બેરોજગારોને આકર્ષવા કોંગ્રેસનું વધુ એક વચન

મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા અન્યાયની સામે કોંગ્રેસે ‘ન્યાય’  યોજનાને લાગુ કરશે

સીતાપુરમાં લોકસભા ચુંટણીનાં પ્રચાર-પ્રસાર અર્થે પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક વખત ભારતનાં લોકોને ભ્રામક વચનો આપતા જણાવ્યું કે, જો કોંગ્રેસ સતા પર આવશે તો યુવાનો દ્વારા જે સરકારી નોકરી માટે પરીક્ષા ફી ભરવી પડે છે તેનાં પરથી મુકિત આપવામાં આવશે. ન્યાય યોજનાની જેમ ફરી એક વખત કોંગ્રેસ દ્વારા ભ્રામક વચનો આપવામાં આવી રહ્યા છે ત્યારે લોકો પણ તેમના જુઠ્ઠા વાયદાઓને પણ જાણી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

રાહુલ ગાંધીએ સીતાપુર બેઠક પર ચુંટણી પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, યુવા વર્ગ માટે સરકારી નોકરી માટેની ફી ભરવાનો મુદ્દો ખુબ જ મહત્વનો છે અને જો પ્રજા કોંગ્રેસને ચુંટી સતા પર મુકવામાં મદદ કરશે તો કોંગ્રસ પક્ષ સરકારી પરીક્ષા ફીને નાબુદ કરશે અને યુવાઓને સરળતા પણ પુરી પાડશે.

વધુમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પેટ્રોલનાં ભાવોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે યુપીએ સરકાર વખતે પ્રતિ બેરલનો ભાવ ૧૪૦ ડોલર રૂપિયા હતો જે હવે માત્ર ૭૦ ડોલર જ કરવામાં આવ્યો છે.

વધુમાં નરેન્દ્ર મોદીને ચોકીદાર તરીકે સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, મોદી હર વખતે કહેતાં હોય છે કે તેઓ ફુગાવાને કાબુમાં રાખશે ત્યારે પેટ્રોલનાં ભાવોમાં દિન-પ્રતિદિન વધારા થતા ફુગાવામાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોદીનાં ગણતરીનાં માત્ર ૧૫ લોકોને આ તમામ મુદાઓનો લાભ મળે છે. જયારે ભારતનાં નાગરીકો પૂર્ણત: ગરીબી રેખા પર આવી પહોંચશે.

ન્યાય યોજના વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ૭૨ હજાર રૂપિયા જે ભારતનાં ૫ કરોડ યુવાઓને આપવાની વાત કરી હતી તે સીધા જ તેમના બેંક ખાતામાં જમા થઈ જશે. જયારે ૨૫ કરોડ લોકો ખાતામાં રૂપિયા આવતાની સાથે જ કપડા, મોબાઈલ સહિતની અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરશે. સાથોસાથ ખાતામાં રૂપિયા જમા થવાથી જે ઈચ્છા યુવાનોની હોય તે પણ પુરી થશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ન્યાય યોજના ભારતની અર્થનીતિમાં ઈંધણનું કામ કરશે. નરેન્દ્ર મોદીએ તેના પાંચ વર્ષનાં કાર્યકાળમાં લોકો સાથે અનેકવિધ પ્રકારે છેતરપિંડી કરી છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા યોજનાને ન્યાય નામ આપવામાં આવ્યું છે અને પાંચ વર્ષ દરમિયાન થયેલી છેતરપિંડીની સરખામણીમાં કોંગ્રેસ ૧૦ વર્ષ સુધી લોકોને ન્યાય આપશે. વધુમાં તેઓએ ભ્રામક વચનો આપતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ પક્ષ સતામાં આવશે તો બજેટમાં ખેડુતો માટેની એક અલગ જ જોગવાઈ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.