ચાર વર્ષ પહેલા સિન્ડીકેટમાં ઠરાવ વગર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિએ પરીક્ષા ફીમાં વધારો કર્યો હોવાનો ‘લુલો’ બચાવ: એન.એસ.યુ.આઇ. દ્વારા લેખીત રજુઆત સાથે ચીમકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુ.જી. સેમેસ્ટર ૬ વિઘાર્થીઓને એટેકેટીના લીધે વર્ષના બગડે તેના અનુસંધાને રીમીફીયલ પરીક્ષા લેવાના ૨૦૧૭ના યુનિવર્સિટીનો વિઘાર્થી લક્ષી નિર્ણયમાં રીમીડીયલ પરીક્ષાની ફીમાં રૂ. ૫૦૦ વધારે લેવાતા હોવાનું ચાર વર્ષ બાદ ભોપાળુ છતુ થતા વિઘાર્થી જગતમાં ચારે કોર દેકારો મચ્યો છે જે તે સમયે આ નિર્ણય લેનાર યુનિવર્સિટીના કુલપતિએ સિન્ડીકેટમાં ઠરાવ કર્યા વગર નિયમ વિરૂઘ્ધ ફી વધારો કર્યા બાદ આજ દિન સુધી યુનિવર્સિટીના સતાધીશો અને તમામ સીન્ડીકેટ સભ્યો મુંગા મોઢે વિઘાર્થીઓ પાસે ખોટી ફીના ઉઘરાણા કર્યા બાદ બધા પોત પોતાના લૂલા બચાવ માટે એકબીજાને ખો આપી રહ્યા છે જે ખુબ જ નીંદનીય અને શરમજનક બાબત કહી શકાય.
વિઘાનુ મંદિર કહેવાતી આ યુનિવસિેટી જાણે રાજકીય અખાડો બની હોય તેમ અમુક સ્વાથી સતાધીશો એકબીજાને બદનામ કે જુથવાદનું શકિત પ્રદર્શનની નીતિઓ પાછળ હજારો વિઘાર્થીઓની કારકીર્દી સાથે છેડા થઇ રહ્યા છે. સાથો સાથ વિવાદોથી ધેરાયેલી યુનિવર્સિટીની છબી ખરડાય રહી છે જે શિક્ષણ જગત માટે ખુબ દુ:ખદ છે.
હાલ કોરોનાની મહામારીના કપરા સમયમાં વિઘાર્થીઓને ફીઓમાં રાહત આપવાના બદલે પરીક્ષા ફીઓના નામે પૈસા ખંખેરવાની નીતી વિઘાર્થીઓ માટે પડયા પર પાટુ સમાન છે ત્યારે આ રીમીડીયલ પરીક્ષા ફીમાં કરેલ વધારો પરત ખેંચી નિયમ મુજબ જ ફી લેવામાં આવે તેમજ છેલ્લા ચાર વર્ષથી નિયમ વિરુઘ્ધ ઉઘરાવેલી પરીક્ષા ફીઓ તમામ પરીક્ષાર્થીઓને પરત આપવાના આવે.જો આ રીમીડીયલ પરીક્ષાઓની ફીનો વધારો ચોવીસ કલાકમાં પરત ખેંચવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષ અને એન.એસ.યુ.આઇ. કુલપતિ ઘરનો ધેરાવ કરી ઉગ્રવિરોધ દર્શાવશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.