યુરોપની પાર્લામેન્ટે નવા કોપીરાઈટ નિયમો અંતર્ગત ગુગલ ન્યુઝની લીંક પર ટેકસ લગાડવાને લઈ ગુગલ પોતાની ન્યુઝ સર્વિસ બંધ કરી શકે છે

સર્ચ એન્જિન ગુગલે આ વર્ષે મોબાઈલ, ગુગલ-પે સર્વિસ, ઈન્ટરનેટ બેન્કિંગ અને ગુગલ ન્યુઝની શરૂઆત કરી હતી ત્યારે ગુગલ ન્યુઝની સર્વિસને યુરોપીય દેશોમાં ટકી રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. ૧૨મી સપ્ટેમ્બરે યુરોપની સંસદે નવા કોપીરાઈટ નિયમની જાહેરાત કરી હતી.

જેના મુજબ ટેકનીકલ જાયન્ટ સોશ્યલ મીડિયાએ તેના આર્ટિસ્ટો, પત્રકારો તેમજ ન્યુઝ લીંક પર ટેકસ ચૂકવવાનો રહેશે તેવી જાહેરાત કરી હતી. આ સહિત લોકલ સમાચારો માટે પણ ગુગલ જેવી ન્યુઝ કંપનીઓ માટે ટેકસ ચૂકવવાનું ભારણ વધતા ગુગલ યુરોપીય દેશોમાં તેની ન્યુઝ સર્વિસ પર તાળા લગાવી શકે છે.

સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ ન્યુઝના વલણને કારણે ન્યુઝ પબ્લિશરોને ટકી રહેવામાં મુશ્કેલી થઈ રહી છે જેને કારણે યુરોપની સંસદે આ નિર્ણય લીધો હતો કે, સોશ્યલ મીડિયા કંપનીઓએ પણ પત્રકારોને તેના સમાચાર તેમજ ન્યુઝ લીંક શેર કરવા બદલ વળતર ચૂકવવાનું રહેશે. જો કે ગુગલ લીંક પર ટેકસનું ભારણ લગાડવાનું પ્રથમવાર બન્યુ નથી, આ પહેલા પણ ૨૦૧૪માં સ્પેન સરકારે ગુગલની લીંક શેર કરવા પર ટેકસની માંગ કરી હતી.

ત્યારે ગુગલે સ્પેનીશ યુઝરો માટે ગુગલ ન્યુઝની સર્વિસ બંધ કરી હતી. ગુગલ ન્યુઝ ડાયરેકટ પ્રોફીટ બનાવતું બિઝનેશ નથી છતાં કંપનીની વેબસાઈટ પર વધુ પડતો સમય ગુગલ ન્યુઝ માટે બનાવવામાં આવે છે. સર્ચ એન્જિનની વી.પી.રીચાર્ડ ગીગરસે જણાવ્યું હતું કે, ગુગલ તેની સર્વિસ ગુગલ ન્યુઝ પર કોઈ પ્રકારની જાહેરાતો મુકતુ નથી અને ગુગલ ન્યુઝ સર્વિસની ખાસ કોઈ આવક નથી માટે જો યુરોપીયન યુનિયન ગુગલ ન્યુઝની લીંક પર ટેકસ લગાવશે તો યુરોપમાં ગુગલ સમાચારની સુવિધા રદ્દ કરવામાં આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.