જેડીયુ નેતા અને રાજ્યસભાના પૂર્વ સભ્ય નીતિશ કુમારને એનડીએ તરફથી વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરવાની માંગણી
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના સાત તબક્કામાંથી પાંચ તબક્કા પર મતદાની પૂર્ણ થઈ ગયું છે. એનડીએમાં સામેલ જનતા દળમાંથી નીતિશ કુમારને પીએમ ઉમેદવાર બનાવવાની માંગણી ફરી ઉભી થઈ રહી છે. બિહાર જેડીયુના નેતા ગુલામ રસૂલ બલિયાવીએ એક સ્થાનિક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, આ વખતે ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને બહુમતી મળવાની નથી. તેથી નીતિશ કુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા જોઈએ. રસૂલના આ નિવેદનથી રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.
જેડીયુ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યું કે, આ વખતે વડાપ્રધાન મોદીને બહુમતી મળવાની નથી. તેથી નીતિશ કુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા જોઈએ. બલિયાવીના આ નિવદેન પછી ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના ધારાસભ્ય નીતિન નવિને કહ્યું છે કે, જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમાર સહિત દરેક નેતા મોદીને વડાપ્રધાન બનાવવાની વાત કરી રહ્યા છે. આ સંજોગોમાં બલિયાવીનો અલગ રાગ બીજી બાજુ જ ઈશારો કરે છે.
તેમણે વિરોધીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, બલિયાવીને જો કોઈ બીજી પાર્ટીમાં જવાની ઈચ્છા હોય તો તેમણે સ્પષ્ટ કહેવું જોઈએ. નવિને દાવો કર્યો છે કે, આ બવિયાવીના મગજની ઉપજ છે. જેડીયુ નેતાના નિવેદન પર વિપક્ષે પણ પ્રહાર કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મજાક કરતાં કહ્યું છે કે, હવે ભાજપ જ જણાવશે કે તેમના ગઠબંધનમાં વડાપ્રધાન પદનો નવો ચહેરો કોણ છે. નીતિશ કુમાર ભાજપની પીઠ પાછળ છરો મારે તેવી શક્યતા છે.