તીર્થો, તીર્થકરો, ગ્રંથો, સંતો, સંપ્રદાયો અને વિવિધ આકાર પ્રકાર ગુણકર્મભાવ ધરાવતા દેવદેવીઓ અસંખ્ય છે. વઢેતી ગંગામાંથી નિજ પાત્રમાં ગંગાજળ ભરી લઈ શકાય છે.તેમ અનેક સાધકોપોત પોતાની પાત્રતા, સાધન સુવિધા, આવશ્યકતા કે અનૂભુતિ, પ્રતિતિ અનુસાર અનંત બ્રહ્માંડની ચેતનામાંથક્ષ પરમાત્માનું સ્વરૂપ સ્વીકારતા રહેલા છે. સારૂ છે. માનવીની આસ્થા શ્રધ્ધાનું સિંચન કરવાની દ્રષ્ટિએ તેના આત્મરૂપનો તેજસ્વી બનાવવાની દ્રષ્ટિએ આવા યત્નો આવકાર્ય છે. જ, પરંતુ આ વૈવિધ્ય ને કારણે જ, જો અનેકતામાં રહેલી એકતા એકાત્મતાન સમજાય ને અનેક ચિત વિભાંત બની જવાય. તો ઉપાસના સાધના પૂજા પ્રાર્થનાથી બહુ અર્થ સરતો નથી. તેમ નવી પેઢીમાં ઈશ્ર્વરના સ્વરૂપ વિષે અસમંજસતા, સંદીગ્ધતા જન્મીને નાસ્તિકતા આવવાનું પણ પૂરતુ જોખમ રહે છે. તેથી જ આ દેવદેવીઓનું તત્વ વારંવાર વિચારતા રહેવાની જરૂર છે.
જેમ જુદા જુદા અનાજ ધાન્યમાં, રંગરૂપ, કદ આકાર, ગુણધર્મ અને નામ નિર્દેશની વિભિન્નતા હોવા છતા તે સર્વમાં એક પોષક તત્વ રહેલું છે. વિશાળ સમુદ્રમાં જેમ જળ, રેતી, શંખ, છીપ, મોતી, માછી અને સંખ્યાબંધ જળચરો છે, તે સર્વ મળીને જ સમુદ્ર કહેવાય છે, ને તેમાનું બધુ સમુદ્રરૂપ ગણાય છે. તેવી રીતે વિરાટમાં નિપજેલા સૂર્યો તારાઓ ગ્રહનક્ષત્રો નિહારીકાઓ તેમજ આપણી પૃથ્વીને તે પરનાં પદાર્થો પ્રાણીઓ આ બધુ મળીને બ્રહ્માંડ કહેવાય છે. ને તેમાં રહેલું બધુ બ્રહ્મરૂપ છે.
આપણા અનેક દેવદેવીઓની હવે વાત કરીએ તો, માનવને વિધવિધ સમયે પ્રતિત થતા દેવદેવીઓતેમજ યુગે યુગે આવશ્યકતા અનુસાર પ્રાગટય પામેલા દિવ્ય અવતારો તત્વ દ્રષ્ટિએ એક જ બ્રહ્મતત્વ છે. અધ્યાત્મના સર્વોચ્ચ ગ્રંથોમાં દેવદેવીઓની અવતારોની બ્રહ્મ પરમાતમાની આવી વિશાળતા ઉદારતા એકતા, એકાત્મતા, અખંઠડતા અખીલતાનું જ તત્વ ચિંતન થતું રહેલું છે.
સંખ્યાબંધ દેવદેવીઓમાં એક જ પરમાત્મા બિરાજે છે. આ તત્વ ન સમજાય, ત્યાં સુધી ઉપાસકની દ્રષ્ટિ સંકીર્ણ અને સાંપ્રદાયિક રહે ના સિધ્ધિ સાફલ્ય એકાંગી રહે અને આ દ્રષ્ટિકોણ ઉદારતા વિશાળતા વ્યાપકતા રહિત હોવાથી ઉપાસકોમાં પરસ્પર એકતા એકાત્મકતા સહાનૂભૂતિ સમવેદના સહિષ્ણુતા જાગતી નથી. આવી ઉપાસનાથી વિશેષ અર્થ સરતો નથી તત્વ વિચાર તત્વ દર્શનથી જ ઉપાસના સાધનામાં સિધ્ધિ સાફલ્ય પ્રભાવ પ્રાબલ્ય આવે છે ચાહે વિશાળ હૃદયના ભકિત ભાવથી ચાહે બ્રહ્મ જ્ઞાનથી આ દેવદેવીઓના એક તત્વરૂપની ઝાંખી થાય કે તેવી સમજ સર્જાય તો ઉપાસના સાર્થક બની શકે, ભગવદ કૃપા સુલભ બની શકે.