જામનગર મહાનગર પાલિકા ની ફૂડ શાખા દ્વારા ઉનાળાની પરિસ્થિતિમાં રોગચાળો ન વકરે અને લોકોને ખાદ્ય સામગ્રી સારી ગુણવત્તાવાળી મળી રહે તેવા હેતુસર કેરીના ગોડાઉનો આઇસ ફેકટરીઓ અને જુદી-જુદી દુકાનો ઉપર દરોડા પાડેલ હતા અને 230 કિલો અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો હતો અને જુદા-જુદા 11 સેમ્પલો વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હોવાનું ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું.
જુદી-જુદી 11 પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા: જુદી-જુદી આઇસ ફેકટરીઓ પર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું
મહાનગરપાલિકાના કમિશ્નર ની સુચનાથી શહેરમાં ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા શહેરના સટ્ટા બજાર ગ્રેઇન માર્કેટમાં આવેલ 9 તેમજ સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં 11 મળી કુલ 20 જેટલી કેરીના ગોડાઉન ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 230 કિલો કેરીનો અખાદ્ય જથ્થો ઝડપી પાડી સ્થળ ઉપર જ તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત ફૂડ શાખાની ટીમ દ્વારા ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શહેરીજનોને શુધ્ધ બરફ મળી રહે તેવા હેતુસર ત્રણબત્તી, એમ.પી.શાહ ઉદ્યોગ નગર અને બેડેશ્વર વિસ્તારમાં આવેલ સાધના આઇસ ફેકટરી, અશોક આઇસ ફેકટરી, આઝાદ આઇસ ફેકટરી, ઓનેસ્ટ આઇસ ફેકટરી અને ભુલચંદ એન્ડ કાું.મા સરપ્રાઇઝ ચેકીંગ કરેલ હતું અને આ આઇસ ફેકટરીઓમાં પાણીના સુપર કલોરીનેશન જાળવવા અને ક્ધટેનરો રદ થઇ ગયેલાને બદલવા તેમજ યોગ્ય સાફ-સફાઇ અને સ્વચ્છતા રાખવા આઇસ ફેકટરીના સંચાલકોને ફૂડ સેફટી અધિકારીઓ દ્વારાસુચના આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત કૃષ્ણનગરમાં માધવ ડેરીમાંથી ભેંસના દુધનું સેમ્પલ, ખોડીયાર કોલોની પાસે આવેલી ઉમિયા ડેરીમાંથી ગાયના દુધનું સેમ્પલ, તેમજ શાહ ડેરીમાંથી ભેંસના દુધનું સેમ્પલ લેવામાં આવેલ હતું. વાણિયાવાડમાં આવેલ તન્ના ફૂડસમાંથી મેંગોરાઇપનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.
માંડવી ટાવર પાસે આવેલ સાગર રસ સેન્ટરમાંથી શેરડીના રસનું સેમ્પલ તેમજ ગ્રેઇન માર્કેટ પાસે આવેલ શ્રીજી ટ્રેડર્સમાંથી મસ્ટર્ડ ઓઇલ, એન.કે.પ્રોટીન પ્રા.લી.માંથી મસ્ટર્ડ ઓઇલ, મેહતા એન્ટરપ્રાઇઝમાંથી પ્રિમિયમ કચ્ચીઘાની પ્યોરમસ્ટર્ડ ઓઇલ, ધનવંતી ટ્રેડર્સમાંથી કચ્ચીઘાની ઓઇલ, સંદીપ એન્ટરપ્રાઇઝમાંથી કચ્ચીઘાની તેલ અને નાગનાથ ગેઇટ પાસે રણછોડદાસ ગોકળદાસ નામની પેઢીમાંથી પણ કચ્ચીઘાની ઓઇલ સેમ્પલ લઇ લેબોરેટરી પરિક્ષણ માટે મોકલાયા હોવાનું ફૂડ સેફટી ઓફિસરે જાહેર કર્યુ છે.