મહિલા આરોગ્ય અને સ્વચ્છતાની સાથે-સાથે રજોત્સવ દરમિયાન સ્વતંત્રતા અને આત્મવિશ્વાસનો અનુભવ કરાવતા સેનેટરી પેડ પણ જોખમકારક બની શકે: સંશોધનમાં સેનેટરી પેડ પણ બની શકે છે ‘જોખમી’
મહિલા આરોગ્યને ખાસ કરીને સ્વચ્છતા સાથે સીધો સંબંધ ધરાવતા સેનેટરી પેડ કેન્સર જેવા રોગ માટે નિમિત બની શકે તેવા એક તારણમાં કેન્સર થવાના કારણમાં સેનેટરી પેડ ની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે નવી દિલ્હી પર્યાવરણ સાથે સંકળાયેલ સંસ્થા એ કરેલા એક સર્વેમાં ડાયાબિટીસ હૃદય રોગ અને કેન્સર માટે કારણભૂત હોય તેવા કેમિકલના કારણે મહિલા ના સાથી ગણાતા સેનેટરી પેડ જોખમી બને છે ભારતમાં વેચાતી મોટાભાગની પેટની બ્રાન્ડ માં કેન્સર માટે કારણભૂત બનતા રસાયણ હોવાથી સેનેટરી પેડ પણ જીવલેણ બીમારી આપી શકે.
પર્યાવરણ ને ખાસ કરીને મેડિકલ વેસ્ટ અંગે હાથ ધરવામાં આવેલા સર્વેમાં નિષ્ણાત વૈજ્ઞાનિકો ની ટીમને એવું જાણવા મળ્યું છે કે ભારતમાં વેચવામાં આવતા મોટાભાગના સેનેટરી પેડમાં કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ માં કારણભૂત બને તેવા ઝેરી રસાયણો નો ઉપયોગ થાય છે ,સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 10 નમુનાઓમાં આવા વાંધાજનક રસાયણો જોવા મળ્યા હતા.
ભારતના હેલ્થ કેર અને સૌંદર્ય પ્રસાધન બજારમાં સેકડો એવી પ્રોડક્ટ છે કે જેમાં વિવિધ રૂપમાં ડુબલીકેટિંગ ઓઇલ ક્રીમ અને સાબુ શેમ્પૂમાં અને હેર સ્પ્રે માં જે કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે તે ખૂબ જ ઘાતક પરિણામ આપે છે. નિષ્ણાતો ના મતે સેનેટરી પેડ માં વાપરવામાં આવતા કેમિકલ થી હૃદય રોગથી લઈને ડાયાબિટીસને કેન્સરની સાથે સાથે નવજાત બાળકોના જન્મ અને હૃદય થી લઈને મગજ અસ્થમા અને વિવિધ પ્રકારના કેન્સર માં આવા કેમિકલ કારણભૂત બને છે ખાનગી ધોરણે કરવામાં આવેલા સર્વેમાં મહિલાઓ માટે આરોગ્ય સ્વચ્છતા અને 24 કલાકના સાચી “હમદર્દ” ગણાતા સિનેટરી પેડમાં સૌથી વધુ ઘાતક કેમિકલો જોવા મળ્યા છે
ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટર નેહા મુદ્રા નું કહેવાનું છે કે સેનેટરી પેડમાં વાપરવામાં આવતા વાંધાજનક કેમિકલની આડઅસરથી ગંભીર રોગો ની શક્યતા વધી જાય છે, મહત્વની વાત એ છે કે આપણા રોજબરોજના જીવનમાં વાપરવામાં આવતી વસ્તુઓમાં કેવા પ્રકારના કેમિકલોનો ઉપયોગ થયો છે તે માટે સૌએ જાગૃતિ રાખવાની જરૂર છે.મુંબઈના ડોક્ટર સુરભી સિદ્ધાર્થ નું કેવું છે કે સેનેટરી નેપકીન થી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે ઈજાથી લઈ ચામડીની એલર્જી અને મોટા રોગ પણ અયોગ્ય સેનેટરી નેપકીનના કારણે થયું હોવાનું ઘણીવાર જોવા મળ્યું છેમુંબઈની જસલોક હોસ્પિટલના ડોક્ટર ફિરોઝા પરીખ નું કહેવાનું છે કે કેટલા કેમિકલ શરીરના અંત:સ્ત્રાવોને હાનિ પહોંચાડે છે. મુંબઈની હીરાનંદની હોસ્પિટલ ના ડોક્ટર નું કેવું છે કે કોઈપણ હેલ્થ કેર પ્રોડક્ટ માં કયા કયા ક્ધટેન વાપરવામાં આવ્યા છે ?તે જાણવું જરૂરી છે અત્યારે સેનેટરી પેડ ના ઉપયોગ કરવાનો વ્યાપક પસાર કરવામાં આવે છે અને બજારમાં ખૂબ મોટો ધંધો છે ત્યારે સેનેટરી પેડ ના વાંધાજનક રસાયણ થી કેન્સર જેવા જીવલેણ રોગો પણ થઈ શકે તેવા કારણે સેનેટરી પેડ ની પસંદગી માટે સજાગ રહેવું જોઈએ તેવું નીષ્ણાતો એ મત વ્યક્ત કર્યો છે.