લોકોના આધાર કાર્ડ ના ડેટા ચોરી ન થાય અથવા તો તેનો ગેરલાભ કોઈ અન્ય ન ઉઠાવે તેના માટે ડેટા પ્રોટેકશન લો ને વધુ મજબૂત બનાવવો અનિવાર્ય બન્યો
હાલ ટેકનોલોજી દિવસેને દિવસે ખૂબ જ અદ્યતન બની રહી છે ત્યારે લોકોની જાગૃતતા પણ એટલી જ જરૂરી છે જો લોકો સહેજ પણ સજાગ નહીં બને તો તેઓએ ઘણી માથી અસરનો સામનો કરવો પડી શકે છે. હાલ લોકો સાથે નાણાકીય ફ્રોડનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે હાલ આધારકાર્ડ માં પણ ઘણા ખરા ગંભીર ગુનાઓ ગુનેગારો દ્વારા આચરવામાં આવી રહ્યા છે અને તેઓ લોકોના ડેટા સાથે રમત પણ રમે છે અને તેનો ગેરલાભ પણ ઉઠાવે છે.
ત્યારે આવનારા સમયમાં આ સ્થિતિ ઉદભવી તો ન થાય તેના માટે લોકોની સાવચેતી ખૂબ જ જરૂરી છે અને સાથોસાથ જાગૃતતા કેળવવી એટલી જ અનિવાર્ય છે. કરવામાં લોકો છે તો તેની ભૂલ તેમને ખૂબ મોટી નુકશાની પણ પહોંચાડી શકે છે. દિવસેને દિવસે આધારકાર્ડ સાથેના ચેડાં ખૂબ વધી ગયા છે. હવે લોકોએ એ સમજવું જરૂરી છે કે આધાર નોંધારું ન બનાવી દે !!!.
હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા ક્ષેત્રે વધુ જટિલ કાયદા બનાવવા અનિવાર્ય છે સાથોસાથ ડેટા પ્રોટેકશન લો ને પણ વધુ મજબુત બનાવવો જરૂરી છે. તો સામે સરકારે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે કે જ્યાં સુધી કોઈ યોગ્ય અને નક્કર પગલાં લોકોની સલામતી માટે લેવામાં નહીં આવે ત્યાં સુધી લોકોએ નાણાકીય ફ્રોડનો શિકાર બનવું પડશે. તો કોને ઘણાખરા એવા ફેક ફોન કોલ આવતા હોય છે કે જેમાં લોકો પાસેથી છેતરપિંડી કરનાર વ્યક્તિ તેમનો ઓટીપી નંબર માંગી લેતું હોય છે અને લાલચ અને લોભમાં આવી જે તે વ્યક્તિ દ્વારા તે નંબર પણ આપી દેવામાં આવતો હોય છે પરિણામે તે નાણાકીય ફ્રોડનો શિકાર બને છે.
હાલ હોટલ, મૂવી થિયેટર સહિત વિવિધ સ્થળો ઉપર આધારકાર્ડ માંગવામાં આવતું હોય છે પરંતુ આધાર ખરા અર્થમાં જે-તે વ્યક્તિનો ખરો આધાર છે જેથી તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો ઘણી ખરી તકલીફનો સામનો જે તે વ્યક્તિએ કરવો પડી શકે છે ત્યારે આધારનો ઉપયોગ સમજી-વિચારીને કરવું એ જ જરૂરી છે અને એ જ સ્થિતિમાં જો આગળ વધવામાં આવે તો જ જે તે વ્યક્તિ નાણાકીય ફ્રોડ થી બચી શકશે. આ તબક્કે સામાન્ય પ્રજા આધારકાર્ડ નું મહત્વ સમજી શક્યું નથી જેના કારણે આ પ્રકારના ગંભીર ગુનાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના ઉપર અંકુશ લાવો ખૂબ જ જરૂરી છે.