‘હણે તેને હણવામાં પાપ નથી’એ શ્લોકના અમલનો સમય પાકી ગયો !!!
પાકિસ્તાનના કાકરીચાણા અને ગુસ્તાખી બંધ નહીં થાય તો ભારતને સંયમની લક્ષ્મણ રેખા પાર કરીને શત્રુને શબક શિખવાડવો જ જોઇએ : કારગિલ નાયક વી.પી. મલીકનો ધ્રૂજારો
‘હણે તેને હણવામાં પાપ નથી’ ગીતાસારમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંબોધીને આપેલું તત્વજ્ઞાન આજે પણ અક્ષરસ સત્ય અને જીવન આચરણમાં ઉતારવા માટે યોગ્ય ગણાય છે. વૈશ્ર્વિક રાજનીતીમાં દરેક યુગમાં રાજસત્તા માટે પોતાના રાજ્યવિસ્તારની રખેવાલીની સાથેસાથે રાજ્યની હદ વધારવા માટે વિસ્તારવાદ મહત્વનું સ્વપ્નું બની રહે છે. દરેક નાના-મોટા રાજ્યોને સામ્રાજ્ય હંમેશા પોતાનું રાજ્ય સિમાંકન વધતું જાય તે ઇચ્છે છે. એવા વાત અલગ છે કે બે વિશ્ર્વ યુધ્ધ પછી વિશ્ર્વ સમાજ દ્વારા અપનાવેલી રાજકીય આચારસંહિતામાં કોઇ એક રાજ્યનું વિસ્તાર વિનાકારણે બીજું રાજ્ય કબ્જે કરી શકતું નથી.
અલબત્ત આજે પણ ચીન જેવુ મહાસત્તા પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે પોતાની સરહદો વધુને વધુ આગળ વધારવા પ્રયત્નશીલ છે પરંતુ આંતર રાષ્ટ્રીય કાયદા-કાનૂનને કારણે ડ્રેગનનો ગંજ વાગતો નથી. પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ભારતીય સૈનિકો સિંધના સિમાડાઓ વટાવીને છેક લાહોરના દરવાજે પહોંચી ગયા હતા પરંતુ યુધ્ધ પુરુ થયે ભારતીય સૈના પાછી વળી ગઇ હતી. હવે યુગમાં વિસ્તાર વાદને બ્રેક લાગી ગઇ છે પરંતુ કેટલાક વિશિષ્ટ સંજોગોમાં પોતાના દેશની એકતા-અખંડિતા અને સર્વો ભૌમત્વને લઇને મર્યાદાની લક્ષ્મણ રેખા ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને આપેલા બોધ વચન મુજબ ‘હણે એને હણવામાં વાંધો નહીં’ તેનો વિકલ્પ દરેક દેશ માટે ખૂલ્લો રહે છે.
આજે સમગ્ર દેશમાં ભારત-પાક વચ્ચે ખેલાયેલા કારગિલ યુધ્ધ શહિદ દિવસની ઉજવણી થઇ રહી છે. દેશના જવાનોએ જે શૂરવીરતાથી દુશ્મન દેશને પરાજય આપ્યો હતો તેની ગૌરવ ગાથા અને માતૃભૂમિ કાજે શહિદી વ્હોરી લેનાર દેશના જવાનોને શ્રધ્ધાંસુમન અપાઇ રહ્યાં છે ત્યારે કારગિલના હિરો જનરલ વી.પી. મલિકે એવો ધ્રૂજારો વ્યક્ત કર્યો છે કે પાકિસ્તાન હજુ પણ તેના કાંકરીચાણા બંધ કરતું નથી અને વારંવારના નિયમ ભંગની પરંપરાને લઇને પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીનો નિર્દેશ આપીને જનરલ વી.પી. મલિકે જણાવ્યું હતું કે હવે આપણે પાકિસ્તાનનો ભારત સંલગ્ન વિસ્તારને મેળવી લેવાની છૂટ લેવી જોઇએ.1999માં જ્યારે ભર ઉનાળે કારગિલમાં સંઘર્ષની સ્થિતિ શરૂ થઇ ત્યારે સેનાધ્યઘ તરીકે જનરલ વી.પી. મલિક ફરજ પર હતા અને તેમણે દુશ્મનના દાંત ખાંટા કરી નાખ્યા હતાં.આજે સમગ્ર દેશમાં કારગિલ શહિદ દિવસની ઉજવણી થઇ રહી છે.
ત્યારે વી.પી. મલિકે ત્યારની પરિસ્થિતિને યાદ કરીને હણે એને હણવામાં વાંધો નહીંનું શૂર વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ભલે ભારત શાંતિપ્રિય રાષ્ટ્ર તરીકેનું આભા ધરાવતું હોય, માનવ અધિકાર, આંતર રાષ્ટ્રીય કાયદા અને સરહદ પરની શાંતિ હોય કે યુધ્ધ કેદી, નાગરિકો અને પરદેશી ગુન્હેગારોના સાથેના વ્યવહારમાં હંમેશા નિયમબંધ રહેતું આવ્યું છે. પરંતુ પાકિસ્તાન સતતપણે ભારત સાથે અવળચંડાઇ કરતું આવ્યું છે.
વારંવાર સીઝફાયરનો ભંગ અને કારગિલ જેવી હરકતો કરનાર પાકિસ્તાનને તેની ઓકાત બતાવવા માટે જરૂર પડે તો તેનો કબ્જો પણ લઇ લેવો જોઇએ. ભારત-પાક. સંબંધો સુધરે તે માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના નવાઝ શરીફે મૈત્રી માહોલને ઘનિષ્ઠ બનાવ્યું હતું પરંતુ પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓએ કાશ્મિર ઉપર કબ્જો કરી લીધો અને ભારતે બોફર્સ તોપોને ત્રણ કટકે યુધ્ધ ભૂમિ પર પહોંચાડીને કારગિલ પર ફતેહ મેળવી હતી. પાકિસ્તાનની કથની અને કરની હંમેશા વિરોધાભાષી રહી છે.
તેનો ભરોસો કોઇ કાળે કરી શકાય નહીં તેમ જણાવી પૂર્વ સેનાધ્યક્ષે એવો મત વ્યક્ત કર્યો હતો કે દેશના સર્વભૌમત્વ માટે કદાચ લક્ષ્મણ રેખા ઓળંગવાની જરૂર પડે તો પાકિસ્તાનની મામલામાં કંઇ ખોટુ નથી. વારંવાર અટકચાળા કરનારા પાકિસ્તાનને પાઠ ભણાવવા તેનો કબ્જો કરવાની છૂટ મળવી જોઇએ.