સમાજમાં આત્મઘાતનું પ્રમાણ વધતું જોવા મળે છે અને અમેરિકાના અબજોપતિ થોમસ લી એ આત્મહત્યા કરી છે તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ એક પછી એક કૌભાંડ સામે આવતા જાય છે જેની ચર્ચા અત્રે કરી હતી અને સાથે સાથે વિશ્વમાં કૈક અકળ બની રહ્યાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
આજ રોજ ૨૮ ફેબ્રુઆરી સાથે જ ફેબ્રુઆરી માસ સમાપ્ત થાય છે અને આવતીકાલ થી માર્ચ માસનો પ્રારંભ થશે. હોળાષ્ટકનો સમય ભારે વીતી રહ્યો છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગુરુ અને શુક્ર ખુબ નજીક આવતા જાય છે અને ૨જી માર્ચના એક સમાન ડિગ્રી પર હશે. ગુરુ અને શુક્ર બંને ગુરુ છે પરંતુ તેમના ગુણધર્મોમાં જમીન અસમાન નો ફરક છે.
શુક્ર રાજસિક છે જયારે ગુરુ સાત્વિક છે માટે આ સમયમાં સમાજમાં વિચારધારામાં વિરોધાભાષ જોવા મળે વળી હાઈ પ્રાફાઈલ લોકોએ છુપાવેલી ઘણી વાતો સામે આવતી જોવા મળે અને ઘણા દિગ્ગજ લોકોની બેનામી સંપત્તિ પણ હાથ લગતી જોવા મળે. માર્ચ માસમાં ઘણા કૌભાંડો ઉજાગર થતા જોવા મળશે અને લોકોમાં એક જાગૃતિ આવતી પણ જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨