ભાદર-ર ડેમના પ્રદુષણ મામલે ધારાસભ્યએ પ્રદુષણ બોર્ડ કચેરીએ કર્યો હલ્લાબોલ: પાંચ ઉદ્યોગપતિને સાચવવા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો ધારાસભ્ય વસોાયાનો આક્ષેપ
જેતપુરની પ્રાદેશિક પ્રદુષણ બોર્ડ ખાતે ધારાસભ્ય લલિત વસોયા પોતાના સમર્થકો સાથે આવી કચેરીમાં પ્રદુષણ મામલે હલાબોલ કરી હજાર અધિકારી સાથે દબંગાઈ કરી હતી
ધોરાજી તાલુકાના ગામોને પીવાનું પાણી પૂરું પડતો ભાદર ૨ ડેમ પ્રદૂષિત બન્યો છે જે અંગે અનેક વખત રાજુવાત કરવામાં આવેલ હતી ગયા વર્ષે પણ આ તાલુકાના લોકોએ આ પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી પીવાનો ઇન્કાર કરેલ હતો
આ વર્ષે ડેમ ભરાતા નથી સાથે જેતપુરની ભાદર નદીમાં વહેતું કેમિકલ યુક્ત પાણી ભાદર ૨ માં આવી ગયું હતું અને ડેમમાં ચારે તરફ કેમિકલ વાળા ફીણ જોવા મળ્યા હતા
થોડા દિવસો પહેલા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એ આ અંગે કલેકટરને લેખીત માં ફરિયાદ કરી આ બાબતે જાણ કરેલ હતી અને જો આ અંગે નિરાકરણ નહીં લેવાઈ તો જલસમાધી નથી ચિમકી પણ આપવામાં આવેલ હતી
જેતપુરની પ્રાંત કચેરીએ પોતાના સમર્થકો સાથે આવેલ લલિત વસોયા પ્રદુષણ બોર્ડના અધિકારી સાથે ઉગ્ર ચર્ચા થયેલ હતી અને તેમના દ્વારા શા માટે કોઈ પગલાં લેવામાં આવતાં નથી કે કોઈ પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તમે જો કોઈ કાર્યવાહી નહીં કરો તો તમને કોઈ બચાવી નહીં શકે તેવા શબ્દો કહી દબાગાઈ કરી હતી
ધારાસભ્ય લલિત વસોયાએ દબંગાઈ સાથે પ્રદુષણ અધિકરીને જણાવેલ કે તમે ૩૦ ગામોના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છો આ પાણી પીવાથી ચામડી,પેટને લાગતા તેમજ આરોગ્ય ને સાથે ચેડાં થઈ રહ્યા હોય જો અમારું આરોગ્ય બગડશે તો તમારું આરોગ્ય બગાડશુ તેવું કહયું હતું આ સંગ્રહ ચર્ચા માં પ્રાદેશિક પ્રદુષણ બોર્ડના અધિકારી જે.ડી.ગોસ્વામી એ જણાવેલ કે ખરેખર ભાદર ૨ ડેમ નું કેમિકલ યુક્ત પાણી પીવા લાયક નથી એ અંગે અમે રિપોર્ટ પણ ગાંધીનગર ખાતેની કચેરીએ મોકલી આપ્યો છે.