રાજકોટની જનતાને પાણી પ્રત્યે અનેરો પ્રેમ છે: વિજયભાઈ રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ માટે સોનાનો દિવસ છે, રાજકોટમાં ૪૦ વર્ષ પછી લોક કલ્યાણના કામ માટે વડાપ્રધાન આવ્યા હોય, ત્રણ-ત્રણ દેશોના પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન રાજકોટ પધાર્યા છે અને નરેન્દ્રભાઈ રાજકોટ સો આત્મીયતાનો નાતો ધરાવે છે. તેઓ આજી ડેમ, ન્યારી ડેમ, રાષ્ટ્રીય શાળા, કબા ગાંધીના ડેલા, આલ્ફેડ હાઈસ્કુલ, રાજકોટના પેંડા અને આઈસ્ક્રીમી પરિચિત છે. જનતાના પ્રેમ અને દર્શન માટે તેઓ જેટલેક હોવા છતાં રાજકોટ પધાર્યા છે. ૪૦ વર્ષના ઈતિહાસમાં ૧૧ વખત જ આજી ડેમ ભરાયો છે અને ૨૯ વખત ખાલી રહ્યો છે. જયારે અમે છોકરાવને લઈ આજી ડેમ આવતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે, આ ડેમ છે કે ખાડો, ૧૯૬૧માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ સુપ્રિમના આદેશ બાદ ૧૯૯૮નું કામ શ‚ કયુર્ંં હતું. કેશુભાઈ, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેન પટેલની સરકારે કામ પૂર્ણ કરાવ્યું હતું. ભાજપ-મોદી અને ગુજરાતને જસ ન મળે તે માટે નર્મદા યોજનામાં અનેક રોડા નાખ્યા હતા અને સાત સાત વર્ષ સુધી દરવાજા મુકવાની મંજૂરી આપી ન હતી. જો કોંગ્રેસે નર્મદા ડેમ વહેલો પુરો કરી દીધો હોત તો સૌરાષ્ટ્રનો વિકાસ અટકયો ન હોત અને ખેડૂતો વધુ સમૃધ્ધ બન્યા હોત, ભાજપ સરકારે નર્મદા યોજનાનું કામ પૂર્ણ કર્યું ન હોત તો સૌરાષ્ટ્રના લોકોએ હિઝરત કરવાનો વારો આવ્યો હોત, ૨૦૧૨ પછી ૫૩૦૦૦ હજાર કરોડના કામ યું છે. ભાજપે નર્મદા યોજનાનું ૯૩ ટકા કામ પૂર્ણ કર્યું છે અને કોંગ્રેસે માત્ર ૭ ટકા જ કામ પૂર્ણ કર્યું છે. છતાં કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે, આ યોજના અમે શ‚ કરાવી છે. નર્મદા મૈયાના આશિર્વાદી દુષ્કાળ ભૂતકાળ બની જશે અને સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ આવશે. રાજકોટ માટે અચ્છે દિન શ‚ ઈ ગયા છે. ભવિષ્યની પેઢી પણ આ કામ યાદ કરશે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પાણીની કિંમત લોહિ કરતા પણ વધુ છે. તેને સમજી આજે અહીં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.