વિટામિન ડી માનવ શરીરમાં લોહીનો પ્રવાહ વધારે છે જે શારીરિક સંબંધો માટે ખૂબ જ ઉપયોગી
માનવ શરીરમાં દરેક વિટામીનનું અનેરૂ મહત્વ જોવા મળી રહ્યું છે. ત્યારે વિટામિન ડી શારીરિક સંબંધો વધુ મજબૂત કરવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે જે યુગલોમાં વિટામિન ડી ની ઉણપ જોવા મળતી હોય તો તેમની સેક્સ લાઈફ ખરાબ થાય છે. વિટામીન બી પૂરતા પ્રમાણમાં હોવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટીરોન, સાથે મહિલાઓમાં એસ્ટ્રોજન કેમિકલનું નિર્માણ કરે છે જેનાથી યુગલોમાં શારીરિક સંબંધ વધુ વિકસિત બને છે. પરંતુ હાલ લોકો અને યુગલોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે અને પરિણામે વિટામિન ડીની અછત જોવા મળે છે.
લગ્નજીવનને એનર્જેટિક બનાવી રાખવા માટે બહુ જ બધી ઉર્જા અને સ્ટેમિનાની જરૂર પડે છે. આ એનર્જી તમને મળે છે વિવિધ વિટામિનમાંથી. કારણ કે વિટામિન માત્ર શરીરને સ્વસ્થ નથી રાખતા પણ સેક્સ ડ્રાઈવને વધારવામાં પણ મદદરૂપ થાય છે. આમ તો ઘણા બધા વિટામિન ભેગા મળીને શરીરને શક્તિ પ્રદાન કરે છે, પણ વિટામિન ડી જ સેક્સ ડ્રાઈવ વધારવામાં કારગત નીવડે છે. સેક્સ દરમિયાન શરીરમાં બે પ્રકારના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોન્સ સેક્સ સંબંધી ક્રિયાઓમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
વિટામિન ડી એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સના વિકાસમાં સહાયક બને છે. આ માત્ર સેક્સ ડ્રાઈવને નથી વધારતું પણ સેક્સ દરમિયાન લોહીના ભ્રમણને પણ સંતુલિત બનાવે છે. વિટામિન ડી ઘણી રીતે સેક્સ ડ્રાઈવને વધારવામાં મદદ કરે છે. શરીરમાં પ્રોલૈક્ટિન નામનું પણ એક હોર્મોન હોય છે. આ હોર્મોન સેક્સની ઈચ્છાને ઓછી કરવાનું કામ કરે છે. જો આ હોર્મોનનો સ્ત્રાવ વધારે હોય તો સમજો કે સેક્સ લાઈફ ખતરામાં છે. જો કે વિટામિન ડી આ હોર્મોનને નિયંત્રિત કરે છે અને સેક્સ ડ્રાઈવને તેના સ્ત્રાવથી સુરક્ષિત કરે છે.
ડિપ્રેશનને કારણે પણ સ્ત્રીઓમાં સેક્સની ઈચ્છા ઘટતી જતી હોય છે પણ વિટામિન ડી સ્ત્રીઓની ઘટતી જતી સેક્સની ઈચ્છાને ફરીથી જગાડવાનું કામ કરે છે. સાથે જ કામોત્તેજનામાં પણ સહાયક છે. સ્ત્રીઓ અને પુરુષો બન્ને વિટામિન ડીનું સેવન કરીને સેક્સ સંબંધી સમસ્યાઓથી બચી શકે છે. એટલુંજ નહીં આ વિટામિન પણ સેક્સ ડ્રાઈવને વધારવામાં મદદ કરે છે. આ વિટામિન શુક્રાણુઓને હેલ્થી બનાવવાની સાથે સાથે તેની સંખ્યા પણ વધારે છે. તે રોગપ્રતિકારક તંત્રને પણ મજબૂત બનાવે છે.