રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની વી.વી.પી. જ્ઞાન કેન્દ્ર લાઈબ્રેરી દ્વારા જ્ઞાનવર્ધક ઉજવણી.

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી નીમીતે વી.વી.પી. ઈજનેરી કોલેજ લાઈબ્રેરી ખાતે પુસ્તક પ્રદર્શન, પુસ્તક પૂજન તથા જ્ઞાન આધારિત વાંચન વિષય જેવા ત્રિવિધ જ્ઞાનવર્ધક ભવ્ય કાર્યક્રમો યોજાયો હતો. ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ દ્વારા પુસ્તક પૂજન કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યો હતો. તેમજ બેસ્ટ યુઝર એવોર્ડ વિજેતા વિદ્યાર્થીઓ સાગઠીયા સૌરભ તેમજ કલ્યાણી પંડયા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

આ તકે ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલએ ઈન્ટરનેટન અહિતકારી વપરાશને ટાળી પુસ્તક વાંચન તરફ વળવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ડીજીટલ યુગમાં થતો ક્રાઈમ દર લાઈબ્રેરીમાં રહેલ ટેકનિકલ-નોન ટેકનિકલ પુસ્તકો તથા અન્ય રીડીંગ મટીરીયલ્સનો વધુને વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ નિમિત્તે યોજાયેલ નજ્ઞાન આધારિત વાંચનપ વિષય પર મોટીવેશનલ સ્પીકર તથા લાઈફ કોચ મોહિત કાચાનું એકસ્પર્ટ લેકચર રાખવામાં આવ્યું હતું.

કાર્યક્રમના વકતા મોહિતભાઈ કાચાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, પુસ્તકો વાંચવાથી આપણને જ્ઞાન મળે છે. જયારે અન્ય ડીજીટલ માધ્યમોથી આપણે ફકત માહિતી મેળવીએ છીએ. આજે જયારે આજની યુવા પેઢી મોબાઈલ, લેપટોપ જેવા ડિજીટલ માધ્યમોને મહત્વ આપે છે ત્યારે તેઓ તે માધ્યમોથી ફકત માહિતી જોવે છે, પ્રાથમિક માહિતી મેળવે છે, ખરા અર્થમાં વાંચના નથી, જ્ઞાન મેળવતા નથી અને જ્ઞાન આધારિત વાંચન ઓછું થતું જાય છે.

ત્યારે પુસ્તકોમાં રહેલ પોઝીટીવ ઓરા તેમાં રહેલ જ્ઞાન, સંસ્કાર જ આપણી નેકસ્ટ જનરેશનને બચાવી શકશે. જયા સુધી ડીજીટલ ગેઝેટના રેડીએશનથી બચવાના ઉપાય ન મળે ત્યાં સુધી પુસ્તકો જ વાંચવા જોઈએ. વકતવ્યના અંતે તેમણે આપણી એનર્જીને ઓળખવા માટે મેડીટેશનની પ્રેકટીસ કરાવી હતી જેના દ્વારા મનને પુસ્તકમાં એકાગ્ર કરી વધુ સારું વાંચન કરી સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત ત્રણ ઓમકારના નાદ સાથે અને બાદમાં દિપપ્રાગટય કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ડો.દેશકરના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડો.તેજસ શાહ તથા લાઈબ્રેરી સ્ટાફના સર્વે જયેશભાઈ સંઘાણી, બકુલેશભાઈ રાજગોર, હિતેશભાઈ ત્રિવેદી, કેતનભાઈ પરમાર, દિપેનભાઈ વ્યાસ, કલ્પેશભાઈ છાંયા વિગેરે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતા બદલ મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશીકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા તથા હર્ષલભાઈ મણીઆરે શુભકામનાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.