મહામારી બાદ આર્થિક ગતિવિધિ તેજ બનાવવા માટે રાહત પેકેજ તેમજ કલ્યાણકારી યોજના માટે ફાળવાયેલી રકમ એકંદર નક્કર પરિણામો લઈ આવશે

ગયા અઠવાડિયે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2021-22માં વિકાસની સાથે સાથે રાજકોષીય ખાદ્યની ટકાવારી 6.8 રાખવાનું સુચવવામાં આવ્યું છે. વળી આ લક્ષ્ય સતતપણે સામે રાખવામાં આવશે. દેશના વિકાસદરની વૃદ્ધિમાં 14.4 ટકાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમાં પણ રાજકોષીય ખાદ્યને ધ્યાને રાખવામાં આવશે. કોરોનાની થપાટથી અર્થતંત્ર ધીમુ પડી ગયું હતું તે ફરીથી ધમધમવા લાગ્યું છે ત્યારે ભારતમાં હવે ભાગ્યે જ રાજકોષીય ખાદ્ય જેવા નકારાત્મક પરિણામો અર્થતંત્રને અસર કરશે.

ભારતની રાજકોષીય ખાદ્ય 4.6 થી 2021-22 સુધીમાં રાષ્ટ્રીય વૃદ્ધિ દરના 9.5 ટકાના લક્ષ્યમાં રાજકોષીય ખાદ્યનું પરિમાણ નજર અંદાજ નહીં કરી શકાય.

દેવું કરીને ઘી પીવું કે પછેડી હોય તેટલી જ સોડ જેવી ગુજરાતી કહેવતોમાં નાણાકીય ખાધને લઈ ઉંડુ રહસ્ય

ભારતની રાજકોષીય ખાદ્યની શકયતા અને ખાસ કરીને 2013થી બજેટની સંતુલીત પરિસ્થિતિ જાળવી રાખવા માટે 3.5 ટકાની સરેરાશ રાજકોષીય ખાદ્યની હિમાયત કરવામાં આવી રહી છે. 12 ટકા જેટલી ત્તઅદ્ધિ દરમાં પણ રાજકોષીય ખાદ્ય ધ્યાને લેવાશે.

રાજકોષીય ખાદ્યની નકારાત્મક અસર ધ્યાને લેવાય છે. પરંતુ ભારતનું અર્થતંત્ર વૃધ્ધિદર અને બજેટમાં રાજકોષીય ખાદ્યની સકારાત્મક બાજુઓ જોવામાં આવી રહી છે. ભારત પણ જી-20ની જેમ અમેરિકા, જાપાન, બ્રિટન અને બ્રાઝીલના ઔદ્યોગીક વિકસીત વૃદ્ધિ દર ધરાવતા દેશોમાં રાજકોષીય ખાદ્ય સકારાત્મક પરિણામો આપે છે. ખાનગી રોકાણ, ખર્ચ અને જાહેર સાહસોનું તંદુરસ્ત માળખુ અર્થતંત્ર માટે આશાવાદી.

અર્થતંત્ર અને વિકાસના પુનોસ્થાન માટે વધારાના કરજ અને આયોજન બદ્ધ નાણાની વ્યવસ્થા વિકાસ માટે મહત્વરૂપ બની રહેશે. ઔદ્યોગીક ખર્ચ અને ખાસ કરીને કર્મચારીઓના પગારમાં વધારો અને વધારાના નાણાની હાથ છુટથી કર્મચારીઓનું જીવન ધોરણ સુધરે છે.

એવો ખર્ચ કે જે લાંબાગાળે આવક રળતું મુડી રોકાણ બને તેના પર ધ્યાન કેન્દ્રીત

બાળકોને સારૂ શિક્ષણ મળે છે અને પોતાની આર્થિક તાણ ખેંચની ચિંતા વગર પોતાનું કામ કરી શકવાની ક્ષમતાથી અર્થતંત્રને ફાયદો થાય છે. ભારતનું આર્થિક વૃદ્ધિ દરમાં 6.8 ટકાની રાજકોષીય ખાદ્ય આવતા વર્ષે વધી 9.8 ટકા થશે તેમ છતાં તેના સકારાત્મક પરિણામોના કારણે રાજકોષીય ખાદ્ય પણ ફાયદાનું કારણ બનશે.

આંતર માળખાકીય સુવિધામાં સુધાર અને આર્થિક તંગીને દુર કરવા માટે લેવામાં આવેલા પગલાઓથી અર્થ વ્યવસ્થા પર ભારણ આવશે પરંતુ ખાનગી ક્ષેત્રના માધ્યમથી થયેલા ખર્ચાઓનું નિયમન કરવું અને તેનાથી વૃદ્ધિ દરમાં ફાયદો થશે. દા.ત. કાયદાકીય અને આર્થિક રીતે આંતર માળખાકીય સુધારા માટે રોકાણ કરવા માટે તક વ્યાજ દરમાં વધારો થવાથી ઓછા જોખમો સાથે વેપાર વધશે. ભારતીય ન્યાય તંત્રમાં આર્થિક વ્યવહારો સંતુલન રાખવા માટે અને ખાસ કરીને ફસાયેલા પૈસા પરત કરવા માટે વ્યવસ્થિત કાયદાકીય સુવિધાઓ ઉભી થઈ રહી છે. આર્થિક વિકાસની સાથે સાથે ન્યાયીક પ્રક્રિયાનું સુદ્રઢિકરણ આર્થિક, રાજકોષીય ખાદ્યનું નકારાત્મક પરિબળ દેશના અર્થતંત્ર માટે ફાયદારૂપ બની શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.