સુરેન્દ્રનગરના ખેડુતે કપાસનો પાક નિષ્ફળ ગયાના દાવા સાથે કરેલી વળતરની માંગ વિમા કંપનીએ કરી નામંજૂર
પ્રધાનમંત્રી વિમાફસલ યોજના મુજબ પાક નુકશાનીની રકમ મેળવવા માટે હળવદના ઘનશ્યામ જેઠા પટેલ દિનેશભાઈ દલાડી સાથે 21 ખેડુતોએ કરેલી અરજી રદ કરી ગ્રાહક સુરક્ષા કમિશને સુરેન્દ્રનગર એસબીઆઈ જનરલ ઈન્સ્યુરન્સ તરફ ચુકાદા આપી ખેડુતોને વિમો ન મળે તેવું ઠેરવ્યું હતુ આ કેસની વિગત મુજબ
સુરેન્દ્રનગરના ફરીયાદી જયેશ પટેલ ધનશ્યામભાઈ જેઠાભાઈ , દલવાડી દિનેશભાઈ ભગવાનજીભાઈ , તા.હળવદ , જી.મોરબી અને અન્ય 21 ખેડૂતોએ પોતાની જમીનમા બીટા કપાસના વાવેતર માટે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નીચે પંજાબ નેશનલ બેન્ક , સુરેન્દ્રનગર પાસેથી ધિરાણ મેળવી અને પાકના વાવેતર માટે ઉપરોકત સ્કીમ મુજબ એસ.બી.આઈ.જનરલ ઈન્સ્યુરન્સ કંપની મારફત ઈરીગેટેડ કોટન પાકનો વિમો લીધેલ . પરંતુ 2017-18 ની સીઝનમા જીલ્લામા પુરતો વરસાદ ન પડતા પોતાનો પાક નિષ્ફળ ગયેલ , અને પાક વિમાની નુકશાની માટે , તલાટીના દાખલાઓ , તથા 7/12 અને 8 – અ અને હકક પત્રક રજૂ કરી નુકશાનીની લાખો રૂપિયાની રકમ તેમજ વ્યાજ અને ખર્ચ સહીતની માગણીઓ કરેલી .
એસ.બી.આઈ.જનરલ ઈન્સ્યુરન્સ કંપની વતી વિમા કંપનીના એડવોકેટ પી.આર.દેસાઈએ દલીલ કરી રજુઆત કરેલ કે , આ કામમા સરકારની એગ્રીકલ્ચર કમીટી તરફથી એકચ્યુલ ઈલ્ડ તથા થ્રેસહોલ્ડ ઈલ્ડ ( એ.વાય . અને ટી.વાય . ) ના આંકડાઓ જાહેર કરવામાં આવેલ છે , અને આંકડાઓ મુજબ એ.વાય . , ટી.વાય . કરતા વધારે હોય , આ કામમા પાક વિમાનું વળતર ચુકવવાની જવાબદારી વિમા કંપનીની ઉપસ્થિત થતી નથી , અને ખરી હકીકતે આંકડાઓની ગણતરી ફોરમ્યલા મજબ ગણતા તે માઈનસમા આવે છે . એસ.બી.આઈ. ઈન્સ્યુરન્સ કંપની વતી કંપનીના ઓફીસરોએ એફીડેવીટ આ કામમા રજુ કરેલી , અને થ્રેસહોલ્ડ ઈલ્ડ – એકચયલ ઈલ્ડ સ સમ ઈન્સ્યોર્ડ ભાગ્યા થ્રેસહોલ્ડ ઈલ્ડ મજબ ગણતરી કરતા સદરહુ ગણતરી ફોર્મયલા મુજબ માઈનસમા આવે છે , આથી પાક વળતર ચુકવવાની જવાબદારી ઉપસ્થિત થતી નથી .
આ કામમા ચુકાદો આપતા ગ્રાહક તકરાર કમીશન , સુરેન્દ્રનગરના પ્રમુખ કુ.એ.પી.કંસારા , મેમ્બર કુ.એ.સી.પંડયા ની બેન્ચે એસ.બી.આઈ.જનરલ ઈન્સ્યુરન્સ કંપનીની તરફેણમાં આપેલ વિસ્તૃત ચુકાદામા ઠરાવેલ છે કે , ફરીયાદીની રજુઆત કે 100 % નુકશાન થયેલ છે , માટે વળતર આપવુ જોઈએ , તે રજુઆત સ્વીકારી શકાય નહી કારણ કે સરકારી આંકડા મુજબ 100 % નુકશાની સાબીત થતી નથી , વેધર બ્યુરોના રીપોર્ટ અને મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટના રીપોર્ટ રજુ કરીને પણ વરસાદ અંગેની વિગતો દર્શાવવામા આવેલ નથી , આ સંજોગોમા સરકારે નિયત કરેલ આંકડાઓ ન માનવાને કોઈ કારણ નથી . આ રીતે કુલ 23 ફરીયાદીની ફરીયાદ રદ કરતો હુકમ કરેલ છે .