ભારતમાં પેટ્રોલની કિંમત એક સામાન્ય માણસનો બજેટનો મોટો હિસ્સો રોકે છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે દુનિયાના એવા દેશો પણ છે જ્યાં સાવ મફતના ભાવે પેટ્રોલ મળે છે. જેમાંનો એક દેશ તો એવો છે કે જ્યાં પેટ્રોલનો ભાવ માત્ર 2 રૂપિયાથી પણ ઓછો છે.
ભારત જ નહીં સંખ્યાબંધ દેશોમાં પેટ્રોલની કિંમત લોકોમાં બજેટ ખોરવી રહી છે. દુનિયાભરમાં પેટ્રોલની સરેરાશ કિંમત 102 રૂપિયા પ્રતિ લિટર છે. પરંતુ તેની વચ્ચે દુનિયાના કેટલાંક દેશ એવા છે જ્યાં હજુ પણ એક લીટર પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે. ભારતમાં બોટલ પાણીના સરેરાશ 20 રૂપિયા છે. પરંતુ આ દેશોમાં પેટ્રોલ 20 રૂપિયાથી પણ સસ્તું છે.
અમેરિકાનો પાડોશી દેશ વેનેઝુએલા અત્યારે રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. આ દેશમાં કાચા તેલનો વિશાળ ભંડાર છે. પરંતુ અહીંયા મોંઘવારી તેની ચરમ સીમાએ છે. પરંતુ વેનેઝુએલામાં પેટ્રોલ 2 રૂપિયાથી પણ ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત રૂ.1.89 હોવાનું જાણવા મળે છે.
વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ કાચા તેલનો મોટો ભંડાર છે. ઈરાનથી કાચા તેલ ખરીદવામાં ભારત પણ છે. જોકે ઈરાનમાં એક લીટર પેટ્રોલ ભારતીય રૂપિયામાં 3.88 રૂપિયે પ્રતિ લીટર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અમેરિકાના પ્રતિબંધના કારણે ઈરાન ખુલ્લા બજારમાં કાચા તેલનું વેચાણ કરી શકતું નથી.
જાણો ક્યાં દેશમાં પેટ્રોલની કિંમત રૂ. 50થી ઓછી ?
- વેનેઝુએલા – રૂ. 89
- ઈરાન – રૂ. 88
- અંગૂલા – રૂ. 40
- સીરિયા – રૂ. 91
- અલજીરિયા -રૂ. 99
- કુવૈત – રૂ. 24
- નાઈજીરિયા- રૂ. 58
- તુર્કેમેનિસ્તાન -રૂ.43
- કઝાકિસ્તાન- રૂ. 17
- મલેશિયા – રૂ. 74
- ઇરાક – રૂ. 90
- બહરેન – રૂ. 18
- બોલિવીઆ – રૂ. 05
- કતાર- રૂ. 69
- અઝરબાઈજાન – રૂ. 56
- ઇજિપ્ત – રૂ. 60
- કોલંબિયા – રૂ. 70
- સાઉદી અરેબિયા -રૂ. 01
- ઓમાન- રૂ. 02
- હૈતી- રૂ. 11
- ઇથોપીયા- રૂ. 49
સોર્સ : ગ્લોબલ પેટ્રોલ પ્રાઈઝ ડોટ કોમ