સરકારી કોટમાં એડમિશન લેનારા વિધ્યાર્થીનો મળશે લાભ
વિકાસની ગાતીને વેગ આપવા માટે દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થી આગળ વધે અને શ્રેષ્ઠ સિક્ષણ મેળવે એ હેતુથી સરકાર શિષ્યવૃતિ આપે છે. અને દરેક વિદ્યાર્થી તેનો લાભ લઈ શકે એટ્લે તેમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર હવે અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને વધારાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની નવીન ગાઈડલાઈનમાં સૂચવેલ ટોચ મર્યાદાથી વધુ રકમની શિષ્યવૃત્તિની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજયના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની રકમનું ચૂકવણું કરવા માટે થયેલી નવી જોગવાઇઓ મુજબ હવે, અગાઉના શૈક્ષણિક વર્ષમાં એડમિશન લીધુ હોય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી હોય તેઓને ચાલુ વર્ષે તેમજ હવે પછીના વર્ષોમાં શિષ્યવૃત્તિ મંજૂર થયા પ્રમાણે આપવાની રહેશે.
આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. અંતર્ગત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (FRC)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી ૬ લાખ રૂપિયાની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં ફી ૬ લાખ રૂપિયા કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે
કેન્દ્ર સરકારની એક એપ્રિલ 2022 થી અમલમાં આવેલી ગાઇડલાઈન અનુસાર માન્યતા પ્રાપ્ત કરેલી હોય એવી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમ.બી.બી.એસ./એમ.એસ./એમ.ડી.ના અભ્યાસક્રમો માટે વાર્ષિક ૬ લાખ રૂપિયા તેમજ એન્જિનિયરીંગના અભ્યાસક્રમો માટે વાર્ષિક ૨.૫૦ લાખ રૂપિયા અને અન્ય અભ્યાસક્રમો માટે વાર્ષિક ૧ લાખ રૂપિયાની રકમની ટોચ મર્યાદામાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવાની જોગવાઈ દાખલ કરેલ છે.