૧૩ મુદ્દાઓનો પાંચ દિવસમાં નિકાલ નહીં કરાય તો કોંગ્રેસની પ્રતિક ઉપવાસ પર બેસવાની ધમકી: ચીફ ઓફિસરને આવેદન

પ્રભાસ-પાટણ શહેરમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાવવા, સફાઇના અભાવે કાયમી ઉભરાતા ગટરોના ગંદા પાણી, ઠેર-ઠેર કચરાના ઢગલાઓ અને નિયમિત સફાઇ નથતી હોય તેવા ૧૩ મુદ્દાઓનો આગામી પાંચ દિવસમાં પાલિકા તંત્ર નિકાલ નહીં કરે તો શહેર કોંગ્રેસ પ્રતીક ઉપવાસ અને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારતું આવેદનપત્ર ચીફ ઓફિસરને કોંગ્રસ સંગઠને પાઠવ્યું છે.

વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠઠ્ઠા, નગરસેવક અનવરભાઇ પટેલ, બકુલ પટેલ, દીપકભાઈ દોરયા, કાજલબેન લાખાણી, પ્રેમ ગઢિયા સહિતનાએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વેરાવળ-પ્રભાસપાટણમાં અનેક સમસ્યાયઓથી પીડાઇ રહ્યું હોય જે અંગે અનેકવાર ફરિયાદો કરેલ હોવા છતાં આજદિન સુધી તેનો કોઈ ઉકેલ પાલીકા તંત્ર કરતું નથી. આવા ૧૩ મદ્દાઓ જે લાંબા સમયથી અણઉકેલ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહેલ છે. જેમાં બાગેયુસુફ કોલોનીના મેમણ એપાર્ટમેન્ટમની સોસાયટીમાં એક વર્ષથી ગટરનું ગંદુ દુધ મારતું પાણી ભરાતુ હોય જેનો આજદિન સુધી નિકાલ થયો નથી, થોડો વરસાદ પડે ત્યાં ગાંધી ચોક વિસ્તારમાં ક્મરડૂબ પાણી ભરાતા હોવાથી વેપારી-લોકોને મુશ્કેલી પડે છે.  સુભાષ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી ગોઠણડૂબ ભરાતા હોવાની  સમસ્યોથી વેપારી-લોકો પીડાય છે.  પ્રકાશ કોમ્પ્લેક્સની મુખ્ય ગટર તળિયા ઝાટક સાફ કરાવી ખૂલ્લી મૂડી દેવાના બદલે તુરંત ઢાંકવી, બજાજ શોરૂમથી હોટલ પાર્ક સુધીના માર્ગ પર જામી ગયેલા ધૂળનાં ઢેફાં સાફ કરાવવા, જોડિયા શહેરમાં પાલિકાના કર્મીઓ જે જાહેર પોઇન્ટ ૫ર કચરો ઠાલવે છે તે તમામ સપર્ણ બંધ કરવા. લાબેલા પાસે આવેલ મુખ્ય ગટરને સાફ કરાવી ઢાંકવી,  સ્ટ્રીટ લાઇટના જર્જરિત વાયરો બદલવા અને બંધ લાઇટો ચાલુ કરવી, મછીયારાવાડામાં સ્ટ્રીટલાઇટ અને પાણીની સુવિધા આપવી, પ્ર.પાટણમાં આરોગ્યય કેનદ્ર પાછળ ખડકાયેલ કચરાના ગંજ દૂર કરવા, પ્ર.પાટણમાં પીવાનું પાણી નિયમિત સમયસર વિતરણ થાય તેવી કાર્યવાહી કરવી,  પ્ર.પાટણમાં કોળીવાડા સુધીની ખુલ્લી ગટર સાફ કરાવી ઢાંકવી,  સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રસ્તાર અને ગટરનાં કામો કરાવવા માંગણીછે. ૮૦ ફૂટ રોડ પર આવેલ મુખ્ય ગટર ન થવાને કારણે ગયા વર્ષે એસબીઆઈ પાછળનો વિસ્તારના ધરોમાં બે થી ત્રણ ફૂટ પાણી ધૂસી ગયા હતા અને આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા પાલિકાને રજુઆત કરવામાં આવેલ છે પણ હજુ મુખ્ય ગટર સફાઈ કરવાનું સુજતુ નથી.

ઉપરોક્ત મુજબના ૧૩ મુદાઓનો પાંચ દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ સંગઠનના આગેવાનો- કાર્યકર્તાઓને પ્રતીક ઉપવાસ અથવા રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચિમકી ઉચ્ચારી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.