સમાજ માટે સતાને લાત મારતા કોંગી ધારાસભ્ય
પાટીદાર સમાજને બંધારણીય અનામત મળે તે માટે સમગ્ર રાજયમાં છેલ્લા બે વર્ષ થયા પાટીદાર સમાજના યુવાનો આંદોલન ચલાવી રહ્યાં છે. આ સમય દરમ્યાન પાટીદાર સમાજના યુવાનો ઉપર અનેક પ્રકારના જોર જુલમો થયા તેમાં અનામત આંદોલનની માંગના પ્રણેતા હાર્દિક પટેલને નવ માસ જેલમાં ધકેલી દઈ ગુજરાત સરકારે આ આંદોલનને તોડી પાડવા અનેક પ્રયાસો કરેલ.
આવા સમયમાં ધારાસભાની ચૂંટણીના બ્યુગલ વાગ્યા પરિણામમાં ભાજપ તે ૬૦ જેટલી બેઠકો ગુમાવાનો વારો આવતા કેન્દ્રમાં બેઠેલા ભાજપના નેતાઓ ચોકી ગયા. વિવિધ આયોગો અને અનામત સમક્ષ વિવિધ લાભો આપવાની જાહેરાતો કરી છતાં પાટીદાર આંદોલન શાંત વાનું નામ લેતું નથી. હાલમાં પણ પાટીદાર આંદોલન ધીમીગતિએ ચાલી રહ્યું છે. તેવા સમયે ગઈકાલે કેન્દ્રીય ભાજપના કેબિનેટ મંત્રી રામદાસ આઠવલે નિવેદન કરતા પાટીદાર સમાજના કોંગ્રેસી ધારાસભ્યે સમાજ માટે માું આપવાની જાહેરાત કરતા ભાજપને ભારે પડી ગયું હતું.
ગઈકાલે કેન્દ્રના ભાજપ સરકારના કેબિનેટ મંત્રી રામદાસ આઠવલે જણાવેલ કે જો પાટીદાર સમાજના યુવાન હાર્દિક પટેલ એનડીએને સર્મન આપે તો પાટીદાર સમાજને અનામતનો પ્રશ્ર્ન ઉકેલી શકાય તેમ છે. આવા વિધાન અને નિવેદન સામે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્યએ વ્યક્તિ ગત નિવેદન કરી જણાવેલ કે જો પાટીદાર સમાજને કેન્દ્રમાં બેઠેલી એનડીએની સરકાર બંધારણીય અનામત આપતી હોય તો પાટીદાર સમાજ માટે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી ભાજપનો આજીવન પ્રચાર કરવા તૈયાર છે, સો સાષ પાસના અગ્રણી નયન જીવાણી, જતિન ભાલોડિયા, સુરેશ વેકરીયા, અશ્ર્વિન ગજેરા, જીતુ લક્કડએ જણાવેલ કે પાટીદાર સમાજ માટે સતાને લાત મારવા વારો ધારાસભ્ય પહેલો જોયો છે.સત્તા કરતા સમાજનું સ્વમાન વધુ વાલું હોય તેમ લલીત વસોયાની સો એક હજાર યુવાનો પણ ભાજપ બંધારણીય અનામત આપે તો આજીવન ભાજપનો પ્રચાર કરવા તૈયાર હોવાનું જણાવેલ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,