‘બેટી બચાવો, બેટી વધાવો’ અભિયાન માટે રસ્મિતાબા ચુડાસમાનું પ્રેરણાદાયી પગલું
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામના ક્ષત્રિય મહિલા સરપંચ દ્વારા ઉપલેટા તાલુકામાં સૌપ્રથમ લાઠ ગામમાં અનોખી પહેલ કરેલ છે. સરપંચ રસ્મિતાબા પૃથ્વીરાજસિંહ ચુડાસમાનો જન્મ ૧૫/૩/૯૦ના જામનગર જિલ્લાના મોરાર સાહેબ ખંભાડીયા ગામે થયેલ અને તેઓ જીવનમાં ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમજ તેમના પતિ પૃથ્વીરાજસિંહ ચુડાસમાં ઉપલેટા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
તેમજ લાઠ ગામમાં તા.૧૫/૩/૨૦૧૯ પછી ૨૫૦૦ની વસ્તી ધરાવતા કોઈપણ જ્ઞાતીમાં પુત્રીનો જન્મ થશે તો વધામણા સ્વરૂપે રૂ૧૧૧૧ અર્પણ કરાશે. ત્યારે સરપંચની આ જાહેરાતને ગ્રામજનોએ જન્મદિવસની ભેટ સમજી વધાવી લીધી છે અને આ અનોખી પહેલને લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
જયારે લાઠ ગામના મહિલા સરપંચ રસ્મિતાબા ચુડાસમાને આ અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે, દિકરીના જન્મને વધાવવા માટે મને અને મારા પરિવારને વિચાર આવ્યો હતો. જેમાં મારા પતિ પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ સહર્ષ વાતને વધાવી જાહેરાત કરી હતી. વધુમાં જણાવેલ કે દિકરીનો જન્મ થયો હોય તેમણે દિકરીના જન્મ અંગે ગ્રામ પંચાયતમાં જાણ કરવાની રહેશે અને આ પુરસ્કાર ભેટ રૂ.૧૧૧૧ તેમના કાર્યકાળ સુધી અપાશે. જન્મ દિવસ પર તેમને ચોમેરથી મો.નં.૯૭૨૪૧ ૨૨૧૨૨ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.