રાજુલા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તાર પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા કરવામાં આવી રહેલ ઉપવાસ આંદોલન ત્રીજા દિવસે પણ ચાલુ. ત્રીજો દિવસે બાળકો મહિલા સહિતના લોકો ઉપવાસ છાવણીમાં બેસયા હતા. લોકો પોતાની આજીવિકા રોજી-રોટી છોડી જીએચસીએલ કંપની તથા માથાભારે ભુમાફીયા વિરુઘ્ધ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.
લોકોની માંગણી છે કે જીએચસીએલ કંપની તથા ભુમાફીયા દ્વારા કબજો જમાવી બેઠા છે તે ખાલી કરવામાં આવે અને મજુર વર્ગને રોજીરોટી આપવામાં આવે તેમજ પીપાવાવ ધામ ગ્રામ પંચાયત એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે આગામી તા.૩૦/૪/૨૦૧૮ સુધી ગામ લોકોને માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તા.૧/૫/૨૦૧૮થી પીપાવાવ ધામ પ્રાથમિક શાળાની તાળાબંધી કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા મળતી સરકારની સવલતોનો ત્યાગકરવામાં આવશે.
આ ઉપવાસ આંદોલનની છાવણીની મુલાકાત રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ પટેલ, રાજુલા સરપંચ એસોસીએશનના પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, જન અધિકાર પંચના પ્રમુખ પ્રવિણભાઈ રામ તેમજ હિંડોરણા તથા કુંડલિયાળાના સરપંચે હાજરી આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com