કોરોના મહામારીને કારણે આપણે ઓકિસજનને જાણવા લાગ્યા પણ મિત્રો તેની વેલ્યુ કેટલી છે તે આપણને ખબર નથી. જો પૃથ્વી ઉપરથી માત્ર પાંચ સેકન્ડ ઓકિસજન ગાયબ થઇ જાય તો પણ સમગ્ર પૃથ્વીનો નાશ થઇ જાય, આપણે કહીએ કે વૃક્ષો વાવોને ઓકિસજન લાવો પણ જો સમગ્ર પૃથ્વી પર થી માત્ર થોડી પળોમાં ઓકિસજન ગાયબ થવાથી તાજમહાલ સ્ટેચ્યુ ઓફ લીબર્ટી જેવી વિશાળ ઇમારત ચકનાચુર થઇ જાય, કારણ કે ઇમારતો સીમેન્ટ, રેતી, ઇંટ જેના વડે જોડાયેલ છે. તે ઓકિસજનના નાના પાર્ટ મોનીકયુલર વડે ઉભી છે. ઓકિસજનને કારણે જ હવાનું દબાણ બરોબર રહે છે જો એ ન રહે તો આપણા કાનના પડદા ફાટી જાય છે ને આપણે બેરા થઇ જાય છીએ, સેકન્ડમૉ જ હવાનું દબાણ ર1 ટકા જેટલું ઘટી જાય છે. તેથી જીવન જીવવું શકય નથી. ધરતી જમીન તૂટતા સમગ્ર પૃથ્વી જમીનમાં ગરક થઇ જાય છે, પગની નીચેની જમીન સરકી જાય છે. તે બધું જ જમીનમાં ગરક થઇ જાય છે. ઇલે. કાર મશીનોને પણ ઓકિસજનની જરુર કે હાજરીથી કાર્યરત હોય તે પણ બંધ થઇ જાય છે. પૃથ્વીનુ નિર્માણ પ ટકા ઓકિસજનની મદદથી થતુ હોય તે  ન મળતા પલક જપ કે જ તેનો નાશ થઇ જાય છે.

પાણીમાં હાઇડ્રોજન અને ઓકિસજન હોય છે જેથી ઓકિસજન ગાયબ થતા માત્ર હાઇડ્રોજન બચે છે એ પણ આકાશમાં જવાથી પૃથ્વી પર અંધારુ થઇ જાશે. ઓઝોનલેયર આપણને અને પૃથ્વીને સૂર્યના કિરણોથી બચાવે છે જો ઓકિસજન ગાયબ થઇ જાય તો આપણે બધા પાપડની જેમ સેકાય જાય, વિશ્ર્વની તમામ ઇમારને તેની ક્રોકીટ મજબુતી ઓકિસજનને કારણે ટકી હોવાથી તે ન મળતા પૃથ્વીનો નાશ થાય છે. હાલ કોરોના મહામારીમાં શ્ર્વસનક્રિયામાઁ જરુરી ફેફસા અને ઓકિસજનની વાત પહેલા શ્વાસ માટેના શ્ર્વાસ સમા ઓકિસજનની ગેરહાજરીથી માનવજાતના તરફડીયાની જેમ પૃથ્વીનો નાશ આપણી સામે જ થઇ શકે, માટે તેનું મહત્વ સમયે અને પર્યાવરણને બચાવો, રક્ષણ કરોને વૃક્ષો વાવાને જતન કરો ને આવનારી પેઢીને ‘કલીન વર્ડ’ ની ભેટ આપો.

‘મિટ્ટી કે પૂતલે…. મિટ્ટી મે મિલ જાયેગે’

આજકાલ કોરોના મહામારીમાં શ્વાસ લેવાની તકલીફ સાથે ઓકિસજન લેવલ ઘટવાની બહુ ફરીયાદ જોવા મળે છે. વધતું જતું પ્રદુષણ અને આપણી લાઇફ સ્ટાઇલ, ધુમ્રપાન, વ્યસનો કારણે આપણા શ્રવસન તંત્રના મહત્વનાં અંગ ફેફસા નબળા પડેલા હોય ત્યાં આ મહામારીને કારણે હવે સૌ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. શ્ર્વાસને અંદર બહાર કરવાની પ્રક્રિયામાં સૌથી અગત્યની ભૂમિકા ફેફસાની છે.શ્વાસની ક્રિયામાં ફેફસામાં ઇન્હેલેશન દ્વારા હવામાંથી ઓકિસજન લે છે, સેલ્યુલર શ્વાસચ્છાસ દ્વારા ઉત્પાદીત કાર્બન ડાયોકસાઇડને બહાર કાઢે છે. કાર્ડિયોવાસ્કપુલર સિસ્ટમ સાથે ફેફસા નજીકથી સંકળાયેલા છે.

આપણાં શરીરમાં બે ફેફસા હોય છે જેમાં એક છાતીના પોલાણની ડાબી બાજુ અને બીજું જમણી બાજુ પર સ્થિત છે. જમણા ફેફસાના ત્રણ વિભાગ અને ડાબી બાજુ અને બે ભાગ હોય છે. ફેફસા એક બેસ્તરના પડથી વીંટળાયેલા હોય છે જે છાતીના પોલાણને જોડે છે. સમગ્ર શરીરમાં ઓકિસજન ફેલાવવા માટે હ્રદય અને રૂધિરાભિસરણ તંત્ર સાથે જોડાણમાં ફેફસા કામ કરે છે. જેમ જેમ હ્રદય ચક્ર દ્વારા રકતનું પ્રસાર કરે છે, હ્રદયમાં પરત આવવાથી ઓકિસજન ક્ષીણ લોહી ફેફસામાં પમ્પ થાય છે. પલ્મોનરી ધમની હ્રદયમાંથી ફેફસામાં લોહી વહન કરે છે. આ ધમની હ્રદય અને શાખાઓના જમણાં વેન્ટ્રિકલમાંથી ડાબી અને જમણી પલ્મોનરી ધમની સુધી વિસ્તરે છે. ડાબી ડાબા અને જમણી જમણાં ફેફસામાં વિસ્તરે

શ્વાસની પ્રક્રિયા દ્વારા હવાને ફેફસામાં આપવામાં આવે છે. શ્ર્વાસ લેતી વખતે પડદાની મુખય ભૂમિકા છે. પડદાનું એક સ્નાયુબઘ્ધ વિભાજન છે જે પેટની પોલાણથી છાતીના પોલાણને અલગ કરે છે. છાતીનું પોલાણ ઉપર નીચે થઇને ફેફસામાં હવાનું દબાણ ઘટાડે છે, જે હવાના માર્ગો દ્વારા ફેફસામાં ખેચવામાં આવે છે. આ પ્રક્રિયાને ઇન્હેલેશન કહેવાય છે. શ્વાસને અંદર બહાર કાઢવાનું નિયમનએ સ્વાયત નર્વસ પ્રણાલીનું કાર્ય છે. શ્ર્વાસને મગજના પ્રદેશ દ્વારા નિયંત્રીત કરવામાં આવે છે. મગજના ચેતા કોષો જ પડદાને સંકેત આપે છે અને પાંસળી વચ્ચેના સ્નાયુઓ સંકોચન કરે છે જે શ્વાસ પ્રક્રિયા શરૂ કરે છે.

ફેફસાના આરોગ્ય માટે ચોખ્ખી હવા ખુબ જરૂરી છે. ધુમ્રપાન અને સેક્ધડ હેન્ડ ઘુમાડો અને અન્ય પ્રદુષણોથી દુર રહેવું હિતાવહ છે. ઠંડી અને ફલૂ સિઝન દરમ્યાન જીવાણુંના સંપર્કથી દૂર રહીને શ્વાસોચ્છવાસ ચેપ સામે રક્ષણ કરવું, નિયમિત એરોબિક કસરત ફેફસાની ક્ષમતા અને આરોગ્ય સુધારવા માટે ઘણી ઉપયોગી છે. આ ઉપરાંત ફેફસા મજબુત રાખવા દૈનિક ભોજનમાં પોષણતત્વો વાળો ખોરાક લેવો જોઇએ. જો કે શરીરના દરેક ભાગને તંદુરસ્ત રાખવા જરુરી છે. પણ હ્રદય અને ફેફસાને હેલ્ધી રાખવા ખુબજ જરુરી છે. ફેફસા શરીરનો એ ભાગ છે જે આપણને શ્ર્વાસ લેવામાં મદદ કરે છે. ધુમ્રપાન તમાકુ વિગેરે ફેફસાને નુકશાન કરે છે. તો તેની સામે ઉત્તમ ખોરાક વડે તેને તંદુરસ્તી રાખીને સારૂ જીવન જીવી શકાય છે. સૌથી અગત્યની વાતમાં ફેફસાને તંદુરસ્ત રાખવા એન્ટી ઓકિસડેન્ટ ખુબ જ ફાયદાકારક છે. આને કારણે જ ફેફસામાં હાજર ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢી શકાય છે.

એન્ટી ઓકિસડેન્ટ આપણને ગાજર, બ્રોકોલી, શકકરીયા, ટમેટા અને લીલા પાંદળાવાળા શાકભાજીમાંથી મળે છે તેથી તેનું નિયમિત સેવન  કરવું જરુરી છે. આ ઉપરાંત માછલી, ડાઇફુટ અને અળસીમાંથી આપણને ઓમેગા-3 ફેટી એસીડ મળે છે. જે ફેફસા અને મગજને તંદુરસ્ત રાખે છે. મસુરની દાળ અને મેથી રોગ પ્રતિકારક તંત્ર સાથે આપણા ફેફસા પણ ‘ટનાટન’ રાખ છે. સૌથી અગત્યની બાબતમાં વીટામીન-સી ધરાવતા ફળો ફેફસાને ચોખ્ખા  તંદુરસ્ત રાખે છે. આવા ફળોમાં નારંગી, લીંબુ, ટમેટા, કીવી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ વિગેરેમાં એન્ટી ઓકિસડન્ટસ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે દરરોજ ખાવા જરુરી છે. જેને કારણે શ્વાસ દરમિયાન શરીરના અન્ય ભાગોને ઓકિસજન આપવામાં મદદ કરે છે.

કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ ત્રણ ચાર મહિના ઘ્યાન રાખવું જરુરી છે. કેટલાકને ફેફસામાં અસર હોવાથી થોડું ચાલે તો હાંફી જાય કે ઘરમાં થોડું કામ કરે તો શ્ર્વાસ ચઢવા લાગે છે. લોહીમાં ઓકિસજનનું પ્રમાણ જળવાતું નથી. આ ટાઇપના કેસ  દેશમાં અને ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. ડોકટરો માટે પલ્મોનરી ફાઇબ્રોસીસ થવાને કાણે સ્વસ્થ થયા બાદ પણ તેના ફેફસા વ્યવસ્થિત રીતે કામ કરતા ન હતા.  કોરોનાના પરીક્ષણ માટે છાતીનો એકસ-રે સ્કેન આજકાલ કરાવે છે. પવર્તમાન કોરોનાના દર્દીને તાવ, ઉઘરસ શરદી જેવા લક્ષણો કે તે વિનાના  પોઝિટીવ જોવા મળે છે. ન્યુમોનિયા વાળા દર્દી ઓછા હોય છે પણ ઓકિસજન લેવલ ઘટવાને કારણે વેન્ટિલેટર પર દર્દીને રાખવા પડે છે.કોરોના બાદ શ્વાસ આવાગમન એટલે કે બ્રીધીંગ એકસરસાઇઝ કરવી ખુબ જ જરુરી છે.

સાજા થયેલામાંથી પ ટકા લોકોમાં પણ પલ્મોનરી ફાઇબ્રોસિસની એટલે કે ફેફસા નબળા પડવાની સમસ્યા રહેતી હોય તો પણ આવા દર્દીની સંખ્યા બહુ મોટી હોવાની સાજા થયા બાદ ઓકિસજન લેવલ 90 થી 95 રહેતું હોય પણ બે ત્રણ મીનીટ ચાલવાથી 80 થી 85 થઇ જાય તો તેને એ બાબતની સારવાર સાથેની તકેદારી પલ્મોનરી રિહેબિલિટેશનની જરુર પડે છે. કોરોનાને કારણે ફેફસા કેટલી હદ સુધી નુકશાન થાય છે તે ઉપરથી માંસપેશીઓ સક્ષમ થતાં વાર લાગે છે. કદાચ મહામારી સમાપ્ત થયા બાદ પણ દેશમાં ફેફસાને લગતી સમસ્યાથી દર્દીઓ પીડાતા હશે.કોરોના વાયરસ આપણાં શરીરના શ્ર્વસન ક્રિયા સાથે સંકળાયેલા ફેફસાને સૌથી વધુ અસર કરે છે અને શ્ર્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરે છે. પરિણામે વાયુ કોષોની વાયુની આપલે કરવાની ક્ષમતા રહેતી નથી. આમ જોઇએ તો ફેફસાનું મુખ્ય કાર્ય શ્વાસનનું છે. જેના દ્વારા ઓકિસજન મેળવી લોહી દ્વારા સંપૂર્ણ શરીરનાં કોષોને પહોચાડે છે. કોરોનાથી જે દર્દીના ફેફસા નબળા પડયા હોય તેને માટે ‘સ્પાયરો મેટ્રીની કસરત’ સંજીવની સમાન છે. આપણાં ફેફસાને તંદુરસ્ત રાખવા પોષણયુકત આહાર લેવો જરુરી છે. સિગારેટના ઘુમાડા અને પર્યાવરણના ઝેરી પદાર્થોના સંપર્કની સાથે ખરાબ આહાર પણ આપણા ફેફસા નબળા પાડે છે. ફેફસા આપણાં શરીર માટે ઓકિસજનના ફિલ્ટરનું કાર્ય કરે છે. જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો ફેફસાનું અટકયા વગર કામ કરવું જરુરીછે. મોટાભાગના બોડીના કાર્યો ફેફસા પર નિર્ભર છે.

 

ફેફસાને તંદુરસ્ત રાખવા ખાઓ આ ખોરાક

GSCGJ10155048

હાઇ ફાઇબર ફુડસમાં વટાળા, દાળ, રાસબેરી અને રાજમા સાથે અન્ય ખાદ્ય પદાર્થોમાં ઘંઉ, સ્પેગેટી, બેકડ, બીન્સ, ચિયા, સિડસ, નાશપતિ અને બ્રોકલી આહારમાં લેવું જોઇએ અનાજ ફેફસા માટે ઉત્તમ છે. બ્રાઉન રાઇસ, ઘંઉની રોટલી, પાસ્તા જવ વિગેરે પણ ગુણકારી છે. બ્લ્યુબેરી અને સ્ટ્રોબેરી સાથે તમામ લીલા શાકભાજી અને પાંદરાવાળા શાકભાીજ તમારા ફેફસાને ‘ટનાટન’ રાખે છે. દૂધ ઉત્પાદનવાળી વસ્તુ ઓ પણ ફેફસાને તંદુરસ્ત રાખે છે. દરરોજ અખરોટ ખાવાથી તમો ફેફસાની તમામ સમસ્યામાંથી મુકિત મેળવી શકો છો. આખા દિવસમાં 6 થી 8 ગ્લાસ પાણી પીવાથી  ફેફસા પ્યોરી ફાઇ થાય અને તેના રોગોથી દૂર રહો છો. ફેફસાને તંદુરસ્ત રાખવા એન્ટિ ઓકિસડન્ટ ખોરાક લેવો જરુરી છે, એનાથી ફેફસામાં હાજર ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢી શકાય છે. આ આપણને ગાજર, શકકરીયા, ટમેટા, લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, ડ્રાયફુટ અને અળસીમાંથી મળે છે. સૌથી અગત્યની બાબત વીટામીન-સી વાળા ફ્રુટો નિયમિત ખાવા જેમાં નારંગી, લીંબુ, ટમેટા, કિવી, સ્ટ્રોબેરી દ્વાક્ષ વિગેરે ખાવા મસુરની દાળ અને મેથી ફેફસા માટે લાભદાયક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.