ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.ના નવનિર્મિત ગ્રીન બિલ્ડીંગનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂ. પાંચ હજાર કરોડની ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી રાજ્ય સરકાર ખેડૂતોની હામી બની છે: મુખ્યમંત્રી

રૂ.૩૪ કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ધી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લિ.ના નવનિર્મિત રજીસ્ટર્ડ ગ્રીન બિલ્ડીગનું આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સહકારી વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસર છે. છેવાડાના ગરીબ માનવીના કલ્યાણમાં સહકારીઓ સંસ્થાઓનું આગવું પ્રદાન રહ્યું છે,જે સુરતની ધી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લિ. સંસ્થાએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે.

ખેડૂતોના હિતને ધ્યાને લઇ સરકારે ખેડૂતોની અલગ-અલગ ઉપજની રૂ. પાંચ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી કરી છે. આગામી પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની કરવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે.ગુજરાતના ખેડૂતને પૂરતા પ્રમાણમાં વિજળી અને પાણી મળે તો દૂનિયાની ભૂખ ભાંગવાની તેનામાં તાકાત છે તેમ જણાવી આ દિશામાં સરકાર નક્કર પગલા લઇ આગળ વધી રહી છે. પાણી પારસમણી છે તેનો વેડફાટ ન થાય તે માટે લોકજાગૃતિ લાવવા આગામી મેં માસમાં સમગ્ર રાજ્યમાં પાણી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પાણીના સંગ્રહની કેપેસીટી વધારવા લોક સહકારની ભાવના કેળવાય તે માટે પાણી બચાવવા માટે વ્યાપક  અભિયાન હાથ ધરાનાર છે.  પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઈ-બેન્કિંગ, નેટ કનેક્ટીવીટીથી સજ્જ મોબાઈલ બેન્કિંગ સુવિધાનું લોન્ચિંગ કર્યું હતું. બેન્કના પ્રાંગણમાં બેન્કના સ્થાપક શ્રી પ્રમોદભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ધી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક તથા સુમુલ ડેરી પરિવારના પદાધિકારીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.