ગુજરાત હાઈકોર્ટે વ્યાભિચાર બાબતે આપ્યો મહત્વનો ચુકાદો: કુટણખાનામાંથી ઝડપાયેલા વ્યકિતનું સંપૂર્ણ તપાસ કરવાનો પણ આદેશ

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, જો સેકસ વર્કર પર બરજબરી ન થઈ હોય તો વ્યભિચાર એ ગુનો ગણી શકાતો નથી. આ બાબતે કોર્ટે કહ્યું હતું કે, જો મહિલા પોતાની મરજીી દેહવ્યપાર કરતી હોય તો કૂટણખાનામાંી પકડાયેલી વ્યક્તિ સામે વ્યભિચારનો ગુનો લગાવી શકાય નહીં તેમ હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે. જ્યારે કે પકડાયેલી વ્યક્તિએ શું ખરેખર ગ્રાહક હતી કે કેમ? શું તેણે શરીર સુખ માણવા માટેના નાણાંની ચુકવણી કરી હતી કે પછી શું કૂટણખાનામાં આવવાનો તેનો આશય પૂરો યો હતો કે કેમ? અને મહિલા પોતાની મરજીી દેહવ્યાપારમાં સંકળાઇ હતી કે પછી તેનું જાતીય શોષણ ઇ રહ્યું હતું.

તે તમામ બાબતની તપાસ કરવાનો આદેશ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઈકોર્ટે આપ્યો હતો. સુરત ખાતેી કૂટણખાનામાંી પકડાયેલી વ્યક્તિ સામે ઇમમોરલ ટ્રાફિક (વ્યાભિચાર) અને એક્સ્પ્લોઇટેશન(જાતીય શોષણ)ની ફરિયાદ કરવામાં આવી હતી. જેને રદ કરાવવા યેલી અરજી હાઇકોર્ટે આંશિક ગ્રાહ્ય રાખીને રિટનો નિકાલ કર્યો હતો.

હાઇકોર્ટ સમક્ષ ઉપસ્તિ યેલા આ કેસની હકીકત એવી છે કે, સુરતની કડોદરા પોલીસને ત્રીજી જાન્યુ. ૨૦૧૭ના રોજ કૂટણખાનાની માહિતી મળતા તેઓ તતીાલય-૧ પાર્ક ખાતે પહોંચ્યા હતા. જ્યાં રેઇડ દરમિયાન એક રૂમમાં મહિલા અને એક વ્યક્તિ બેઠેલી પકડાઇ હતી. બીજી રૂમમાં પંટર અને મહિલા, જ્યારે કે એક અન્ય રૂમમાં ચાર વ્યક્તિ ઝડપાઇ હતી. આ વ્યક્તિઓ પૈકી એક અરજદાર વિનોદ પટેલ પણ હતો કે જે ગ્રાહક તરીકે ત્યાં આવ્યો હતો. એના સહિત કુલ છ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. તેી વિનોદે ફરિયાદ રદ કરાવવા હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,અરજદાર ઉપર જેતે મહિલાના જોતિય શોષણનો ગુનો લગાવી શકાય નહીં. કેમ કે અરજદારે કોઇ ગુનો આચર્યો જ ની. તે ફ્લેટના એક રૂમમાં ગ્રાહક તરીકે પોતાનો વારો આવવાની રાહ જોતો બેઠો હતો. અરજદાર મહિલા સોના સંપર્કમાં આવે એ પહેલા જ રેઇડ પડી હતી અને તમામને પકડી લેવાયા હતા. તેવા સંજોગોમાં અરજદાર સામેની ફરિયાદ રદ કરવાને લાયક ઠરે છે.

રાજ્ય સરકારે ફરિયાદ રદ કરવાની અરજીનો વિરોધ કર્યો હતો. જેમાં એવી રજૂઆત કરી હતી કે,અરજદાર રંગે હાો કૂટણખાનામાંી ઝડપાયો છે ત્યારે તેની વિરૂદ્ધ પ્રમદર્શી કેસ બને છે. તે પછી જો તેણે ગુનો આચર્યો ના હોય અને તે તેની તૈયારી કરી રહ્યો હોય તો પણ આ વિષય પોલીસ તપાસનો છે. નિર્ભયા કેસ બાદ મહિલાઓના શારીરિક શોષણના ગુનાઓની જોગવાઇઓમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જણાવી રાજ્ય સરકાર વતી જણાવાયું હતું કે,દેહ વ્યાપારમાં ઝડપાયેલા ગ્રાહકને કોઇ પણ રીતે નિર્દોષ ધારી શકાય નહીં અને ધારા-૩૭૦ મુજબ તેના પર ગુનો લગાવી શકાય.

આ પ્રકારની રજૂઆતો બાદ હાઇકોર્ટે ઠેરવ્યું હતું કે,અરજદાર મહિલા જોડે દેહવ્યાપાર કરાવતો હોવાનું કહી શકાય નહીં. તેી તેની સામેનો વ્યભિચારનો ગુનો ટકી શકવાને પાત્ર ના હોવાી ફરિયાદમાંી તે મતલબનો ગુનો રદ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.