બદલતી જીવનશૈલીને કારણે ખર્ચનું પ્રમાણ વધ્યું સામે રોજગારીના પ્રશ્નો સર્જાતા આર્થિક સમસ્યાઓ વકરી
ગુજરાતમાં ૨૦૧૯ દરમિયાન આપઘાત કરનારાઓમાં મોટાભાગે રોજીંદા વેતન ધારકોનો સમાવેશ થતો હાવાનો એનસીઆરજીનાં આકસ્મિત મૃત્યુના ભેગા કરેલા આંકડાઓમાં ૭૬૫૫ આત્મહત્યાઓમાં ૩૪.૬% એટલેકે ૨૬૪૯ લોકો રોજનું કમાઈને રોજનું ખાનારાઓ હતા.
નિષ્ણાંતોનું માનવું છે કે મોટાભાગની આત્મ હત્યા રોજનું કમાઈને રોજખાનારાઓની થાય છે. કેમકે આર્થિક શાસમનતા, મુશ્કેલીઓ અને સામાજીક સુરક્ષા અભાવથી તેઓ જીવનનો અંત લાવવા પ્રેરાય છે. અસંગઠીત ક્ષેત્ર માત્ર આપણા રાજયનું જ નહિ પરંતુ દેશવ્યાપી ધોરણે ફેલાયેલ આ ક્ષેત્ર કામદારોને લઘુતમ વેતન દર અને સામાજીક સુરક્ષા પ્રદાન કરવામાં ખૂબજ અભાવ ધરાવે છે. જો રોજમદાર મજૂર બિમાર પડે તો મહિલા કે પૂરૂષ કમાઈ શકાતા નથી અને સારવાર પાછળ ખર્ચ કરવો પણ મુશ્કેલી બની જાય છે. તેમ વડોદરાના લોકતાલિમ કેન્દ્રના ડાયરેકયર જગદીશ પટેલે જણાવી આક્ષેપ કર્યો હતો કે ઔદ્યોગીક ક્ષેત્રમાં વિસંગત પરિસ્થિતિને કારણે કામદારોને સામાજીક સુરક્ષા મળતી નથી.
સરકાર જો પ્રોત્સાહન નીતિથી ઉદ્યોગોને વધુને વધુ લોકોને સ્થાયી રોજગારી માટે પ્રોત્સાહન કરે તો પરિસ્થિતિ બદલાય એમ છે. આર્થિક મંદીના આ ઘેરામાં રોજમદાર મજરોની આવકમાં ૨૦ દિવસ સુધીનો ઘટાડો થઈ ગયો છે. બદલતી જીવન શૈલીને કારણે ખર્ચ વધ્યો છે. પૂરતો ખોરાક મળતો નથી પરંતુ લોકોને તમારૂ સ્માર્ટફોન વગર ચાલતુ નથી.
ગુજરતાનાં નીતિ વિષયક તજજ્ઞ ડો. જયેશ શાહે રોજમદાર મજૂરો ધરાવતા બાંધકામ અને અન્ય મજૂરો માટે આ પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતુ ૧૬૭૯ જેટલા ઘર બનાવનારા મજરોઓ ૨૦૧૯માં તેમનું જીવન ટુકાવી નાખ્યું હતુ આ વર્ષો દરમિયાન સામાજીક હિંસા કે મહિલા અત્યાચારનાં બનાવો બન્યા ન હોવાનું સામાજીક કાર્યકર લોખંડેએ જણાવ્યું હતુ મોટભાગે ખાનગી નોકરીઓ કરતા ૭૭% જેટલા લોકોનો સમાવેશ થાય છે. જયારે પોતાનો ધંધો ધરાવતા લોકોએ આપઘાત કર્યો હતો. ગુજરાતમાં રોજનું કમાઈ ખાનારાઓનું આપઘાતમાં પ્રમાણ વધુ છે.