આવતીકાલથી ત્રીજી ટેસ્ટ : સિરીઝ કોણ જીતશે ?
ત્રીજા ટેસ્ટમાં વિરાટનું કમબેક જરૂરી! : રહાણે-પૂજારાની જવાબદારી વધશે
અબતક, કેપટાઉન
આવતીકાલથી ત્રીજો અને સિરીઝનો છેલ્લો ટેસ્ટ મેચ કેપટાઉન ખાતે રમવા જઈ રહ્યો છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેસ્ટ સીરીઝ કોણ જીતશે ? જોની સ્વર્ગમાં આફ્રિકાનું નસીબ પરિક્ષા તા તે ટેસ્ટ સીરીઝ માં સરસાઇ મેળવી હતી અને સીરીઝ ઇકવલ કરી હતી. અત્યારે શું આવતીકાલથી શરૂ થતા ત્રીજા ટેસ્ટ મેચમાં ભારતનું નસીબ પલટાસે કે કેમ? . ભારતે આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ જીતવી હોય તો તેને ત્રિજો ટેસ્ટ મેચ જીતવો ખૂબ જ જરૂરી છે ત્યારે વિરાટ કોહલીનું પાછું આવું પણ એટલું જ મહત્વનું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં અને બીજા ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ રહેલા પૂજારા અને રહાણે પણ પોતાની જવાબદારી વિશેષરૂપથી સંભાળવી પડશે જો આ કરવામાં ભારતીય બેટ્સમેનો સફળ થાય તો ટેસ્ટ મેચ તેઓ જીતી શકે છે એટલું જ નહીં સામે બોલરોની જવાબદારી ખૂબ વધશે. આવતી કાલથી શરૂ થતી બીજી ટેસ્ટ બંને ટીમો માટે નિર્ણાયક બની રહેશે ત્યારે વિરાટ કોહલી કે જે બીજી ટેસ્ટમાં પીઠની ઇજાના કારણે રમી શક્યો ન હતો તે પણ પ્રેક્ટિસ માં જોડાયો હતો. હાલ સૌથી મોટી વાત તો એ છે કે ભારતે સિરિઝ જીતવા માટે ત્રીજા ટેસ્ટમાં પહેલેથી જ આફ્રિકા ઉપર પકડ બનાવી પડશે. આવે છે અપેક્ષા ન હતી તે મેચમાં આફ્રિકાએ વિજય મેળવ્યો હતો ત્યારે ટીમનો આત્મવિશ્વાસ પણ ઉચ્સ્તર પર જોવા મળશે. સાથોસાથ જે રીતે આફ્રિકાના સુકાની એલગરે પોતાના બેટિંગ પ્રદર્શનથી ટીમને વિજય અપાવવામાં સહભાગી થયો હતો ત્યારે તેના પર ટીમની નિર્ભરતા પણ એટલાજ અંશે વધી છે. આ તકે ભારત માટે સૌથી મોટો ચિંતાનો વિષય આફ્રિકન સુકાની એલગર જ છે. ભારતીય બોલેરો તેને ઝડપથી આઉટ કરશે તો આફ્રિકા પર તેમનું પ્રભુત્વ વધુ જોવા મળશે. રીતે ભારત માટે ડાર્ક હોર્સ સાબિત થયેલા શાર્દુલ ઠાકુર નું મહત્વ પણ ખૂબજ છે. ત્યારે તેને તેના બેટિંગ અને બોલિંગમાં પ્રદર્શનથી વિરોધીઓને બે ફૂટ ઉપર ધકેલવા એટલા જ જરૂરી છે.