ધો.૯ થી ૧રની શાળા શરૂ થઇ, હજી ધો.૧ થી ૮ ની બાકી છે. એપ્રિલમાં મૂલ્યાંકન કસોટી આવે છે, બધુ જોતા હજી વાલીઓ બાળકોને શાળાએ મુકતા ડરે છે ધો. ૧ થી ૮ શરૂ જ નથી થઇ ત્યારે તેને તો માસ પ્રમોશન જ આપવું પડશે, ૨૦૨૧-૨૨ ના તમામ શૈક્ષણિક સત્ર જુનથી શરૂ થશે ત્યાં સુધી તો આમ જ ચાલશે
કોરોના ગયો કે જશે, પણ વાલીઓને હજી ડર છે, સંતાનોની ચિંતા છે, કોરોના સાથે તેના નવા સ્ટ્રેને અને બર્ડ ફૂલ ફરી બધાના જીવ ઉચક કર્યા છે. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગે ધો. ૯ થી ૧ર ની શાળા શરૂ કરી અને એમાંય અડધા છાત્રોય શાળાએ આવતા નથી. વિદેશોમાં પહેલીથી જ શૈક્ષણિક વર્ષ ડ્રોપ કરીને ઓનલાઇન ઉપર ભાર મુકીને ઓનલાઇન ન છાત્રોની પરીક્ષા લઇ લેશે, આપણે હજી સરકાર કહે છે કે જેટલું ભણ્યા તેમાંથી પરીક્ષા તો લેવાશે જ ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષા બે માસ પછી આવે છે. આવતા માસે મહાપાલિકાની ચુંટણી પણ આવે છે, આ બધુ ઘ્યાને લેતા નાના ધોરણોમાં માસ પ્રમોશન રામબાણ ઇલાજ છે એ નકકી
મૂર્તિ સામે જેમ એક લવ્ય ભણ્યા તેમ મોબાઇલમાં ગુરુ સન્મુખ ઓનલઇાન શિક્ષણની અસરકારકતા ન આવી શકે, અર્જુન જેવી વિદ્યા તો ગુરુની સામે લાઇવ એટલે કે વર્ગખંડમાં જ આવી શકે છે. શિક્ષણમાં વર્ગ ખંડ જેવી અસરકારકતા બી જે કયાંય ન આવી શકે, ચાર દિવાલો વચ્ચે સુંદર બેઠક વ્યવસ્થા સાથે ચોક, બ્લેક બોર્ડ, ડસ્ટર, પુસ્તકો અને વિવિધ શૈક્ષણિક રમકડા સાથેના પ્રત્યથી શિક્ષણની ધારી અસર પડે છે. શિક્ષક વિદ્યાર્થી સાથે એક ફિકસ સમય સુધી જોડાયેલ રહે અને આદાન-પ્રદાનની પ્રક્રિયા સાથે પૂરી એકાગ્રતા અને ઇફેકટીવ કોમ્યુનિકેશન સાથે ભણાવે છે, અને બાળકોને ભણતા કરે છે.
શિક્ષણમાં શિક્ષકની ભુમિકા સાથે તેની સજજતા, વિષય પરત્વેનું જ્ઞાન આપે ભૌતિક સુવિધાથી સજજ કલાસરૂમ અને તેની સાથેના વિવિધ શૈક્ષણિક સાધનો, દ્રશ્ય શ્રાવ્ય સાધનો, ટીચીંગ મટીરીયલ્સ અને વિવિધ એજયુકેશનલ ટોયસ, વિવિધ શિક્ષણ ટેકનીકમાં સમયાંતરે બદલાવથી બાળકોનો વિકાસ વર્ગખંડમાં જ શ્રેષ્ઠ થઇ શકે છે. ઓનલાઇનમાં કયારેય ભણી જ ના શકાય આતો કોરોના એ પેદા કરેલું ગતકડું છે બાકી તો બધાને ખબર છે કે આપણું બાળક કેવું ઓનલાઇન ભણે છે. ઓનલાઇનને કારણે છાત્રો બીજા રવાડે ચડી ગયા જે અતિ ગંભીર બાબત સમાજમાં જોવા મળી રહી છે.
ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયો આપણાં સૌરાષ્ટ્ર વાળાને અધરા લાગતા હોય છે એનું એવરેજ તારણ જોવા મળે છે ત્યારે વર્ગખંડની તાસ પઘ્ધતિમાં નિયત સમયના પિરિયડને કારણે ભણાવતા વિષયોમાં છાત્રોના રસ, રૂચિ, વલણો જળવાય છે. બાળક એકાગ્રતા સાથે એક વિષય ઉપર અડધી કલાકથી વધુ આમેય ન ભણી શકે તે વાત આજે કયાં કોઇ સમજે છે. શાળા સંકુલો ફરી ધમધમતા થયાને બાકી ફિ આવવા લાગી કે આવી જશે તેવા માહોલ વચ્ચે ફકત આગામી બે માસમાં વર્ગખંડ અસરકારકતા સાથે બાળકોનું વાર્ષિક મૂલ્યાંકન કેવું થશે એ તો રામજાણે, પણ કોર્ષ ઘટાડા સાથે ધો. ૧૦-૧ર ના છાત્રોમાં જે હોંશિયાર છાત્ર છે તેને અન્યાય ન થાય તેને જોવાની શાળા સંકુલ અને શિક્ષણ વિભાગની જવાબદારી છે.
આજે મારે કોરોનાને કારણે જે ઓનલાઇન ભણવું પડયું તેની સામે મળેલા પરિણામો અને લાઇવ (જીવંત) વર્ગખંડમાં ભણતા બાળકોની અસરકારકતાની વાત કરવી છે. વર્ગખંડમાં બાળકો અને શિક્ષકો બન્ને લાઇવ હોવાથી શિક્ષણમાં અસરકારકતા આવે છે, બાળકો વર્ગખંડમાં થતી દરેક પ્રવૃતિમાં જોડાય અને તે પ્રમાણે વ્યસ્ત રહેતા હોવાથી તેની શિખવાની પ્રક્રિયા ઝડપી બને છે. વર્ગખંડનો સંપૂર્ણ કંટ્રોલ ટીચરના હાથમાં હોવાથી દરેક બાળકો ઉપર વ્યવસ્થિત ઘ્યાન આપે શકે છે, બાળકોએ કરેલ કાર્યો ચેક પણ કરી ને બાળકોને ન સમજાય તો તરત જ ટીચરને પૂછી શકે છે, આવી અસરકારકતા ‘ઓનલાઇન’ શિક્ષણમાં ન આવી શકે જે બે મત છે.
વર્ગખંડના વાતાવરણમાં બાળકોમાં શિસ્ત સાથેનું નિયમોનું પાલન, શ્રવણ-કથન અને લેખન કૌશલ્યો ખુબ જ વિકસે છે. ભણવા કે, ભણાવવાની પ્રક્રિયામાં શિક્ષણ બાળક સાથે બાળક શિક્ષણ સાથે જોડાય શકે છે. આમાં સૌથી અગત્યની બાબત એ છે કે બાળક કેન્દ્ર સ્થાને છે જે શિક્ષક સામે લાઇવ બેસીને અઘ્યયન કે સ્વઅઘ્યયન કરે છે. વર્ગખંડમાં જ શિક્ષણની અલગ અલગ પઘ્ધતિઓથી વિષયને ભણાવતા બાળકોને ઝડપથી યાદ રહી જાય છે, અમે ઝડપી શીખી શકે છે એ પણ સંપૂર્ણ રસ, રૂચી સાથે શ્રેષ્ઠ વર્ગોમાં વિદ્યાર્થીઓ પોતે જાતે શીખી રહ્યા છે. અને વાસ્તવિક જીવન સાથે લાઇવ જોડાયને શિક્ષણ મેળવે છે.
ઇફેકટીવ કલાસ રૂમ વાતાવરણ બાળકને શિક્ષણ મેળવવા પ્રેરણા આપે છે, શિખવાતા દરેક મુદ્દાની સમજ સાથે તેનો અર્થપૂર્ણ અભ્યાસ કરી શકે છે. અસરકારક વર્ગ વ્યવહાર શિક્ષણ પ્રક્રિયાનો એક નાનો ભાગ છે પણ તેના ફાયદા શિક્ષક અને બાળકોને સૌથી વધુ મળે છે. વર્ગમાં શિક્ષક અને વિઘાર્થી વચ્ચેના પ્રત્યાયન એટલે જ શ્રેષ્ઠ શિક્ષણ અને તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અમુક વર્ગખંડોમાં જુથ પઘ્ધતિમાં સબળા સાથે નબળાને ગોઠવીને શિક્ષક ધાર્યા પરિણામો મેળવીને સંશોધન કાર્ય કે ઇનોવેશન કરીને અન્યોને પ્રેરણા પણ આપે છે.
વર્ગ વ્યવહાર ના ઘટકોમાં શિક્ષણ, વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી કે વિદ્યાર્થી- સામગ્રી વ્યવહારોની સાથે શિક્ષકના માર્ગદર્શન નીચે, પ્રારંભિક શિખતું જુથ કે જાતે શીખતું છાત્ર જુથ આવે છે. જેમાં શિક્ષકે લાગણી સ્વીકાર, પ્રોત્સાહન, વિદ્યાર્થીઓના વિચાર, સુચના આપવી જેવા ઘણા ગુણો, મુદાનો સમાવેશ થાય છે. ખાસ તો શિક્ષકે તેની સજજતામા વધારો કરીને અસરકારક વર્ગ વ્યવહાર, રસ-ઘ્યાન, માનવિથ સંબંધો, તેની ભૂમિકા અને જવાબદારી સાથે હકારાત્મક વલણોથી તે વર્ગને સ્વર્ગ બનાવી શકે છે.
બાળકમાં તંદુરસ્ત માનવ સંબંધો સ્થાપવા અને આદર્શ નાગરીકના ઘડતર માટે વર્ગ વ્યવહાર ખુબ જ જરુરી છે. વર્ગ શિક્ષણ પ્રક્રિયા એ બે ધ્રુવિ પ્રક્રિયા છે, જેમાં એક બાજુ શિક્ષક અને બીજી બાજુ બાળક છે. બન્ને વચ્ચૃ ૩પ થી ૪૦ મીનીટ તાસ દરમ્યાન શાબ્દિક, અશાબ્દિક
વ્યવહારો જન્મતા હોય છે. વર્ગની આ બધી ઘટનાઓમાંથી વર્ગખંડનું હવામાન કે કલાસરૂમ કલાઇમેટ બંધાય છે. જે ઓનલાઇન શિક્ષણમાં કયારેય થઇ ના શકે, જીવન અને શિક્ષણની સાચી સમજ શિક્ષણ વર્ગખંડના વ્યવહારથી વિઘાર્થીઓને આપે છે.
‘રસ’ એ શિખવા, શિખવવાની પ્રક્રિયાઓનું સંચાલન કરનારી કેન્દ્રીય શકિત છે
રસતે અંગ્રેજીમાં ઇન્ટ્રેસ્ટ કહેવાય છે જે મુળ બેટીન શબ્દ છે. જેનો અર્થ છે બે અલગ અલગ બાબતો વચ્ચે સંબંધ બાંધી આપવાનું કામ તે રસ, રસ એટલે ગમા-અણગમાનો ભાવ, ગમવું કે ના ગમવું, આમ રસ રૂચી એ શિખવા- શિખવવાની પ્રક્રિયાનું સંચાલન કરનારી કેન્દ્રીય શકિત છે. શિક્ષકની ભૂમિકા બાળકોની રસ વૃતિને પોષણ આપવાનું છે અને વાતાવરણ નિર્માણ કરવાનું છે. આ માટે શિક્ષક પોતે રસવાળો કે રસિક હોવો જોઇએ, રસનો સિધો સંબંધ આનંદ સાથે છે તેથી જ જે પ્રવૃતિથી બાળકોને આનંદ મળે તે તરફ વધુ રસ લે છે. વર્ગખંડનું
વાતાવરણ આનંદમય શિક્ષણ આપનારું હોવું જોઇએ નહીં કે ભારરૂપ, વર્ગખંડ જરુરી કૌશલ્યો, વલણો અને સમજ પ્રત્યેના યોગ્ય વ્યવહારથી જ આપો આપ બાળકોમાં શિક્ષણ પ્રત્યેની ઇચ્છા કે રસ ઉદભવે છે: તેને કંટોળો નથી આવતો અને પ્રવૃતિ અને શિક્ષણમાં આનંદની પ્રાપ્તિ થાય છે. શિક્ષક જ ઉત્સાહી હોય તો બાળકો કે છાત્રોમાં આપો આપ ઉત્સાહ આવી જાય છે. શિક્ષણની પ્રક્રિયામાં રસ નો મુખ્ય આધાર શિક્ષક ઉપર રહે છે. વર્ગ વ્યવહાર ને અસરકારક બનાવતા જતા પહેલા પોતે સજજતા કેળવી લેવી પડે, વર્ગખંડના દરેક બાળકોને દરેક પ્રવૃતિમાં જોડી રાખે અને બધા છાત્રો પ્રત્યે સમાનતા અને વ્યકિતગત ઘ્યાન આપે તે જરુરી છે. આ બધુ ઓનલાઇનમાં થઇ જ ના શકે,