તંત્રની ઘોર બેદરકારીથી દબાણકર્તાઓને મોકળું મેદાન
પરસોત્તમ માસની શરૂઆતની સાથે જ યાત્રિકોનો પ્રવાહ યાત્રાધામ દ્રારકામાં વધી રહ્યો છે ત્યારે જગતમંદિરના માર્ગે હોટલ બહાર સાવઁજનીક જગ્યામા દબાણથી અનેક ચર્ચા શરૂ થઇ છે. સબભૂમિ ગોપાલકીની જેમ દબાણ કરી મસમોટા ભાડા ઉધરાવાય રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીથી દબાણકર્તાઓને મોકળું મેદાન મળી ગયું છે. અને યાત્રાળુઓને પરેશાની થઇ રહી છે.
દ્રારકામાં તંત્રની ભયંકર બેદરકારીથી દબાણ કરનારા શખસો બેફામ બન્યા છે. આથી દ્વારકામાં સબ ભૂમિ ગોપાલકી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. તાજેતરમાં જગતમંદિરના માર્ગે હોટલ બહાર ખુલ્લેઆમ ભારે દબાણ કરવામાં આવ્યું હોવાનો તસ્વીરમા સ્પષ્ટ પણે નજરે પડે છે.દબાણ કરી મસમોટા ભાડા વસુલી રેસ્ટોરન્ટને ભાડે આપી દેવાય છે આમ છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. તંત્રની ઘોર બેદરકારીથી દબાણકર્તાઓને મોકળું મેદાન મળી ગયું છે બહારથી આવતા યાત્રિકો ને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે. દબાણને ઊકારણે માર્ગો સાંકડા બનતા ટ્રાફીક સહિતની સમસ્યઓએ માઝા મૂકી છે. તેની સામે તંત્રએ તાત્કાલીક કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.
“ધર્મ કી જય હો” કરી વિરાટ દબાણો ખડકી દેવાયા
યાત્રાધામ દ્વારકામાં ’પાતાળ’ કમાણી (અન્ડરગ્રાઉન્ડ ઇન્કમ) કરતા શકુનિ વૃત્તિનાં વેપારીઓ ધર્માત્માનો વેશ લઇ પોતાનો સ્વાર્થ સાધી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે પરંતુ તંત્ર ’ખેલ’ ને નજર અંદાજ કરી રહ્યું હોય તેવી સ્થિતિથી વિરાટ સવાલો ઉભા થયા છે. આખરે દબાણકર્તાઓ અને સત્તાધીશો વચ્ચે કોઇ ’પરસ્પર હિત’ નો ગુપ્ત કરાર છે કે શું? એ સવાલ ચર્ચાય રહ્યો છે.