હાલમાં બીડના એક બાળકને ૧૮૦/૧૦૦ જેટલું બ્લડ-પ્રેશર હતું અને ટેસ્ટ કરાવી તો ખબર પડી કે તેના હાર્ટમાં જન્મજાત પ્રોબ્લેમ છે, જેને મુંબઈમાં સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો. મહત્વનું એ છે કે તેની હાઈ બ્લડ-પ્રેશરની તકલીફને જો અવગણવામાં આવી હોત તો આ બાળકને કદાચ બચાવી શકાયું ન હોત. આજે જાણીએ આ કેસ વિશે અને જન્મજાત હાર્ટની તકલીફો વિશે
વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર દુનિયામાં દર સો બાળકોએ એક બાળકને જન્મજાત હાર્ટ-પ્રોબ્લેમ હોય છે. પરંતુ જરૂરી ની આ દરેક બાળકનો હાર્ટ-પ્રોબ્લેમ જન્મતાંની સો જ સામે આવે. ખાસ કરીને ત્યારે જ્યારે એ બાળક મહારાષ્ટ્રના બીડ જેવા નાનકડા જિલ્લામાંી હોય જ્યાં મોટી હોસ્પિટલ્સ અને એની પૂરતી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય. બીડમાં હાર્ટ-પ્રોબ્લેમ સો જન્મેલું એક બાળક નિદાન વગર ૧૧ વર્ષ સુધી વ્યવસ્તિ મોટું ઈ ગયું; પરંતુ ોડા સમય પહેલાં આ બાળકને અસહ્ય માાનો દુખાવો, ખૂબ જ ાક અને છાતીમાં ભારે લાગવાનું શરૂ યું હતું. ત્યાંના બાળનિષ્ણાત પાસે લઈ ગયા ત્યારે તેમણે ચેક કર્યું અને ખબર પડી કે બાળકનું બ્લડ-પ્રેશર જે નોર્મલ ૧૨૦/૭૦ રહેવું જોઈએ એ ૧૮૦/૧૦૦ જેટલું છે. બ્લડ-પ્રેશર જેવી સમસ્યા બાળકોમાં ક્યારેય જોવા મળતી ની અને જો એ જોવા મળે તો નક્કી કંઈક મોટી ગરબડ છે એ સમજવું જરૂરી છે. ત્યાંના ડોક્ટર એ ગંભીરતાને સમજ્યા જરૂર, પરંતુ ઇલાજ તેમની પાસે નહોતો. બીડમાં એક મોબાઇલ શોપ ધરાવતા આ બાળકના પિતાના કોઈ સંબંધી મુંબઈ રહેતા હતા અને તેમની મદદી બાળકને મુંબઈ નિદાન માટે લાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બાળકને હૃદય સો જોડાયેલી શરીરની સૌી મોટી રક્તવાહિની, જે હૃદયમાં શુદ્ધ યેલું લોહી શરીરના જુદા-જુદા ભાગમાં લઈ જતી હોય છે એ ૯૯ ટકા જેટલી બ્લોક હતી. તાત્કાલિક સર્જરી કરવી જરૂરી હતી. અઠવાડિયાની અંદર નિર્ણય લેવાયો કે બાળકની સર્જરી કરવામાં આવશે જે મિનિમલ ઇન્વેસિવ સર્જરી હતી એટલે કે સાદી ભાષામાં કહીએ તો ચીરફાડ ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવી અને જન્મી બ્લોક યેલી રક્તવાહિનીને ખોલવા માટે સ્ટેન્ટ નાખવામાં આવી. અઠવાડિયાની અંદર આ બાળક પોતાને ઘરે પહોંચી ગયો એટલું જ નહીં, ચોા ધોરણમાં ભણતા બાળકે આ વર્ષની ઈંઈજઊ બોર્ડની એક્ઝામ પણ આપી દીધી.
જીવ બચ્યો
હાર્ટ અત્યંત સંવેદનશીલ અંગ છે અને એનો કોઈ પણ પ્રોબ્લેમ નાનો ની હોતો. એમાં પણ જો આ પ્રોબ્લેમ જન્મજાત હોય તો એ વધુ ગંભીર બની જતો હોય છે. આ બાળકની સર્જરી કરનારા વોકહાર્ટ હોસ્પિટલ, મીરા રોડના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોકટરકહે છે, આ દરદીને આમ તો જન્મજાત જ આ ખામી હતી, જેને મેડિકલ ભાષામાં અમે એઓર્ટાનું ર્કોકટેશન કહીએ છીએ. એઓર્ટા હૃદયી શરીરમાં રક્ત પહોંચાડતી શરીરની સૌી મોટી રક્તવાહિની છે. જો આ બાળકનું તાત્કાલિક ઑપરેશન ન કર્યું હોત તો કદાચ તેને બચાવવું અઘરું ઈ પડ્યું હોત. વળી બાળકની સર્જરીમાં એક તકલીફ એ હતી કે બાળક નાનું છે અને જેમ-જેમ તે મોટું શે એમ અમે જે સ્ટેન્ટ બેસાડીને તેની નળી ખોલી છે એ સ્ટેન્ટ નાની પડશે. તેી ભવિષ્યમાં બાળક જ્યારે ૧૮-૨૦ વર્ષનું ાય ત્યારે ફરી એક સર્જરીની જરૂર પડી શકે છે.
બાળકોમાં હાઈ બ્લડ-પ્રેશર
એક પુખ્ત વયની વ્યક્તિમાં હાઈ બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ હોય એને કારણે તેને હાર્ટ-અટેક કે બીજી તકલીફ ઈ શકે છે, પરંતુ બાળકોમાં હાઈ બ્લડ-પ્રેશર હોય એ એક પ્રોબ્લેમ નહીં પણ એક ચિહ્ન છે જે દર્શાવે છે કે તેના શરીરમાં કોઈ મોટી તકલીફ છે. આ વિશે સમજાવતાં ડોકટર કહે છે, બાળકને હાઈ બ્લડ-પ્રેશર જેવી તકલીફ સામાન્ય રીતે વી અશક્ય છે. જો તેને કિડની પ્રોબ્લેમ હોય, કોઈ જિનેટિક પ્રોબ્લેમ હોય, એડ્રિનલિન ગ્રંનિો પ્રોબ્લેમ કે પછી ાઇરોઇડ ગ્રંનિો પ્રોબ્લેમ હોય કે પછી જન્મજાત હાર્ટ-ડિસીઝ હોય તો તેનું બ્લડ-પ્રેશર ઉપર જઈ શકે છે. વળી હાઈ બ્લડ-પ્રેશરનાં કોઈ ખાસ ચિહ્નો હોતાં ની એટલે લાંબા સમય સુધી ખાસ કરીને જ્યાં સુધી બીજાં કોઈ લક્ષણો સામે આવે અને તમે ડોક્ટર પાસે જાઓ અને બ્લડ-પ્રેશર ચેક કરે નહીં ત્યાં સુધી એ સમજવું કે બાળકને હાઈ બ્લડ-પ્રેશર છે એ મુશ્કેલ છે. પરંતુ એક વસ્તુ અહીં ખાસ કોઈ પણ વ્યક્તિએ યાદ રાખવી કે બાળકનું હાઈ બ્લડ-પ્રેશર નોર્મલ પ્રોબ્લેમ ની. જો એવું આવે તો ચોક્કસ તપાસ કરવી જરૂરી છે કે આ હાઈ બ્લડ-પ્રેશર પાછળ શું કારણ છે અને એ કારણ સામાન્ય નહીં જ હોય.
રોગના જુદા-જુદા પ્રકાર
જન્મજાત હાર્ટ-પ્રોબ્લેમ દરેક બાળકે અલગ-અલગ હોય છે. ઘણી વાર હાર્ટ-પ્રોબ્લેમ એટલો નાનો હોઈ શકે કે બાળકને ઇલાજની ક્યારેક જરૂર પણ પડતી ની તો ઘણી વાર એટલો ગંભીર હોઈ શકે કે જન્મ્યા પછીના ચાર કલાકની અંદર જ તેનું ઑપરેશન કરવું પડે. ઘણી વાર એવું પણ ાય છે કે જન્મી પ્રોબ્લેમ હોય, પરંતુ વ્યક્તિ ૩૦-૪૦ વર્ષની ાય પછી એ પ્રોબ્લેમ સામે આવે તો ઘણી વાર બાળકનું તાત્કાલિક હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ જરૂર પડે. આ રોગ વિશે સમજાવતાં કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલનાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોકટરકહે છે, આ પ્રોબ્લેમ એક નહીં, ઘણા અલગ-અલગ પ્રકારના હોય છે. જેમ કે ઘણાને હાર્ટના વાલ્વમાં પ્રોબ્લેમ હોય એટલે કે વાલ્વ સાંકડો હોય અવા એ વાલ્વ પૂરી રીતે બંધ હોય જેને કારણે લોહીનો પ્રવાહ અટકી જાય કે પછી વાલ્વમાં લીકેજ હોય જેને કારણે એ સરખી રીતે બંધ ન ઈ શકે અને એમાંી લોહી લીક ાય. આ ઉપરાંત હૃદયમાં ચાર વિભાગ હોય, ઉપરની તરફ બે અને નીચેની તરફ પણ બીજા બે વિભાગ. આ વિભાગની દીવાલોમાં કાણું હોય તો શુદ્ધ અને અશુદ્ધ લોહી બન્ને અલગ-અલગ રહેવાને બદલે મિક્સ ઈ જાય. બીજી એક કન્ડિશન એવી છે જેમાં હાર્ટના સ્નાયુઓ નબળા હોય, જેને કારણે હાર્ટ ફેલ વાની શક્યતા રહે છે. ઘણી વાર કોઈ જગ્યાએ રક્તવાહિની બ્લોક હોય એમ પણ બને.
જન્મજાત હૃદયરોગ કયાં બાળકોને ાય?
આમ તો જન્મજાત હૃદયરોગ કોઈ પણ બાળકને ઈ શકે છે. અમુક શક્યતાઓ છે, જેને લીધે બાળકને જન્મજાત હૃદયરોગ વાનું રિસ્ક વધી જાય છે. આ રિસ્કને ટાળવા જરૂરી છે આ વાતોને ધ્યાનમાં રાખવાની.
- ૧. જ્યારે પ્રેગ્નન્સીમાં પહેલા ૩ મહિના દરમ્યાન કોઈ એવી દવા લેવાઈ ગઈ હોય ત્યારે એવું ઈ શકે છે.
- ૨. પ્રેગ્નન્સી દરમ્યાન રૂબેલા પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન ઈ ગયું હોય.
- ૩. પ્રેગ્નન્સી દરમ્યાન કોઈ રેડિયેશનની અસર ઈ હોય તો પણ આ પ્રકારનો પ્રોબ્લેમ ઈ શકે છે.
- ૪. અમુક જ્ઞાતિ અને ધર્મમાં નજીકનાં સગાં કે લોહીના સંબંધો ધરાવતાં છોકરા-છોકરીઓનાં લગ્ન કરવામાં આવે છે. જે કપલ્સમાં લોહીનો સંબંધ હોય તેમના બાળકને આ પ્રકારનો પ્રોબ્લેમ વાની શક્યતા વધી જાય છે.
- ૫. આ સિવાય પ્રેગ્નન્સી દરમ્યાન જો માતા આલ્કોહોલ કે સ્મોકિંગ જેવી આદત ધરાવતી હોય તો પણ આ પ્રોબ્લેમ આવી શકે છે.