ટૂંક સમયમાં ઇન્કમટેક્સ સમયસર નહીં ભરાય તો દંડની જોગવાઇ
બેનામી પ્રોપર્ટ એકટ અંતર્ગત જો કરદાતાએ મિલકતની ખોટી માહિતી આપી હશે તો ડિપાર્ટમેન્ટ તેના ૧૬ વર્ષના રેકોર્ડની તપાસ કરશે. જેમાં કરદાતા કસુરવાર સાબિત થાય તો તેને ૭ વર્ષ સુધી જેલની હવા ખાવી પડશે. આ સજા એક દિવસ પણ રિટર્ન મોડુ ફાઇલ કરવાથી થતી રૂપિયા ૫ હજાર કે ૧૦ હજારના દંડ કરતા ઘણી આકરી હોવાનું ઇનકમ ટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર પી.સી. મોદીએ જણાવ્યું હતું. સાથે સાથે આયકર વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો મલ્ટીપલ પાનકાર્ડ ધરાવે છે. તો ઘણા લોકો પોતાા પાનકાર્ડ બીજાને આપતા હોય છે. જે ખૂબ જ ખતરનાક બાબત છે માટે તેનાથી ચેતવાની જરૂર છે. ટેક્સ ક્ધસલ્ટન્ટ મુકેશ પટેલે પણ જો સમયસર, વિગતવાર અને સાચી માહિતી આયકર વિભાગ સમક્ષ રજુ કરી દેવામાં આવે તો કરદાતાને કોઇ જ ડર રાખવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું.
ઇનકમ ટેક્સ બાર એસો. દ્વારા કરદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત નવી જોગવાઇઓ અને કાર્યવાહી અંગે ઉપયોગી સમજ અને માર્ગદર્શન માટેના વાર્તાલાપનું આયોજન કર્યું હતું. જેમાં ઇનકમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર પી.સી. મોદી અને ટેક્સ ક્ધસલ્ટન્ટ મુકેશ પટેલે કરદાતાઓને તમામ મુદ્દાઓને આવરી લેતી માહિતી આપી હતી. કાર્યક્રમમાં મુકેશ પટેલે આયકર વિભાગ દ્વારા અમલમાં મુકાનારા નવા નિમયોની વિસ્તૃત ચર્ચ કરી હતી. જેમાં દેશમાં રહેતા ઘણા લોકોના વિદેશમાં ધંધા ચાલતા હોય છે. તો તેની આવક પણ બતાવી તેનો ઉલ્લેખ ઇનકમ ટેક્સ રિટર્નમાં કરી રીટર્ન ભરવાની વાત કરી હતી. સાથે સાથે આગામી દિવસોમાં જો તમે ઇનકમ ટેક્સ સ્લેબમાં ન આવતા હોય કે વેપાર ધંધામાં ઇનકમ ટેક્સ ભરવા પાત્ર આવક ન થઇ હોય કે પછી નુકશાન થયું હોય તેમને પણ ઇનકમ ટેકસ રિટર્ન તો ફાઇલ કરવું જ પડશે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો ઇનકમ ટેક્સ સમયસર નહિ ભરાય તો પણ દંડની જોગવાઇ છે. ચેરીટેબલ કે અન્ય ટ્રસ્ટે પણ ઇનકટેક્સ રીટર્ન ફાઇલ કરવા જ પડશે. ખેતરમાં એક બીજ પણ ન રોપનાર ખેડુતે ખેતીની ખોટી આવક બતાવી.
લોકો ઇનકમ ટેક્સની ચોરી કરવા માટે કેવા કેવા ખેલ કરતા હોય છે. જે આયકર વિભાગની તપાસમાં સામે આવતું હોય છે. પ્રિન્સિપલ ચિફ કમિશનર પી.સી.મોદીએ તપાસમાં બહાર આવેલી વિગત અંગે જણાવ્યું હતું કે એક કરદાતાએ પોતાની ઘણી મોટી આવક ખેતીની બતાવી હતી. જોકે આયકર વિભાગની ટીમે સેટેલાઇટથી તેના ખેતરોની ઇમેજ મેળવી તે સાબિત કર્યું હતું કે આ કરદાતાએ તો ખેતરમાં એક બીજ પણ રોપ્યું નથી. તો ખેતીની આટલી બધી ઉપજ અને આવક કેવી રીતે થઇ/ જેથી બીજેથી થયેલી આવક ખેતીની બતાવવામાં આવી હતી. માટે તેની સામે ચોક્કસ પગલાં લેવાશે.