સુપ્રીમ દ્વારા લોટરીને માન્યતા મળશે, તો સરકારે નવા કાયદાઓ બનાવવા પડશે !!!
વર્ષોથી લોટરીનો કારોબાર આંતરિક રીતે ધમધમી રહ્યો છે.અને જ્યારથી તેની શરૂઆત થઇ ત્યારથી લોકો સતત લોટરી ખરીદતા નજરે પડતા હતા. અનેક લોકો જુગાર તરફ પણ વળી ગયા હતા જેમાં અનેક લોકોનું પતન પણ થયું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટમાં મેઘાલય અને સિક્કિમ રાજ્યોએ પિટિશન ફાઇલ કરી છે કે તેમના રાજ્યની લોટરી ને અન્ય રાજ્યમાં બેન ન લગાડવો જોઈએ. નહીં જો સુપ્રીમ કોર્ટ દ્વારા લોટરીને માન્યતા આપવામાં આવશે તો સરકારે નવા રિઝલ્ટ અને નવા કાયદાઓ પણ બનાવવા પડશે. મુખ્ય કારણ એ છે કે માન્યતા મળતાની સાથે જ લોટરી બજાર બેફામ બનશે. લોકો એક કા ડબલ કરવાની લાલચમાં લોટરી લેતા હોય છે પરંતુ અનેક કેશોમાં લોટરી ખરીદનાર લોકોને લોટરી લાગતી નથી અને તેઓએ ઘણી વર્વી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કે હજુ લોટરી ને જે માન્યતા મળવી જોઈએ તે મળી નથી.
સેક્શન 5 એટલે કે લોટરી રેગ્યુલેશન એક્ટ 1998 મુજબ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને લોટરી ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટેની સત્તા આપેલી છે ત્યારે મેઘાલય આ અંગે કોર્ટમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર હેઠળ જ રાજ્ય સરકાર આવતું હોય છે જેથી અન્ય રાજ્યોની લોટરી બીજા રાજ્યોમાં વેચવા માટે પરવાનગી આપવી જોઈએ. મેઘાલયા દ્વારા કરવામાં આવેલી આ અરજીને સિક્કીમે પણ આવકાર્યું હતું અને પોતાનો સુર પુરાવ્યો હતો. મેઘા લાયા અને સિક્કિમ રાજ્ય તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરનાર એડવોકેટેડ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે એક રાજ્યની લોટરી ને બીજા રાજ્યમાં વેચવા માટે પ્રતિબંધ ન લગાડી શકાય અને તેઓએ એમ પણ જણાવ્યું હતું કે લોટરી તે કોઈ જુગાર નથી તેને યોગ્ય માન્યતા મળવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ પિટિશનના જવાબમાં હજુ કોઈ યોગ્ય ઉત્તર આપ્યો નથી ત્યારે સિકિમ અને મેઘાલય કે જેઓને ફંડને લઈ ઘણા પ્રશ્નો સર્જાયા છે ત્યારે તેઓએ તેમને આજીજી કરતાં જણાવ્યું હતું કે આ કેસનો ઝડપથી ઉકેલ આવે કારણ કે સિક્કિમ અને મેઘાલયમાં લોટરી બજાર ખૂબ મોટા પાયે ધમધમે છે અને તે રાજ્યની એક આવક પણ છે. પરંતુ સમગ્ર ભારતના પરિપક્ષમાં લોટરી ઉપર જો વાત કરવામાં આવે તો સરકાર જ્યારે લોટરી ને માન્યતા આપશે તો તેનો યોગ્ય કાયદો બનાવવો એટલો જ જરૂરી છે અને એટલું જ નહીં તેની અમલવારી પણ યોગ્યરીતે થવી જોઈએ એ પણ એટલું જ જરૂરી છે. જો સરકાર યોગ્ય કાયદાઓ અમલી બનાવશે તો જે લોટરીનો અતિરેક થતો હોય તે નહીં થાય અને સાવચેતી પૂર્વક લોકો લોટરી સાથે જોડાશે. રાજકોટની વાત કરવામાં આવે તો લોટરી બજાર પાંચથી છ વર્ષ જેટલા સમય માટે ચાલુ થયું હતું અને તેમાંથી જ મોટા બુકીઓ ઉભા થયા હતા જો સરકાર આને ગંભીરતાથી ધ્યાને લઈ યોગ્ય કાયદો વ્યવસ્થા ઉભી કરે તો ઘણા ખરા અંશે જે અત્યારે થઈ રહ્યો છે તેના ઉપર રોક મૂકવામાં આવશે એટલું જ નહીં લોટરીને માન્યતા મળ્યા બાદ તેનું યોગ્ય સ્વરૂપ પણ ઊભું થશે. સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. મુખ્ય કારણ એ છે કે લોટરી ને જો માન્યતા આપવામાં આવે તો તેના કયા કયા પરિબળો સામે આવે અને તેની ભવિષ્યની અસર શોભી થઇ શકે તે વિચારવું પણ એટલું જ જરૂરી છે.