કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજુરી અપાયેલી કરતારપુર કોરીડોરને બર્લીન વોલ સમાન ગણાવીને
વડાપ્રધાન મોદીએ તે બન્ને દેશો વચ્ચે દોસ્તીનો પુલ બનશેની આશા વ્યકત કરી
કેન્દ્રીય કેબીનેટ દ્વારા પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહિબ કોરીડોરના વિકાસ માટેનો નિર્ણય કરાયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ કોરીડોરની સરખામણી બર્લીનની દિવાલ સમાન કરીને આ દિવાલ તુટવાથી ભારત અને પાકિસ્તાન માટે પુલ તરીકે કાર્ય કરીને બન્ને દેશોના લોકોને જોડવાનું કાર્ય કરશે જેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પૂર્વ અને પશ્ર્ચિમ જર્મની બે દેશોને વિભાજીક બર્લીનની દિવાલ ૧૯૮૯ માં તોડી પડાયા બાદ જર્મની એક થયું હતું. અને જર્મનીનો વિકાસ વધુ તેજ બન્યો હતો.
શિરોમણી અકાળી દળના પ્રમુખ સુખબીરસિંગ બાદલના દિલ્હી નિવાસસ્થાને ગુરૂનાનકની જન્મજયંતિ નીમીતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોઇએ પણ વિચાર્યુ ન હતું કે બર્લીનની દિવાલ તુટી પડાશે. તે જ રીતે ગુરુ નાનક દેવના આશીર્વાદથી કરતારપુર કોરીડોર માત્ર કોરીડોર જ નહી પરંતુ બન્ને દેશોના લોકો વચ્ચે પુલ તરીકે કાર્ય કરીને જોડવાનું કરશે. કરતારપુર સાહિલ પાકિસ્તાનના પંજાર પ્રાંતના નારોવલ જીલ્લામાં આવેલું શીખ ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે. જયાં ગુરુનાનકે તેમના જીવનના છેલ્લા ૧૮ વર્ષ અહીં વીતાવ્યા હતા.
કેન્દ્રીય કેબીનેટે પરમ દિવસે ડેરા બાબા નાનકથી પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ સુધીના કોરીડોરના વિકાસને મંજુરી આપી હતી. આ અંગેની કેન્દ્ર સરકારે પાકિસ્તાન સરકારને માહીતી આપીને પાકિસ્તાનની અંદર આવેલી સરહદથી કરતારપુર સાહિબ ગુરુદ્વાર સુધીમાં વિસ્તારમાં યોગ્ય સુવિધાઓ સાથેનો કોરીડોર વિકસાવવા વિનંતી કરી હતી જેથી પાકિસ્તાન સરકારે આગામી વર્ષે ગુરુનાનકની પપ૦મી જન્મજયંતિ પર તેમના વિસ્તારમાં કરતારપુર કોટીડોર ખોલવાની સંમતિ દર્શાવી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છમાં આવેલી ગુરુનાનક દેવના ‘પદુકુન’ જયાં રાખવામાં આવ્યા છે તે ગુરુ દ્વારાને ભૂકંપમાં નુકશાન પહોંચતા તે પવિત્ર સ્થળનું ફરીથી નિર્માણ કાર્ય કરાવ્યું હતું. આજે આ પવિત્ર સ્થળ વર્લ્ડ હેરિટેજ સ્થાન બની ગયાનું ઉમેયુૃ હતું કે તેવી જ રીતે કરતારપુર કોરીડોર બન્ને પાડોશી દેશોના ઇતિહાસમાં સારા સંબંધોનું નવું સીમાચિન્હ બની રહેશે.