આઇપીએલ રમાડવા પાછળનું મુખ્ય કારણ એજ હતું કે ભારતીય ક્રિકેટ વધુ મજબૂત બને અને નવોદિત ખેલાડીઓને પ્રોત્સાહિત કરાઈ. પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે પૈસાની રમત બની ગઈ છે. સરકાર પણ અનેક વિધ રીતે કર માંથી મુક્તિ આપે છે. આઇપીએલ દરમિયાન ખુબજ મોટા પ્રમાણમાં સટો રમાતો હોઈ છે જેને પણ સરકાર આંખ આડા કાન કરી દયે છે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે, ભારતીય ક્રિકેટને ક્યારે અને ક્યાં લઈ જવા માંગો છો એ પ્રશ્ન હાલ સવથિ મોટો ઉદભાવિટ થયો છે. વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બુમરાહ હોવા છતાં તેને કેમ યોગ્ય રકમ મળતી નથી તે દુઃખની વાત છે.
આઇપીએલ ના નિયમોમાં બદલાવ નહિ કરવામાં આવે તો ભારતીય ક્રિકેટની ભવિષ્ય ધૂંધરૂ થઈ જશે
દુબઈમાં પ્રથમ વખત યોજાયેલી આઇપીએલ ખેલાડીઓની હરાજીમાં તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા હતા. એ પણ એક વાર નહિ, બે વાર. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને આ રીતે તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. સ્ટાર્ક પહેલા, આ રેકોર્ડ તેના સાથી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે તોડ્યો હતો, જેને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારથી એક સવાલ ઉભો થઈ રહ્યો છે – શું વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનું અપમાન નથી?
જો તમે વિચારી રહ્યા હોવ કે આ સવાલ શા માટે પૂછવામાં આવે છે, તો તેનું એક કારણ પણ છે. વાસ્તવમાં, આઇપીએલનો નિયમ છે કે હરાજીમાં જે પણ ખેલાડીની બોલી લગાવવામાં આવે છે, તે તેની ફી છે. ટીમો એક સીઝન પછી ખેલાડીઓને જાળવી રાખે છે અથવા છોડે છે. રિટેન કરાયેલા ખેલાડીઓ હરાજીમાં આવતા નથી અને માત્ર નિશ્ચિત ફી પર જ ટીમ સાથે રહે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ લાંબા સમયથી એક જ ટીમનો ભાગ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમનો પગાર લગભગ એક સરખો જ રહ્યો છે, જ્યારે ક્યારેક-ક્યારેક આવતા ખેલાડીઓને તેમના કરતા વધુ પગાર આપવામાં આવે છે.
ભારતીય કેપ્ટન અનિલ કુંબલે અને પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ આનાથી પણ વધુ માગ કરી છે, જેના માટે આઇપીએલ હરાજીના નિયમોમાં પણ ફેરફાર કરવો પડશે. અનિલ કુંબલેએ હરાજી પહેલા જ કહ્યું હતું કે વિદેશી ખેલાડીઓ માટે અલગથી હરાજી પર્સ હોવું જોઈએ, જેથી ભારતીય અને વિદેશી ખેલાડીઓ વચ્ચેનો તફાવત ઓછો થઈ શકે.
આકાશ ચોપરાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મિની હરાજી પૂરી થયા પછી, ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું કે વિદેશી ખેલાડીઓ માટે હંમેશા અલગ હરાજી પર્સ હોવું જોઈએ. તેણે કહ્યું કે જસપ્રીત બુમરાહ અને મિશેલ સ્ટાર્ક વચ્ચે બુમરાહ સારો બોલર છે પરંતુ તેને માત્ર 12 કરોડ રૂપિયાનો પગાર મળે છે જ્યારે સ્ટાર્ક લગભગ 25 કરોડ રૂપિયા લે છે. ચોપરાએ આને ખોટું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે જો બુમરાહ, કોહલી જેવા ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઈઝીને પોતાને છોડવા અને હરાજીમાં આવવા કહેશે, તો તેઓ વધુ માટે આઉટબિડ થશે. આકાશ ચોપરાએ કહ્યું કે જો ખેલાડીઓને તેમની ક્ષમતા અનુસાર યોગ્ય રકમ ન મળે તો કંઈક ખોટું છે.