પૂ.મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિદિન ઉજવાયો
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૪ દિવસથી સત્સંગ લાભ આપી રહ્યા છે જે અંતર્ગતપ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિદિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાત:પૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે,ભક્તિ અને સેવા ન થાય તો દુ:ખ થવું જોઈએ. આ સત્સંગ મળ્યો છે. તેમા બધા ને નમતા જ રહેવું, કોઈના દોષ ન જોવા, દરેકના ગુણ જ જોવા, કોઈના દોષ દેખાય જાય તો અંતરમાં દુ:ખ થવું જોઈએ. પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિદિન નિમિતેપ્રમુખચરિત્રામૃત વિષયક પારાયણમાં હરિભક્તોએ પ્રમુખસ્વામીમહારાજના દિવ્ય પ્રસંગોનું પાન કર્યું હતું. સાયંસભામાં યુવકો દ્વારા સંવાદશતાબ્દીસંતપ્રસ્તુત કરવામાં આવ્યો હતો.જેમાં દ્રશ્ય શ્રાવ્ય જેવાવિવિધ માધ્યમો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જીવનકાર્યને વર્ણવવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ બીજાના ભલામાં આપણું જ ભલું છે!
આ જીવનસૂત્ર સાથે અનેકવિધ સામાજિક સેવાકાર્યમાં સમગ્ર જીવન સમર્પિત કરીને અસંખ્ય લોકોના તારણહાર બન્યા હતા. ભેદભાવોથી પર આ વાત્સલ્યમૂર્તિ સંતે બાળકો-યુવાનો અને વૃદ્ધો, સાક્ષરો અને નિરક્ષરો, દલિતો-આદિવાસીઓ કે દેશ-વિદેશના ધુરંધરો સૌ કોઈને સમતાથી ચાહ્યા છે. આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક-સામાજિક સંસ્થા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સૂત્રધાર સ્વામીએ, કઠિન પુરુષાર્થ અને નિ:સ્વાર્થ પ્રેમ દ્વારા એક વિરાટ ચારિત્ર્યવાન યુવાસમાજ તૈયાર કર્યો છે અને તેને રચનાત્મક માર્ગે વાળ્યો છે. સ્વામીની વિનમ્ર અને પરગજુ પ્રતિભાથી પ્રભાવિત થઈને વિશ્વના અનેક ધર્મગુરુઓ અને આંતરરાષ્ટ્રીય ધુરંધરોએ તેમને એક મહાન સંતવિભૂતિ તરીકે હૃદયથી બિરદાવ્યા છે. અનેક મુમુક્ષુઓએ તેમના સાંનિધ્યમાં પરમાત્માની દિવ્ય અનુભૂતિ કરી છે,પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રાજકોટના યુવકોએ સંવાદ દ્વારા વિશિષ્ટ રીતે પ્રમુખસ્વામી મહારાજનો જીવનસંદેશ, સામાજિક કાર્યો અને ગુણોને અભિવ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત સભામાં બાળકો અને યુવકો દ્વારા નૃત્યની પણપ્રસ્તુતિ કરવામાં આવી હતી.