• આરોગ્ય વર્ધક ગણાતી હળદરમાં સીસાનું પ્રમાણ બસ્સો ગણું વધી જતા હવે હળદરનું સેવન પણ સમજીને કરવા જેવું

હળદર ભારતમાં સુવર્ણ મસાલા અને ઔષધીય તરીકે સદીઓથી વપરાતી વસ્તુ,હળદરના અનેક ઔષધીય ગુણ થી રસોડાથી લઈ વેદવટા સુધી તેનું એક ચક્રિય શાસન રહ્યું છે ત્યારે બદલતા જતા યુગમાં હવે હળદર પણ આરોગ્ય માટે જોખમી બની હોવાનું તાજેતરના એક સંશોધનમાં બહાર આવ્યું છે

હળદરમાં સીસાનું સ્તર 200ગણું વધી ગયું હોવાનું ફલિત થતાં સીસાના કારણે હળદર આરોગ્ય માટે જોખમી બની શકે છે.

ટોટલ એનવાયરોમન્ટલ જનરલમાં પ્રસિદ્ધ એક સંશોધન લેખમાં સૌથી વધુ હળદરઉત્પાદન ધરાવતા ભારતના પટણા અને પાકિસ્તાનના કરાચી અને પેશાવરમાંથી લીધેલા નમુના નું ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પુથ્થકરણ કરતા 1000 માઇક્રોગ્રામ હળદરની ચકાસણી કરતા તેમાં શિસા નું પ્રમાણ જોખમી સ્તરે જોવા મળ્યું હતું ગુવાહાટી અને ચેન્નાઈ ના નમુનાઓનું પણ પૂઠથરણ કરાયું હતું જેમાં હળદરમાં સીસા ની સાથે ક્રોમેટ અને પીળા કલર માં વપરાતા કેમિકલ રબર અને પ્લાસ્ટિકના કણો જોવા મળ્યા હતા હળદરમાં શીસાના વધેલા પ્રમાણના કારણે હળદર આરોગ્ય માટે જોખમી બની શકે છે.

સીસાની આડઅસર શું થાય

સીસું ભારે ધાતું છે તે કેલ્શિયમ સાથે સંક્રમણ કરીને હાડકામાં જમા થાય,મનુષ્યમાં મેટાબોલિક પ્રક્રિયાઓને અવરોધે , બુદ્ધિને અસર કરે, અને હૃદય રોગ, કિડની ફેલ્યોર અને અકાળે મૃત્યુનું જોખમ વધારે છે. ન્યુરોલોજીકલથી લઈને જઠરાંત્રિય સમસ્યાઓ સુધી, તેઓને આડઅસરો અનેતે મૂડ સ્વિંગ, ચીડિયાપણું, માથાનો દુખાવો અને ઊંઘમાં ખલેલ સહિત વર્તનમાં ફેરફાર પણ કરે છે. તે પેટમાં દુખાવો, ખેંચાણ, ભૂખ ન લાગવી અને વજનમાં ઘટાડો પણ કરે છે. લીડ હિમોગ્લોબિનના ઉત્પાદનમાં દખલ કરે છે, જે થાક અને નબળાઇ તરફ દોરી જાય છે અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને  સીસાથી કિડનીને પણ નુકસાન થઈ શકે છે.

ભારતના પટણા અને પાકિસ્તાનના કરાચી અને પેશાવરમાંથી લીધેલા નમુના નું ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પુથ્થકરણ કરતા 1000 માઇક્રોગ્રામ હળદરની ચકાસણી કરતા તેમાં શિસા નું પ્રમાણ જોખમી સ્તરે જોવા મળ્યું હતું ગુવાહાટી અને ચેન્નાઈ ના નમુનાઓનું પણ પૂઠથરણ કરાયું હતું જેમાં હળદરમાં સીસા ની સાથે ક્રોમેટ અને પીળા કલર માં વપરાતા કેમિકલ રબર અને પ્લાસ્ટિકના કણો જોવા મળ્યા હતા હળદરમાં શીસાના વધેલા પ્રમાણના કારણે હળદર આરોગ્ય માટે જોખમી બની શકે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.