એડન સબમર્શીબલ પંપના એમ.ડી. દિનેશભાઈ સિદપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલના સમયમાં તેઓનાં પ્રોડકશન અને માણસોને ઘણી તકલીફો થવા પામી છે. ખાસ તો ૫૦ ટકા સ્ટાફ સાથે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં કારીગરો માટે જેટલો કાચોમાલ છે. તેમાંથી જે ઉત્પાદન પ્રક્રિયા શરૂ  રાખવામાં આવી છે. આ ઉપરાંત તેમની પ્રોડકટ ખેતીવાળી માટે ઉપયોગી છે. જેથી હાલમાં ખેતીવાડી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા લોકો રિપેરીંગ માટે આવે છે. તેઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. હવે સરકાર લોન, સી.સી.માં રાહત આપે તેવી આશા સેવી રહ્યા છીએ. આગામી દિવસોમાં સરકાર સહાય નહિ કરે તો નાના ઉદ્યોગોને વધારે મુશ્કેલી પડશે.

010 2

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.