‘કોવિડ વોર્ડ ફૂલ’ના પાટિયા લાગ્યા; એમ્બ્યુલન્સની લાંબી કતાર; લોકોમાં હોબાળો
ભુજ શહેર ખાતે કોરોના કાળ દરમિયાન મહત્વની બનેલી જી કે જનરલ હોસ્પિટલ ખાતે ફક્ત 400 બેડ હોવાથી તે દર્દીઓથી હાઉસફુલ થઈ જતા હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર બંને સાંજના બંધ કરી દેવામાં આવ્યા હતા જે દરમિયાન આવનારા ગરીબ દર્દીઓ માટે આશાના કિરણ સમાન ગણાતી આ હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવા માં હતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી
ગઈકાલે રાત્રીના 10 વાગ્યાના અરસામાં હોસ્પિટલના પ્રવેશના અને બહાર નીકળવાના બંને દ્વારો બંધ કરી દેવાયા હતા હોસ્પિટલમાં ઠેરઠેર કોવિડ વોર્ડ ફુલ હોવાના પાટિયા લગાવી દેવાતા તો બીજી તરફ રોડ પર દર્દીઓને લઇ આવેલી એમ્બ્યુલન્સની જી.કે.જનરલ હોસ્પિટલ અંદરથી લઈ છેક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ સુધી લાંબી કતારો લાગી ગઇ હતી ઓક્સિજન અને દવાઓની અછત વચ્ચે હવે એક માત્ર કહેવાથી અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલ ગેટ બંધ થઈ જતા લોકોમાં હોબાળો મચી ગયો હતો જોકે બીજી તરફ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર નરેન્દ્ર હિરાણીએ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર હોય તે તમામ 228 બેટ ફુલ થઈ જતા અમે ગેટ બંધ કરાવ્યા હોવાનું જણાવ્યું હતું જોકે હોસ્પીટલમાં કુલ 400 બેડ છે રૂમ એર પર એટલે કે ઓક્સિજનની જરૂર ના હોય તેવા દર્દીઓ ને એડમિટ કરીએ છીએ ઈમરજન્સી કેસ ને એડમીટ કરતા હોવાનો બચાવ કર્યો હોય તેવી પણ ચર્ચા જાગી હતી હોસ્પિટલની ક્ષમતા પૂરી થઈ ગઈ છે સવારથી જ દર્દીઓને દાખલ કરવા ઈનકાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું આ દરમિયાન દલિત આગેવાન નરેશ મહેશ્વરી આ બાબતે ગંભીરતા ગણાવી હતી તો ખાનગી હોસ્પિટલ માં મનફાવે તેવા રૂપિયા પડાવી ને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેમની પથારીઓ પણ ભરાઈ ગઈ છે કોઈ બોલવા તૈયાર થતું નથી હવે ઇમર્જન્સીમાં દર્દીને દાખલ કરવો હોય તો સામાન્ય કે ગરીબ માણસ ક્યાં જશે તો આ બાબતે મહેશ્વરીએ વહીવટીતંત્રને તાત્કાલિક ધોરણે અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલ ને લાગેલ તાળા ખોલવા અનુરોધ કર્યો હતો