• આ છેલ્લી પેઢી છે, જેને બાપનું અને સંતાનનું સાંભળ્યું છે: આજના યુવાનોએ સતત શીખતું રહેવું પડશે:
  • પહેલા કોઇને આપઘાતનો વિચાર પણ ન આવતો, જ્યારે આજે નાની ઉંમરના જીવન ટુકાવે છે
  • આજનો યુવાન દિશા અને દશા ભટકી ગયો છે, પરિવારથી અલિપ્ત થતા મુશ્કેલીમાં મુકાયો છે: આજે સંતાનોને ભૌતિક સુવિધા મળી જવાથી
  • તેને બધુ આવડી ગયું છે, એવો ઘમંડ છે

આજના યુગમાં મા-બાપને સૌથી વધુ ચિંતા સંતાનની છે, ત્યારે સંતાન મા-બાપને કહે છે કે તમને ખબર પડતી નથી. જે મા-બાપ બાળકને બોલતા ચાલતા શીખવે છે, તેજ તેને વૃધ્ધાશ્રમના દ્વારે મુકે છે. આજથી ચાર દાયકા પહેલા ઘણી સારી જીવનશૈલી, કુટુંબ વ્યવસ્થા અને સામાજીક વ્યવસ્થા હતી. 2000 સાલ સુધી બધુ બરાબર ચાલ્યુંને બાદમાં ઇન્ફરમેશન ટેકનોલોજીની 21મી સદીમાં બધુ જ બગડવા લાગ્યું. આજે ન કલ્પી શકાય તેવી ઘટનાઓ ટીવી-અખબારોમાં જોવા મળે છે. ઘણીવાર પ્રશ્ર્ન થાય કે શિક્ષણનો વ્યાપ વધ્યો છતાં આવું બધુ કેમ થાય છે. પહેલા તો કોઇને આપઘાતનો વિચાર સુધ્ધા ન આવતો, જ્યારે આજે નાની ઉંમરનાં વિદ્યાર્થીઓ પણ આપઘાત કરે છે, જેના કારણે પણ સામાન્ય હોય છે.

પહેલાનું ભણતર ગણતર સાથેનું હોવાથી દરેક માનવી માનસિક રીતે સ્વસ્થ રહેતો હતો, જે આજે ભાગદોડવાળી જીંદગીમાં સતત તાણ સાથે જીવતો જોવા મળે છે. પહેલાનો આઠ ચોપડી પાસ પણ ખૂબ જ પાકટ બુધ્ધિ ધરાવતો હતો. કારણ કે તેને ભણતર સાથે ગણતર મળ્યું હતું. આજે તો ભણેલ-ગણેલમાં પણ સામાન્ય બુધ્ધિનો અભાવ જોવા મળે છે. બારખડી શીખવનાર ‘બા’ રખડી ન પડે તો સમજવું કે તમે ભણેલા છો. મા-બાપ ચિંતા સંતાનની કરે પણ સંતાનો તેની દરકાર કરતા નથી. સંયુક્ત પરિવારમાં બધું જ સારૂં હતું જ્યારે આજે નવા કલ્ચરના વાપરામાં જુદા રહેતા કપલો હેરાન થઇ જાય છે.

ગમે તેટલું આજે ભણો પણ સરકારી નોકરી મળતી ન હોવાથી દરેક મા-બાપે સંતાનોને સ્કીલ બેઇઝ એજ્યુકેશન અપાવવું જોઇએ. કોર્પોરેટ ક્ષેત્ર કે પ્રાઇવેટ સેક્ટરમાં તમારી ભણતર સિવાયની આવડતને વિશેષ મહત્વ અપાતું હોવાથી યુવાનોએ પણ આ બાબતે વિશેષ કાળજી લેવી પડશે. એક વાત બહું સમજવા જેવી કે આ છેલ્લી પેઢી અત્યારે મોજુદ છે. જેને પોતાના પિતાની અને સંતાનોની બન્નેની વાત સાંભળી છે. આજનો યુવાન કંઇક શીખવા માંગતો નથી, તો અનુભવોમાંથી પણ કંઇ શિખતો નથી. આજે ચોમેર દિશાએ ચિંતા અને ચિંતનનો વિષય આજનો યુવાન કેમ જીવન જીવશે. બાર પંદર હજારની નોકરી હોય, અત્યારે તો મા-બાપ સાથે હોય પણ તે ન હોય ત્યારે કેમ જીવશે તે પ્રશ્ર્ન તેને જ વિચારવો પડશે. આજના યુગમાં સંતાનોની ફી લાખ રૂપિયા હોય ત્યાં બે છેડા કેમ ભેગા કરશે તે પ્રશ્ર્ન આજના વડિલો વિચારે છે, તો તેને પણ બીપી વધી જાય છે.  આજના યુગમાં ભૌતિક સુવિધાથી સજ્જ જીવનશૈલીમાં જીવતો યુવાન કે મા-બાપનો સંતાન પોતાને બધી ખબર પડે છે. તેવો ભલે ફાંકો રાખતો હોય પણ તેને કંઇ ખબર પડતી નથી. મોડુ ઉઠવુંને મોડે સુધી રજળપાટ કરવી તે આજના યુગની ફેશન બની ગઇ છે. ત્યારે પહેલાની જીવનશૈલી ઘણી જ શ્રેષ્ઠ હતી. આજે સંતાનોના વિચારો-ભાષા-કોઇકની વાતમાં આવી જવું જેવી ઘણી બાબતો તેને મુશ્કેલીમાં મૂકે છે. ટુકા રસ્તે જલ્દી પૈસા કમાઇ લેવાની લાયમાં તે ગુનાહિત કૃત્ય તરફ ધકેલાય જાય છે. આર્થિક સંકળામણમાંથી બહાર નિકળવા પણ આજના સંતાનો ખરાબ રસ્તે વળી જાય ત્યારે સૌથી વધુ દુ:ખી મા-બાપ થતાં હોય છે. ઘણા સંતાનો તેના કૃત્યથી મા-બાપને વહેલુ મોત પણ આપે છે.  આજના યુગની સૌથી ભયંકર સમસ્યા હપ્તાની જાળમાં ફસાતો યુવાનની છે. ભૌતિક સુખ-સગવડવાળા યુગમાં આ યુવા વર્ગ કે આપણાં સંતાનો કંઇ દિશામાં જઇ રહ્યા છે, તે સમજાતું નથી. દેખાદેખીમાં પોતાની ત્રેવડ હોય કે ના હોય મોંઘીદાટ વસ્તુ લેવી એટલે લેવી. ઘણા યુવાનોનો પોણો પગાર આવી વસ્તુની લોનના હપ્તામાં જતાં હોય છે. આજે ગાડી, ટીવી, ફોન, કપડાં વિગેરે લોનના સહારે લઇને પછી હપ્તા ન ભરી શકવાથી તકલીફમાં ફસાઇ જવાથી વ્યાજવાળા-ઉંચા ટકાથી રકમ લઇને દેણામાં ડૂબી જાય ત્યારે મા-બાપના મકાન વેચવા પડે કે જીવન ટુંકાવવું પડે છે. એક સર્વે મુજબ ભારતમાં 70 ટકા એપલના સ્માર્ટ ફોન હપ્તેથી ખરીદાય છે. ફ્રેન્ડ સર્કલમાં વટ પાડવા પણ અમુક યુવાનો દેણા કરીને વસ્તુંઓ ખરીદે છે.

મા-બાપને સંતાનોમાં છોકરાની ચિંતા તો હતી એ પહેલા છોકરીની ચિંતા પણ હતી જ. છોકરાઓ છોકરીઓ પાછળ પણ ખર્ચ કરવા દેણા કરે છે. આજનો યુવાન મોજ-શોખ પાછળ પુષ્કળ ખર્ચ કરે છે. જેની સામે તેટલી આવક ન હોવાથી આખર તારીખે ઉછી-ઉધાર કરવા જ પડે છે. છોકરી પણ અવડી લાઇને ચડી જતાં મા-બાપની ચિંતામાં વધારો કરે છે. યુવાધનનો વ્યસન પાછળનો ખર્ચ પણ ભયંકર રીતે વધતો જતો હોવાથી પાનની દુકાનને બુચ મારવા પડે છે. આજના યુગમાં સુખી થવું હોય તો પછેડી તેટલી સોળ તાણવી પડશે અને આકસ્મીક ખર્ચ માટે બચત કરવી જ પડશે.

આજના યુગમાં જનરેશન ગેપની સમસ્યા વકરી છે, ત્યારે મા-બાપ અને સંતાનો વચ્ચે વાત જ થતી ત્યારે સમજની વાત ક્યાં કરવી. મા-બાપ કહે છે, સંતાનો સમજતા નથી ને સંતાનો કહે છે. મા-બાપને ખબર નથી પડતી. આજે યુવાનો અને વડિલો વચ્ચેના દ્રષ્ટિકોણમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. બે પેઢી વચ્ચેનું ઘર્ષણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે.

મા-બાપ અને સંતાનો વચ્ચે સંવાદના સંબંધો લુપ્ત થઇ ગયા…]

જનરેશન ગેપની સમસ્યા દિન-પ્રતિદીન વકરતી જાય છે, ત્યારે મા-બાપ અને સંતાનો વચ્ચે સંવાદના સંબંધો લુપ્ત થઇ ગયા છે. હજી ચાર દાયકા પહેલાની જીવનશૈલી આવા સંવાદોથી હરીભરી હતી. સંતાનો વડિલોની આમાન્ય જાળવતાને તેની સુચનાનો અમલ કરતા હતા. આજના બદલાયેલા યુગમાં તો આ બાબતે ઘણું બધુ બગડી ગયાનો વડિલો વસવસો કરે છે. આજની પેઢીને જ્યારે તેના સંતાનોનો અનુભવ થશે ત્યારે સમજાશે. આજે સંતાનોના ઘણા કૃત્યોને કારણે મા-બાપ સમાજમાં મોઢું બતાવી શકતા નથી. વિદેશના પગલે હવે ઘણી સમસ્યા આપણાં દેશમાં પણ જોવા મળી રહી છે. બાળકો અને મા-બાપ વચ્ચેની વાતચિતએ એક પ્રકારનું જીવન શિક્ષણ જ છે. આજે તો સાત-આઠ વરસના નાના છોકરાને પણ કોમ્યુનિકેશનનો પ્રોબ્લેમ નડે છે. મા-બાપ સાથે આજે કેટલા સંતાનો બહાર ફરવા કે ડિનર લેવા જાય છે? મા-બાપની ઇમેજને સંતાનો તેના ખરાબ કર્મોથી બટ્ટો લગાવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.