સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસીક ચુકાદો આપતા કહ્યું હતું કે, શારીરિક ખોડ-ખાપણવાળી વ્યક્તિને પણ સમાન અધિકારો મળવા જોઈએ. ફક્ત શારીરિક ખોડ-ખાપણના આધારે તેમની સો અસમાનતા ન વી જોઇએ. શારીરિક ખોડખાપણ વાળી વ્યક્તિને પણ સન્માન સો જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું હતું કે, ફક્ત શારીરિક ખોડખાપણ ને કારણે ન્યાયાધીશને ન્યાય તોળતાં રોકી શકાય નહીં.
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુંડની ખંડપીઠનો ઐતિહાસિક નિર્ણય
સુપ્રીમની ડી.વાય. ચંદ્રચુડ, ઇન્દિરા બેનરજી અને સંજીવ ખન્નાની ખંડપીઠે વર્ષ ૨૦૧૯ માં બે જજોની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલા ચુકાદા ને રદ કરતા કહ્યું હતું કે, ફક્ત શારીરિક ખામીને કારણે કોઇ લાયકાતવાળી વ્યક્તિની ન્યાયાધીશ તરીકે વરણી ન કરવી તે બિલકુલ ખોટી બાબત છે. સાોસા ખંડપીઠે નોંધ્યું હતું કે, શારીરિક ડીસએબીલીટી ધરાવતા વ્યક્તિને શક્ય હોય તેટલા તમામ ટેકનોલોજીની મદદ આપી ન્યાયાધીશ બનવા માટે લાયક બનાવવા જોઈએ તેમજ તેમને સમાનતાનો અધિકાર આપવો જોઈએ. નોંધનીય છે કે, સુપ્રીમની વર્ષ ૨૦૧૯ની જજોની ખંડપીઠે કહ્યું હતું, કે ૪૦ી ૫૦ટકા જોવાની અવા સાંભળવાની શક્તિ નહીં ધરાવતા વ્યક્તિની ન્યાયાધીશ તરીકે વરણી ન કરી શકાય. ઉલ્લેખનીય બાબત એ છે કે, તમિલનાડુના એક શારીરિક ખામી ધરાવતા વ્યક્તિની સિવિલ જજ તરીકે વરણી કરવી કે કેમ તે અંગે ખંડપીઠે સુનાવણી હા ધરી હતી.
સુપ્રીમે યુ.એન.ના રિપોર્ટને લીધો ધ્યાને
શારીરિક ખામીઓી પીડાતા વ્યક્તિ અંગે યુનાઇટેડ નેશન્સ કમિટી ના રિપોર્ટને ધ્યાને લેતાં સુપ્રીમની ખંડપીઠે કહ્યું હતું કે, દેશના તમામ નાગરિકોને સામાન્ય જીવન પસાર કરવાનો અધિકાર છે પછી તે વ્યક્તિ કોઈપણ પ્રકારની સમસ્યાી પીડાતો હોય તે બાબત ગૌણ છે. શારીરિક અવા માનસિક રીતે અસ્વસ્ વ્યક્તિઓને પણ સમાનતાી જીવવાનો અધિકાર છે પરંતુ દુર્ભાગ્યવશ આ પ્રકારના લોકોએ હંમેશા સમાનતાના અધિકાર માટે સંઘર્ષ કરવો પડતો રહ્યો છે. આપણી અને સમાજની જવાબદારી છે કે દિવ્યાંગોને સમાનતાનો અધિકાર મળી રહે.
લાયકાત ધરાવતી વ્યક્તિ માટે શારીરિક સમસ્યાઓ બાધ સર્જી શકે નહીં : સુપ્રીમ
સુપ્રીમે મામલામાં ૬૨ પાનાનો નિર્ણય આપતા કહ્યું હતું કે, શારીરિક રીતે અસ્વસ્ હોય તેવા લોકોની લાયકાત ઉપર શંકા ઉપજાવી શકાય નહીં. શારીરિક અસ્વસ્ વ્યક્તિને જરૂરિયાત મુજબ માર્ગદર્શન અને સવલત આપવાી તે પણ અન્ય લોકો માફક રોજિંદુ જીવન જીવી શકે છે. ત્યારે શારીરિક સમસ્યાી પીડાતી વ્યક્તિને પણ જો તમામ પ્રકારની સવલતો અને માર્ગદર્શન આપવામાં આવે તો તે પણ એક સામાન્ય ન્યાયાધીશની માફક બખૂબી ન્યાય તોળી શકવા સક્ષમ હોય શકે છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે, રાઇટ્સ ઓફ પીપલ વિ ડિસએબીલીટી એક્ટ,૨૦૧૬ મુજબ શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યક્તિને તમામ પ્રકારની મદદ અને માર્ગદર્શન આપવા જરૂરી છે જેી તેઓ પણ એક સામાન્ય જીવન જીવી શકે.