈ ગયો હોય તો નવા કાયદાની જોગવાઈ પ્રમાણે અરજદારે પોતાનું લાયસન્સ નવું કઢાવવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે અને નવા લાયસન્સ માટે અરજદારે જે પ્રક્રિયા ઓનલાઈન કરવાની હોય છે તે જ પ્રક્રિયા જૂનુ લાયસન્સ (મુદત પૂર્ણ થઈ ગયાના એક વર્ષ કરતા વધુ સમય બાદ) એકસ્પાયર થઈ ગયું હોય તેવા કેસમાં પણ સંપૂર્ણ નવા લાયસન્સની જેમ જ ઓનલાઈન પ્રક્રિયા કરવાની રહેશે.