લખતર બંધના એલાનને સફળતા: તંત્રમાં દોડધામ
સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકાઓ ને અસર ગ્રસ્ત વિસ્તારમાં મા સરકાર દવારા આવરી લેવામાં આવ્યા છે છતાં હજુ સુધી કોઈ પણ પ્રકાર ના લાભો હજુ સુધી સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને મળ્યા નથી.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર ના ખેડૂતો ને કેનાલો મા પાણી સરકાર દ્વારા આપવા મા આવી રહ્યુ હતુ ત્યારે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર મા નર્મદા વિભાગ દ્વારા ખેડૂતો દવારા કેનાલ માંથી પાણી લેવા મૂકવા મા આવેલી લાઇન તોડી નાખવા મા આવી હતી.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર ના ખેડૂતો દવારા લખતર મામલતદાર શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ ખેડૂતો દવારા આજે લખતર બંધ નું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતો ના મોલ પાણી વગર હાલ સુકાઈ રહા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર ના ખેડૂતો ને રતા પાણીએ રોવાનો વારો આવ્યો છે
ત્યારે આજે સમગ્ર લખતર ને ખેડૂતો દવારા બંધ નું એલાન આપવામાં આવ્યું છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર ના ખેડૂતો દવારા મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો આત્મ વિલોપન ની ચીમકી ખેડૂતો દવારા ઉચ્ચારવામાં આવી હતી
ત્યારે સમયે ખેડૂતો ના રવી પાક નિષ્ફળ જવા ની વીતી ના કારણે આજે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન કરી નર્મદા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો આગામી દિવસોમાં પાણી નહિ મળે તો તમામ લખતર તાલુકાના ખેડૂતો આત્મ વિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.